મદુરાઈ: તમિલનાડુમાં મદુરાઈ ચિથિરાઈ થિરિજા ફેસ્ટિવલમાં (Madurai Chithirai Thirija Festival in Tamil Nadu) ભાગદોડ મચી જવાથી ઓછામાં ઓછા બે લોકોના (2 killed in stampede) મોત થયા છે. આ સાથે જ, 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વિશ્વ વિખ્યાત મદુરાઈ ચિથિરાઈ થિરિજા ઉત્સવની શરૂઆત 5મી એપ્રિલે ધ્વજવંદન સાથે થઈ હતી. ઉત્સવની મુખ્ય ઘટના શનિવારની સવારે સ્વામી કલ્લાઝાગર સુંદરજા પેરુમલનો સોનેરી ઘોડા પર સવારીનો વિધિ હતો.
આ પણ વાંચો : Trikut Ropeway Accident: ત્રિકુટ પર્વત પર રેસ્ક્યૂ દરમિયાન વધુ એક અકસ્માત, પડી જતા મહિલાનું મોત
બે લોકોના મોત થયા : કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. નાસભાગમાં એક 90 વર્ષીય પુરુષ અને અન્ય એક મહિલા સહિત બે લોકોના મોત થયા હતા. જેમની ઓળખ હજુ સુધી થઈ નથી. તે જ સમયે, 8 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.
-
#WATCH | Tamil Nadu: A huge crowd of devotees witness the entry of Lord Kallazhagar into the Vaigai River, for the unity & amity of the Saiva-Vaishnava, as part of the #MaduraiChithiraiFestival2022 festival, in Madurai pic.twitter.com/9zDL92LaOD
— ANI (@ANI) April 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Tamil Nadu: A huge crowd of devotees witness the entry of Lord Kallazhagar into the Vaigai River, for the unity & amity of the Saiva-Vaishnava, as part of the #MaduraiChithiraiFestival2022 festival, in Madurai pic.twitter.com/9zDL92LaOD
— ANI (@ANI) April 16, 2022#WATCH | Tamil Nadu: A huge crowd of devotees witness the entry of Lord Kallazhagar into the Vaigai River, for the unity & amity of the Saiva-Vaishnava, as part of the #MaduraiChithiraiFestival2022 festival, in Madurai pic.twitter.com/9zDL92LaOD
— ANI (@ANI) April 16, 2022
શ્રીહરિના આગમનની ઉજવણી : તમિલનાડુના મદુરાઈમાં ચિથિરાઈ થિરિજા ઉત્સવ દરમિયાન શુક્રવારે રથયાત્રા કાઢવામાં આવી હતી. મીનાક્ષી મંદિરનો આ સૌથી મોટો સમારોહ છે. આ રથયાત્રામાં પણ ભક્તોનો ધસારો રહ્યો હતો. તે ભગવાન શિવ અને દેવી મીનાક્ષીના લગ્નનો (wedding festival of Lord Shiva and Goddess Meenakshi) તહેવાર માનવામાં આવે છે. શ્રીહરિના આગમનની ઉજવણી માટે દર વર્ષે આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.
આ પણ વાંચો : ઉચ્ચ તાપમાનના કારણે રિએક્ટરમાં વિસ્ફોટ થઈ શકે છે, આંધ્રપ્રદેશમાં 6 લોકોના મોત
CM સ્ટાલિને સહાયની જાહેરાત કરી : ઉલ્લેખનીય છે કે, કોવિડ-19 પ્રતિબંધોને કારણે આ ઈવેન્ટ બે વર્ષના અંતરાલ પછી યોજાઈ રહી છે. તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિને મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા, ગંભીર રીતે ઈજાગ્રસ્તોને 2 લાખ રૂપિયા અને સામાન્ય ઈજાગ્રસ્તોને 1 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.