ETV Bharat / bharat

Long Covid Syndrome રીકવરીમાં મુશ્કેલી વધારી શકે છે

Long Covid Syndrome એવી સ્થિતિ છે જેમાં કોરોના (Corona) સંક્રમણમાંથી રીકવરી પછી પણ લાંબા સમય સુધી શરીરમાં ગંભીર આડઅસર જોવા મળે છે. આ સ્થિતિ સંક્રમણના કારણે આંતરિક અવયવોને નુકસાન થતાં જોવા મળે છે. લાંબા કોવિડ સિન્ડ્રોમની સ્થિતિમાં કોરોનામાંથી સાજા થયેલા વ્યક્તિને લાંબા સમય સુધી શરીરના આવશ્યક આંતરિક અવયવોને થતાં નુકસાનનો ભોગ બનવું પડે છે.

Long Covid Syndrome રીકવરીમાં મુશ્કેલી વધારી શકે છે
Long Covid Syndrome રીકવરીમાં મુશ્કેલી વધારી શકે છે
author img

By

Published : Jun 25, 2021, 9:16 PM IST

  • લાંબો સમય રહી શકે છે કોવિડ સિન્ડ્રોમ (Long Covid Syndrome)
  • શરીરના આંતરિક અવયવોને કોરોનાથી નુકસાન થતાં થાય છે કોવિડ સિન્ડ્રોમ
  • ETV Bharat Sukhibhav દ્વારા નિષ્ણાત તબીબ સાથે થઇ વાતચીત

લાંબા કોવિડ સિન્ડ્રોમમાં (Long Covid Syndrome) દર્દીમાં તાવ ઓછો થયા પછી પણ લગભગ 3 મહિના સુધી કોરોનાના લક્ષણો અને અસરો જોવા મળે છે. આ સ્થિતિ સામાન્ય રીતે ચેપને કારણે સંકળાયેલા અંગોને થયેલાં નુકસાનને આભારી છે. Long Covid Syndrome વિશે વધુ જાણવા ઈટીવી ભારત સુખી ભવએ ઈકોકાર્ડિઓગ્રાફી એન્ડ એન્ડોક્રાઇન સોસાયટી ઓફ ઇન્ડિયન સોસાયટીના સભ્ય, ગોવા મેડિકલ કોલેજના પૂર્વ પ્રવક્તા, અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીના સભ્ય અને ગોવાના વરિષ્ઠ કાર્ડિયોલોજિસ્ટ ડો. મહેન્દ્ર કારે સાથે વાત કરી.

શરીરના આ 4 ભાગો પર કોરોનાનો સૌથી વધુ પ્રભાવ પડે છે

ડો.મહેન્દ્ર કારેએ જણાવ્યું કે માનવ શરીરના 4 ભાગો પર કોરોનાનો સૌથી વધુ પ્રભાવ પડે છે. ફેફસાં, હૃદય, ચેતાતંત્ર અને માનવ શરીરની સામાન્ય સિસ્ટમ, જેના કારણે વ્યક્તિ નબળાઇ અને થાક જેવી સમસ્યાઓ અનુભવે છે. લાંબા કોવિડ સંક્રમણ દરમિયાન દર્દીમાં તાવ ઓછો થયા પછી અથવા રિપોર્ટ નેગેટિવ આવ્યાં પછી પણ કોરોનાનાં લક્ષણો લાંબા સમય સુધી ચાલુ રહે છે. એવામાં ડોકટરો આવા દર્દીઓને સલાહ આપે છે કે જેમની કોરોના દરમિયાન ઇકો ટેસ્ટ થયો નથી, તેઓ આ પરીક્ષણ કરાવે. મોટાભાગના કિસ્સાઓમાં ડોકટરો સારવાર અથવા તપાસ માટે આવા તબક્કે વધુ લક્ષણો દેખાવાની રાહ જોતાં નથી. કારણ કે (Long Covid Syndrome) લાંબો કોવિડ સિન્ડ્રોમ ફેફસાં, હૃદય અને ચેતા સહિતના અન્ય કોઈ અંગને નુકસાનને કારણે પણ હોઈ શકે છે.

Long Covid Syndrome નીચે જણાવ્યું તે પ્રકારે શરીરના વિવિધ ભાગોને અસર કરી શકે છે.

ફેફસાંઃ

કોરોના સંક્રમણની સૌથી મોટી અસર ફેફસાં પર જોવા મળે છે. સંક્રમણની ગંભીર અસરો ફેફસાંના ફાઇબ્રોસિસ અને ફેફસાંની પેશીઓને નુકસાન પહોંચાડે છે જેનાથી શરીર પર ઘાતક અસરો થઈ શકે છે. તેનાથી વ્યક્તિની શ્વાસ લેવાની ક્ષમતાને અસર થાય છે, જે શરીરમાં ઓક્સિજન સપ્લાયને અસર કરે છે. ડો.મહેન્દ્ર કારે કહે છે કે કોરોનામાંથી સ્વસ્થ થયા પછી પણ જો કોઈ વ્યક્તિને લાંબા સમય સુધી શ્વાસ લેવામાં તકલીફ થાય અથવા ઓક્સિજનનું સ્તર વધુ કે ઓછું થઈ રહ્યું છે તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. સામાન્ય રીતે ડોકટરો ફેફસાંની સ્થિતિ જાણવા માટે 6 મિનિટ ચાલવાની કસોટીનો માપદંડ આપે છે. આ પરીક્ષણ દરમિયાન જો વ્યક્તિનું ઓક્સિજન સ્તર 95 ટકા કે તેનાથી પણ નીચે 90 ટકા આવે છે તો આ સ્થિતિ ફેફસાંમાં ફાઇબ્રોસિસની સંભાવનાની પુષ્ટિ કરે છે.

મસ્તિષ્કઃ કોરોના સંક્રમણને લીધે, ગંભીર આડઅસર મગજ પર પણ જોવા મળે છે. ડો.મહેન્દ્ર કારે જણાવે છે કે વિવિધ અવયવોને થતાં નુકસાન મગજને પણ અસર કરે છે. જેના કારણે Corona દરમિયાન અને પછી સ્મૃતિ ભ્રમ અને મૂંઝવણ જેવી સમસ્યાઓ જોવા મળે છે.

શરીરનું ચેતાતંત્રઃ થાક અને નબળાઇની સમસ્યા સામાન્ય રીતે સંક્રમણ દરમિયાન અને પછી પણ તમામ કોરોના દર્દીઓમાંં જોવા મળે છે. ફેફસાં અને હૃદયની સમસ્યાઓ ઉપરાંત શરીરની સામાન્ય સિસ્ટમ પર અસર થવાને કારણે પણ આ સમસ્યા થાય છે. પરંતુ (Long Covid Syndrome) લાંબા કોવિડ સિન્ડ્રોમમાં આ સમસ્યાની તીવ્રતા, સ્તર અને અસર વધુ હોઈ શકે છે.

પોસ્ટ રીકવરી લક્ષણો આપે છે જોખમની ચેતવણી

ડો.મહેન્દ્ર કારે જણાવે છે કે જો રીકવરીના સમયગાળા દરમિયાન અથવા તે પછી પણ શ્વાસ લેવામાં, છાતીમાં દુખાવો, ચાલવા પછી ચક્કર આવવા અથવા કોઈ શારીરિક પ્રવૃત્તિમાં મુશ્કેલી અનુભવાય તો તરત જ તબીબી સલાહ લેવી જોઈએ.

સંક્રમણ અને રીકવરી બંને ડાયાબિટીસને અસર કરે છે

ડો.મહેન્દ્ર કારેએ કહ્યું કે ડાયાબિટીસના દર્દીઓ પર કોરોના (Corona) સંક્રમણની અસર વધુ ગંભીર સ્વરૂપમાં જોવા મળે છે. શરીરમાં શર્કરાના સ્તરમાં વધારો ફક્ત ઘણી સમસ્યાઓ જ નહીં, પરંતુ રીકવરીને પણ અસર કરે છે. સંક્રમણ દરમિયાન ડાયાબિટીસની સારવારમાં પાંચ તથ્યો પર નજર રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેથી (Long Covid Syndrome) લાંબા કોવિડ સિન્ડ્રોમ સિવાય પણ અન્ય ગંભીર પ્રભાવોને નિયંત્રિત કરી શકાય.

આ પણ વાંચોઃ Hormonal Imbalance: મહિલાઓના અંતઃસ્ત્રાવ સ્વાસ્થ્યને પણ અસર કરી રહ્યો છે કોરોના

ડો.મહેન્દ્ર કારે કહે છે કે સારવાર દરમિયાન એવા ઘણા કિસ્સા બન્યાં છે કે જ્યાં દર્દીને પહેલેથી જ ખબર ન હતી કે તે ડાયાબિટીસથી પીડિત છે. તેઓ કહે છે કે ઘણી વખત એવી સ્થિતિ હોય છે વ્યક્તિમાં ડાયાબિટીસ ખૂબ આંશિક સ્તરે હોય છે. જેના કારણે ડાયાબિટીસના લક્ષણો જોવા મળતાં નથી અથવા તેના શરીર પર તેની અસર વધારે દેખાતી નથી. આ સ્થિતિમાં સારવાર પહેલાં ડાયાબિટીસની તપાસ કરવી જ જોઇએ. જેથી વ્યક્તિને જરૂરી અને યોગ્ય સારવાર આપી શકાય.

કોરોના દરમિયાન, તણાવજનક હોર્મોન્સમાં વધારો થવાને કારણે સામાન્ય લોકોમાં પણ ડાયાબિટીસની ઘટનાઓ બની છે. તેથી સારવાર દરમિયાન આ હકીકત ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જો વ્યક્તિ પહેલેથી જ ડાયાબિટીસનો દર્દી છે, તો સંક્રમણ દરમિયાન તેના લોહીમાં શર્કરાનું સ્તર વધે છે. જે સંક્રમણની અસર શરીર પર પણ વધુ ગંભીર બનાવી શકે છે.

શરીર પર કોરોના ઇન્ફેક્શનની તીવ્રતા હોય તો કેટલીકવાર સારવાર દરમિયાન દર્દીને સ્ટીરોઇડ્સ આપવામાં આવે છે. જેના કારણે લોહીમાં શર્કરાનું પણ વધી શકે છે.

જો સ્ટીરોઇડ્સની વધુ માત્રા આપવામાં આવ્યાં છે તો નિયમિત તપાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે સ્ટીરોઇડ્સને લીધે આગળના સમયમાં મ્યુકોરમાઈકોસીસ (Mucor mycosis) થવાની સંભાવનામાં- બ્લેક ફંગસના સંક્રમણનું જોખમ વધી જાય છે.

ડો.મહેન્દ્ર કારે કહે છે કે (Long Covid Syndrome) લોંગ કોવિડ સિન્ડ્રોમની સારવાર માટે જો દર્દીના લોહીમાં શર્કરાનું પ્રમાણ વધે તો ઇન્સ્યુલિનની મદદ લઈ શકાય છે. કારણ કે મોટાભાગના કેસોમાં શર્કરાનું સ્તર ફક્ત ઇન્સ્યુલિન દ્વારા નિયંત્રિત કરી શકાય છે. જોકે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ તબક્કે દર્દીની સ્થિતિ અને ઇન્સ્યુલિનનું પ્રમાણ બંને ધ્યાનમાં લેવાવું જોઈએ.

આ પણ વાંચોઃ કોવિડના દર્દીઓને હોસ્પિટલમાં સ્ટ્રોક આવવાનો ખતરો વધારે: સંશોધન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.