- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યપ્રધાનો સાથે બેઠક કરી રહ્યા છે કે, જ્યા હાલમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વડાપ્રધાને કહ્યું કે, દરેક રાજ્યએ સુનિશ્વિત કરવું પડશે કે, કોઈ પણ બીજા રાજ્યમાં જતા ઓક્સિજન ટેન્કરને રોકવામાં ન આવે.
- તેમણે રાજ્યોને વિવિધ હોસ્પિટલોમાં ઓક્સિજન પહોંચાડવા માટે ઉચ્ચ સ્તરીય સંકલન સમિતિની રચના કરવા અપીલ કરી
- આ સમિતિ તે નિશ્વિત કરશે કે, કેન્દ્ર દ્વારા જ્યારે ઓક્સિજન ફાળવવામાં આવે ત્યારે તાત્કાલિક ઓક્સિજનનું વિતરણ કરવામાં આવે.
- વડાપ્રધાને કહ્યું કે, જેમ બને તેમ તુરંત ઓક્સિજન પહોંચાડવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
- ઓક્સિજન પહોંચાડવા માટે રેલવે તરફથી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન પણ ચલાવવામાં આવી રહી છે.
- વડાપ્રધાને કહ્યું કે, વાયુ સેનાની મદદથી પણ ઓક્સિજનની સપ્લાય કરવામાં આવી રહી છે.