ફરિદાબાદ: હરિયાણા રાજ્યના મહાનગર ફરિદાબાદમાં ક્રાઈમ બ્રાંચે (Faridabad Crime Branch) ગે ડેટિંગ એપ્લિકેશન (Loot By Gay Dating Application) પર લૂંટ કરનારી એક ગૅંગનો પર્દાફાશ કર્યો છે. ડેટિંગ એપ્લિકેશન કેસમાં સંકળાયેલા ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. વાત અહીંથી અટકતી નથી. જે રીતે લૂંટ કરવામાં આવતી હતી એની રીત ભલભલાને વિચારતા કરી દે એવી છે. લોકોને શિકાર કરવા માટે ભેજાબાજોએ એવી આઈડિયા અપનાવ્યો હતો કે પીડિત પોલીસ ફરિયાદ (Police Complaint About Loot) કરતા પણ શરમાતા હતાં.
આ પણ વાંચો: લોકોને છેતરતા અને ખેડૂતોનો શિકાર કરવા શું કરતી હતી આ ગોંડલની ગેંગ?અશ્લીલ વીડિયો
આ રીતે થતો શિકાર: આરોપીઓ લોકો પાસેથી પૈસા ખંખેરવા માટે એક ડેટિંગ એપ્લિકેશનની મદદ લેતા હતા. એપ્લિકેશનની મદદથી તે લોકોનો સંપર્ક કરતા હતા. ચેટિંગમા 'મજા' આવે એવી અને ગલગલિયા થઈ જાય એવી વાત કરતા હતા. પછી ગે સેક્સ કરવા માટે એક ચોક્કસ લોકેશન પર બોલાવતા હતા. પછી હથિયારના જોરે એનો અશ્લીલ વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી દઈને લૂંટી લેતા હતા. શરમ અને સમાજમાં નાક કપાવવાના ડરથી પીડિત આ પીડા કોઈને કહી શકતા ન હતા અને સહન પણ કરી શકતા ન હતા. DCP નીતીશ અગ્રવાલે કહ્યું હતું કે, આ પ્રકારની ઘટનાને અંજામ આપતા આરોપીઓએ એનઆઈટી વિસ્તારના એક વ્યક્તિને ફસાવ્યો હતો. તારીખ 11 મે ના રોજ આ વ્યક્તિને એક રૂમમાં બોલાવવામાં આવ્યો હતો.
રૂપિયા 2 લાખની લૂંટ: આરોપીઓ પિસ્તોલ અને દેશી બંદુકને દેખાડીને પીડિત પાસેથી રૂપિયા 20 હજાર ખંખેરી લીધા હતા. આ સિવાય પીડિતના ક્રેડિટ કાર્ડમાંથી પણ રૂપિયા 1 લાખ ઉપાડી લીધા હતા. પછી ક્રેડિટ કાર્ડ પર રૂપિયા 1 લાખ 75 હજાર સ્વાઈપ કરાવ્યા હતા. આ રીતે પીડિત પાસેથી રૂપિયા 2 લાખ 95 હજાર પડાવી લીધા હતા. લૂંટ કર્યા બાદ ધમકી આપી હતી કે, બીજા કોઈને આ વાત કહી તો એનો વીડિયો વાયરલ કરી દેશે. જેના કારણે સમાજમાં બદનામી થશે. શરમ આવતી હોવાને કારણે પીડિતે પહેલા આ કેસ અંગે કોઈને ચર્ચા ન કરી. પણ દસ દિવસ બાદ તારીખ 22 મે ના રોજ તેણે હિંમત કરીને પોલીસ ફરિયાદ નોંધાવી
આ પણ વાંચો: મહિલાએ પાલતુ કૂતરા સાથે કર્યુ આ કૃત્ય, જાણીને તમને પણ થશે કે...
આ રીતે થઈ ધરપકડ: પોલીસ ફરિયાદને આધારે પોલીસે યુદ્ધના ધોરણે પગલાં લીઈને પોલીસે ગાંધી કોલોનીમાંથી આરોપીઓને પકડી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાંથી જાણવા મળ્યું કે, આવી તો આખી ગૅંગ છે. ટોળકીનો મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે બીડી તથા જયવીર ઉર્ફે વિક્કી ચંદેલાના કહેવાથી આવું કરાતું હતું. ગે ડેટિંગ એપ્લિકેશનનો ઉપયોગ લોકોને લૂંટવા માટે થતો હતો. છેલ્લા એક વર્ષથી આ પ્રકારની ઘટનાને તેઓ અંજામ આપી રહ્યા હતા. અત્યાર સુધીમાં ઘણા લોકો આ ગૅંગનો શિકાર થઈ ગયા છે. આ કેસમાં પોલીસે વિશાલ, કરણ અને પુનિત ઉર્ફે પોનીની ધરપકડ કરી છે. તમામની ઉંમર 19થી 23 વર્ષની છે. પુનિત એક ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.
આવી હતી એપ્લિકેશન: ગ્રિન્ડર નામની એપ્લિકેશન ગે માટેની છે. જેમાં લોકેશનના આધારે ઓનલાઈન ડેટિંગ થાય છે. જેમાં ગે અને ટ્રાંસજેન્ડર સાથે સંબંધ બનાવવા માટે લોકો સંપર્ક કરે છે. ગે માટેની આ એપ્લિકેશન વર્ષ 2009માં આવી હતી. જેનું મુખ્ય મથક અમેરિકાના કેલિફોર્નિયામાં છે. આ ફ્રી અને પ્રીમિયમ સર્વિસ એમ બંને રીતે કામ કરે છે.