ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં 1 લી જૂન સુધી લંબાવાયુ લોકડાઉન, આવશ્યક સેવાઓને મળશે છૂટ

રાજ્યની બહારથી પ્રવેશતા પ્રત્યેક વ્યક્તિ તેઓ કયા પ્રકારનાં પરિવહન આવે છે તે ધ્યાનમાં લીધા વિના પ્રવેશ પહેલાં RT- PCR રિપોર્ટ નેગેટિવ હોવો આવશ્યક છે અને રિપોર્ટ 48 કલાકથી વધુ જૂનો ન હોવો જોઈએ.

મહારાષ્ટ્ર લોકડાઉન
મહારાષ્ટ્ર લોકડાઉન
author img

By

Published : May 13, 2021, 1:24 PM IST

  • મહારાષ્ટ્રમાં ફરીથી લંબાવાયુ લોકડાઉન
  • 1લી જૂન સુધી લોકડાઉન રહેશે અમલમાં
  • માત્ર આવશ્યક સેવાઓને મળશે છૂટ-છાટ

મુંબઈઃ દેશમાં સૌથી વધુ કોરોના કેસ ધરાવતા રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણની ચેન તોડવા માટે લોકડાઉન લંબાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યમાં 1 જૂન સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન અમલમાં રહેશે. રાજ્યમાં 15 મે સુધી લોકડાઉન અમલમાં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ હવે તેને ફરીથી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકડાઉન દરમિયાન રાજ્ય પહેલાની જેમ જ માત્ર આવશ્યક સેવાઓ માટે જ છૂટ મળશે. આ અગાઉ લાદવામાં આવેલા પ્રતિબંધો પણ રહેશે.

આ પણ વાંચોઃ કોરોના અંગેની કામગીરી અંગે વડાપ્રધાન મોદીએ કરી ઉદ્ધવ સરકારની સરાહના

માલ-પરિવહકની ગાડીઓમાં ડ્રાઈવર અને ક્લિનરને જ મંજૂરી

માલ-પરિવહકની ગાડીઓમાં ડ્રાઈવર અને ક્લિનર સિવાયના ત્રીજા વ્યક્તિને મંજૂરી આપવામાં આવશે નહીં અને જો આવા વાહનો રાજ્યની બહારથી પણ પ્રવેશ કરે છે, તો ડ્રાઇવર અને ક્લીનરને પણ નેગેટિવ કોરોના રિપોર્ટ સાથે આવવું પડશે અને મહત્તમ 7 દિવસ સુધી રાજ્યમાં જ રહેવું પડશે. જો 7 દિવસથી વધારે રહેશે તો ક્વોરન્ટાઇન કરવામાં આવશે.

APMC કોરોનાના નિયમોનું સખતપણે પાલન કરવા આદેશ

સ્થાનિક અધિકારીઓને કૃષિ ઉત્પાદક બજારો (એપીએમસી)માં કોરોનાના નિયમોનું સખતપણે પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. જે લોકો એરપોર્ટ અને બંદરો પર દવાઓ અને તબીબી ઉપકરણોથી સંબંધિત માલના સંચાલનમાં સામેલ છે તેમને સ્થાનિક પરિવહન, મોનો રેલ અને મેટ્રો રેલથી ટ્રાફિકની મંજૂરી આપવામાં આવશે.

આ પણ વાંચોઃ ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા સુથારપાડા ગામમાં 5 દિવસીય સ્વૈચ્છિક લોકડાઉન

અગાઉ 15 મેં સુધી જ લોકડાઉન કરી હતી જાહેરાત

દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસો જોવા મળ્યા છે અને કોરોનાની બીજી લહેરમાં પણ સૌથી વધુ પોઝિટિવ કેસ અને સૌથી વધુ મોત થયા છે. ગયા મહિને, મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી હતી. જેને 15 મે સુધી લંબાવી દેવામાં આવી હતી અને હવે રાજ્યમાં લોકડાઉન 1 જૂનને સવારે 7 વાગ્યા સુધી વધારવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.