ETV Bharat / bharat

AAPને જાહેરાત પર કરેલા રૂપિયા 97 કરોડના ખર્ચની વસૂલાતનો અપાયો આદેશ

author img

By

Published : Dec 20, 2022, 6:12 PM IST

વર્ષ 2016ના એક કેસમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ આમ આદમી પાર્ટી પાસેથી 97 કરોડ રૂપિયા વસૂલવા અને તેને સરકારી ભંડોળમાં જમા કરવાનો આદેશ આપ્યો છે. આ મામલો કેજરીવાલની છબી બનાવવા માટે સરકાર દ્વારા જાહેરાતો પર 97 કરોડ રૂપિયા ખર્ચવાનો (AAP party spent 97 crore on advertising) છે.

AAPને જાહેરાત પર કરેલા રૂપિયા 97 કરોડના ખર્ચની વસૂલાતનો અપાયો આદેશ
AAPને જાહેરાત પર કરેલા રૂપિયા 97 કરોડના ખર્ચની વસૂલાતનો અપાયો આદેશ

નવી દિલ્હી: દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ દિલ્હી સરકારના મુખ્ય સચિવને આમ આદમી પાર્ટી પાસેથી 97.14 કરોડ રૂપિયા અને જાહેરાતની વસ્તુ પર ખર્ચવામાં (AAP party spent 97 crore on advertising) આવેલા વ્યાજ સાથે વસૂલવાનો આદેશ આપ્યો છે. વર્ષ 2016 માં આમ આદમી પાર્ટી શાસિત દિલ્હી સરકાર દ્વારા જાહેરાતો પર સરકારી નાણાં ખર્ચવાની ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારબાદ ઉપરાજ્યપાલે તપાસનો આદેશ આપ્યો હતો. આ મામલો કોર્ટમાં જતા કોર્ટે સરકારી નાણાના દુરુપયોગ વિશે કહી AAPને આ રકમ સરકારી તિજોરીમાં જમા કરવાનો આદેશ (LG ORDERS RECOVERY OF RS 97 CRORE FROM AAP PARTY) આપ્યો.

કરોડો રૂપિયા પાણીની જેમ ખર્ચ્યા: કોર્ટના આદેશને ટાંકીને ઉપરાજ્યપાલે દિલ્હી સરકારના મુખ્ય સચિવ નરેશ કુમારને એક મહિનામાં આમ આદમી પાર્ટી પાસેથી રકમ વસૂલવાનો આદેશ આપ્યો છે. કૉંગ્રેસના નેતા અજય માકને જાહેરાતની વસ્તુમાં સરકારી ભંડોળના ગેરકાયદેસર ઉપયોગ અંગે ફરિયાદ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, દિલ્હી સરકારે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીને જનતા વચ્ચે પ્રોજેક્ટ કરવા માટે સરકારી પૈસાની જાહેરાતમાં કરોડો રૂપિયા પાણીની જેમ ખર્ચ્યા છે.

તપાસ સમિતિની રચના કરાઈ: આ ફરિયાદની તપાસ માટે તત્કાલિન ઉપરાજ્યપાલ નજીબ જંગના આદેશ પર એક સમિતિની રચના કરવામાં આવી હતી. તે સમિતિએ તેને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન પણ ગણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ પર, કેન્દ્ર સરકારે સરકારી જાહેરાતોની તપાસ માટે ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર બીબી ટંડનની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી.

પાંચ વર્ષથી વધુ સમય બાદ આપ્યો આદેશ: હવે પાંચ વર્ષ અને આઠ મહિના બાદ કોર્ટ અને કમિટીના રિપોર્ટને ટાંકીને લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ આમ આદમી પાર્ટી પાસેથી 97.14 કરોડ રૂપિયા વસૂલવાનો આદેશ (LG ORDERS RECOVERY OF RS 97 CRORE FROM AAP PARTY) આપ્યો છે. આ રકમ દિલ્હી સરકારના માહિતી અને પ્રચાર વિભાગ (DIP)ને ફાળવવામાં આવેલા બજેટમાંથી ખર્ચવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.