ETV Bharat / bharat

CBSE ટોપરને LICએ નોટિસ મોકલતા, નાણાપ્રધાને લીધા આવા પગલા... - કેન્દ્રીય નાણા પ્રધાનનું નિવેદન

લોનની ચુકવણી માટે(Pressure to repay the loan) એજન્ટો દ્વારા અનાથ છોકરીને હેરાન કરવામાં આવતા હોવાના અહેવાલોને ધ્યાનમાં લેતા, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આ મામલે તપાસના આદેશ(Statement of the Union Finance Minister) આપ્યા હતા. પીડિતાના માતા-પિતા કોવિડના કારણે મૃત્યુ પામ્યા હતા. હવે આ કેસમાં ટોપર વનિષાને LIC તરફથી નોટિસ મળી(LIC notice to CBSE topper Vanisha) છે, શું છે આ નોટિસમાં વાંચો.

CBSE Topper Vanisha
CBSE Topper Vanisha
author img

By

Published : Jun 8, 2022, 1:25 PM IST

ભોપાલ : કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમણે(Statement of the Union Finance Minister) CBSE 10મા બોર્ડની ટોપર વનિષા પાઠકને તેના માતા-પિતાના અવસાન બાદ LICની નોટિસ મળી(LIC notice to CBSE topper Vanisha) હોવાની નોંધ લીધી હતી. આ પછી LICના અધિકારીઓ વનિષાને મળવા આવ્યા હતા. તેમને એક પત્ર પણ આપ્યો હતો. આ પછી પણ વનિષા સંતુષ્ટ દેખાઇ રહી નથી. વાસ્તવમાં પત્રમાં લોનના વ્યાજની રકમ જ રાખવાની વાત કહેવામાં આવી છે. વનિષાએ જણાવ્યું કે જો લોન માફ થશે તો જ તે સુખી જીવન જીવી શકશે.

CBSE Topper Vanisha
CBSE Topper Vanisha

વનિષાની માંગ, લોનની રકમ માફ કરો - વનિષાએ જણાવ્યું હતું કે, LICના અધિકારીઓ તેમને મળવા આવ્યા હતા. અધિકારીઓએ હાલ કઇ પણ સ્પષ્ટપણે કહ્યું નથી. હાલમાં, આ લોનને જાન્યુઆરી 2023 સુધી હોલ્ડ પર રાખવાનું કહેવામાં આવ્યું છે. વ્યાજની રકમ માફ કરવામાં આવશે કે નહીં તે વિશે સ્પષ્ટપણે કંઈ કહેવામાં આવ્યું નથી. જો વ્યાજની રકમ પણ માફ કરવામાં આવે તો માત્ર 3 લાખ જ માફ થશે. 26 લાખની લોન છે, તે કેવી રીતે ચૂકવવામાં આવશે. વનિષાએ સરકાર પાસે માંગ કરી છે કે, લોનના સમગ્ર નાણાં માફ કરવામાં આવે. આ સાથે તે તેના માતા-પિતા દ્વારા આપવામાં આવેલા ઘરમાં રહી શકશે અને તેનું સ્વપ્ન સાકાર થશે.

લોનની ભરપાઇ કરવા માટે પ્રેશર - CBSE 10ની પરીક્ષામાં વનિષા પાઠકે ટોપ કર્યું હતું. તેના માતા-પિતા કોવિડને કારણે મૃત્યુ પામ્યા હતા. 99 ટકા માર્કસ મેળવનારી વનિષા તેના માતા-પિતાના અવસાન બાદ ખૂબ જ દુઃખી હતી. તેનો એક નાનો ભાઈ છે જે તેના મામા સાથે રહે છે. તેમના માતા-પિતાના મૃત્યુ બાદ બંનેને સરકાર તરફથી લગભગ 2 લાખ રૂપિયાની રકમ મળી હતી અને દર મહિને બંને ભાઈ-બહેનને પાંચ હજાર રૂપિયા મળે છે. તેના પિતાએ LIC પાસેથી લોન લીધી હતી. LIC પાસેથી 26 લાખ રુપીયીની લોન લેવામાં આવી હતી. રકમ પરનું વ્યાજ લગભગ 3 લાખ થઈ ગયું છે. આ કારણોસર LIC તેમને સતત નોટિસ આપી રહી છે. આ પછી, LICએ તેમનું ઘર જપ્ત કરી લેવાની પણ વાત કહી હતી.

ટોપરના પિતા LICમાં નોકરી કરતા હતા - સીતારમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, 'કૃપા કરીને આ તપાસો, વર્તમાન પરિસ્થિતિ વિશે ટૂંકી માહિતી પણ આપો'. ભોપાલની રહેવાસી 17 વર્ષની વનીશા પાઠકના પિતા LICમાં એજન્ટ હતા અને તેમણે તેમની ઓફિસમાંથી લોન લીધી હતી. વનિષા સગીર છે, તેથી LICએ તેના પિતાની તમામ બચત અને માસિક કમિશન બંધ કરી દીધું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2021માં કોવિડની બીજી લહેર દરમિયાન તેના પિતાનું અવસાન થયું હતું. તેમને 29 લાખ રૂપિયા ચૂકવવા માટે 2 ફેબ્રુઆરી, 2022ના રોજ અંતિમ કાનૂની નોટિસ મળી હતી. અન્યથા તેને કાનૂની પરિણામોનો સામનો કરવાનું કહેવામાં આવ્યું હતું.

જાણો કોણ છે વનિષા - મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની વનિષા પાઠકે CBSE 10માની પરીક્ષામાં 99.8 ટકા મેળવ્યા છે. કોવિડને કારણે તેના માતા-પિતાને ગુમાવી દીધા છે. વનિષાએ જણાવ્યું હતું કે, જ્યારે તેના માતા-પિતા હોસ્પિટલમાં દાખલ હતા, તે દરમિયાન પણ તે પરીક્ષાની તૈયારી કરી રહી હતી. પુત્રીએ પિતાને આપેલા વચનને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરી અને ટોચના રેન્કિંગમાં સ્થાન મેળવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.