- હરિયાણામાં કોરોનાના કેસમાં વધારો
- રાજ્યમાં પૂર્ણ લોકડાઉનની શક્યતા
- ગૃહ પ્રધાને અધિકારીઓ પાસેથી કોરોનાની સ્થિતિ અગે અહેવાલ માંગ્યો
હરિયાણાઃ કોરોનાના વધતા જતા કેસને જોતા હરિયાણા સરકાર ટૂંક સમયમાં લોકડાઉન લગાવી શકે છે. એક પ્રશ્નના જવાબમાં મુખ્યપ્રધાન મનોહર લાલએ કહ્યું કે, આરોગ્ય અને ગૃહ પ્રધાન અનિલ વિજેએ અધિકારીઓ પાસેથી કોરોનાની સ્થિતિ અંગે અહેવાલ માગ્યો છે. અધિકારીઓ આ અહેવાલ રવિવારે સાંજ સુધીમાં ગૃહ પ્રધાનને સુપરત કરશે. ત્યારબાદ હરિયાણામાં લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવશે.
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1,02,516
હરિયાણામાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. શનિવારની વાત કરીએ તો શનિવારે રાજ્યમાંથી 13,588 નવા દર્દીઓ નોંધાયા હતા. આ નવા કોરોના દર્દીઓ નોંધાતા રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1,02,516 થઈ છે. હરિયાણામાં રેકોર્ડ 125 દર્દીઓનાં મોત પણ થયાં હતા.
આ પણ વાંચોઃ કોરોનાને કારણે થયેલા મોતના સરકારી આંકડા અને સ્મશાનમાં અંતિમવિધિ થયેલા મૃતદેહોની સંખ્યા વચ્ચે તફાવત કેમ?
હોસ્પિટલોમાં ઓક્સિજન અને બેડની અછત
વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારે પહેલાથી જ હરિયાણામાં નાઇટ કર્ફ્યૂ લગાવી દીધો છે. હરિયાણા સરકાર સૌથી વધુ કોરોના સંક્રમણ જિલ્લાઓમાં સાપ્તાહિક લોકડાઉન પણ લગાવી દીધું છે. જોકે, આ પછી પણ રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દર્દીઓની વધતી સંખ્યાને કારણે રાજ્યની હોસ્પિટલોમાં ઓક્સિજન અને બેડની અછત જોવા મળી છે. હરિયાણામાં બેકબૂ થઈ રહેલા કોરોનાને લઈ ગૃહ અને આરોગ્ય પ્રધાન અનિલ વિજેએ અધિકારીઓ પાસેથી દરેક જિલ્લાનો અહેવાલ માગ્યો છે. અધિકારીઓ રવિવાર સાંજ સુધીમાં આ અહેવાલ રજૂ કરશે. જે બાદ સમીક્ષા બેઠકમાં હરિયાણામાં લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવશે.