ETV Bharat / bharat

મહારાષ્ટ્ર વિધાનસભામાં લોકાયુકત બિલ પસાર, 'લોકપાલ'ના દાયરામાં આવનાર પ્રથમ રાજ્ય બન્યું - મહારાષ્ટ્ર વિધાનસભામાં લોકાયુકત બિલ પસાર

મહારાષ્ટ્ર વિધાનસભાના(Maharashtra Legislative Assembly) શિયાળુ સત્રમાં લોકાયુક્ત બિલ 2022 પસાર કરવામાં આવ્યું(Lokayukta Bill passed in Maharashtra Assembly) છે. લોકાયુક્ત અધિનિયમ બિલ રજૂ કરનાર મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં માહિતી આપી હતી. તેમણે કહ્યું કે તમામ મંત્રીઓ લોકાયુક્તના દાયરામાં આવશે.

Lokayukta Bill passed in Maharashtra Assembly

author img

By

Published : Dec 28, 2022, 8:03 PM IST

મહારાષ્ટ્ર: વિધાનસભામાં બુધવારે લોકાયુક્ત બિલ 2022 પસાર કરવામાં આવ્યું (Lokayukta Bill passed in Maharashtra Assembly) હતું, જેમાં મુખ્યપ્રધાન અને પ્રધાન પરિષદને ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા 'લોકપાલ'ના દાયરામાં લાવવાની જોગવાઈ હતી. શિક્ષકની પ્રવેશ પરીક્ષામાં થયેલા કથિત ગોટાળાને લઈને વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યા બાદ બિલ કોઈપણ ચર્ચા વગર પસાર થઈ ગયું હતું. આ બિલ સોમવારે ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું.

વિધાનસભામાં બુધવારે લોકાયુક્ત બિલ 2022 પસાર: નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે (Deputy Chief Minister Devendra Fadnavis)આ બિલને ઐતિહાસિક કાયદો ગણાવ્યો અને કહ્યું કે આવો કાયદો ઘડનાર મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય છે. બિલ મુજબ, મુખ્યપ્રધાન વિરુદ્ધ કોઈપણ તપાસ શરૂ કરતા પહેલા, વિધાનસભાની મંજૂરી લેવી પડશે અને પ્રસ્તાવ ગૃહ સમક્ષ મૂકવો પડશે. આવી દરખાસ્ત પસાર કરવા માટે, વિધાનસભાના કુલ સભ્યોના ઓછામાં ઓછા બે તૃતીયાંશ સભ્યોની સંમતિ જરૂરી રહેશે.

આ પણ વાંચો: Winter Session 2022: ચીન સાથે સીમા વિવાદ મામલે સંસદમાં હંગામો

મહારાષ્ટ્રમાં પણ લોકાયુક્ત એક્ટને મંજૂરી: શિયાળુ સત્ર પહેલા જ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે જે રીતે કેન્દ્રમાં લોકપાલ બિલને મંજૂરી આપવામાં આવી(Lokayukta Act also approved in Maharashtra) છે તેવી જ રીતે અણ્ણા હજારે મહારાષ્ટ્રમાં પણ લોકાયુક્ત એક્ટને મંજૂરી આપવાની સતત માગણી કરી રહ્યા છે. ગત વખતે જ્યારે રાજ્યમાં ભાજપ-શિવસેના ગઠબંધનની સરકાર હતી ત્યારે અમે અણ્ણા હજારેની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. સમિતિએ કેટલીક ભલામણો કરવાની હતી. અમે લોકપાલની તર્જ પર મહારાષ્ટ્રમાં લોકાયુક્ત લાગુ કરવા માટે અણ્ણા હજારે કમિટીના રિપોર્ટને મંજૂરી આપી દીધી છે.

આ પણ વાંચો: આજે વિધાનસભાનું એક દિવસીય સત્ર શરુ, ઇમ્પેક્ટ ફી સુધારો બિલ ગૃહમાં પસાર કરાશે

બેઠકની અધ્યક્ષતા મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ કરી: નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આ સત્રમાં બિલ રજૂ કરવામાં આવશે. હવે નવી સરકાર બન્યા બાદ અમે ફરીથી તે સમિતિ શરૂ કરી છે. અણ્ણા હજારેની સમિતિએ આપેલા અહેવાલને સરકારે સંપૂર્ણપણે સ્વીકારી લીધો છે. તદનુસાર, અમારી કેબિનેટે નવો લોકાયુક્ત અધિનિયમ બનાવવાના બિલને મંજૂરી આપી. ફડણવીસે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી કે આ બેઠકની અધ્યક્ષતા મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ કરી (Chief Minister Eknath Shinde) હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.