- 'ભગવદ્ ગીતા પર મિમાંસા' સ્વામી ચિદભવનંદજીની મુખ્ય કૃતિ
- આ ગીતાનો આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં કરાયો છે અનુવાદ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગીતા વિશે પોતાનું સંબોધન આપશે
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારના રોજ ડિજિટલ માધ્યમથી સ્વામી ચિદભવનંદની ઇ-ભગવદ ગીતાનું લોકાર્પણ કરશે અને ગીતા વિશે પોતાનું સંબોધન પણ આપશે. પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યા અનુસાર, સ્વામી ચિદભવનંદની ભાગવત ગીતાની પાંચ લાખ નકલોના વેચાણ પ્રસંગે આ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:પાટણના ચારૂપ ખાતે જીઆઇડીસી પ્લોટનું મુખ્ય પ્રધાને ઈ લોકાર્પણ કર્યું
સ્વામી ચિદભવનંદજીએ 186 જેટલા પુસ્તકો આપ્યા છે
તમિળનાડુના તિરુચિરાપલ્લીમાં સ્વામી ચિદભવનંદ શ્રી રામકૃષ્ણ તપોવન આશ્રમના સ્થાપક છે. સાહિત્યની વિવિધ શૈલીમાં તેમણે 186 પુસ્તકો લખ્યા છે. જેમાં 'ભગવદ્ ગીતા પર મિમાંસા' તેમની મુખ્ય કૃતિ છે. PMOના નિવેદન અનુસાર, તમિળ ભાષામાં ગીતા પરની તેમની ટિપ્પણી 1951માં અને 1965માં અંગ્રેજીમાં પ્રકાશિત થઈ હતી. આ પુસ્તકનું તેલુગુ, ઉડિયા અને જર્મન અને જાપાની ભાષાઓમાં ભાષાંતર પણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:વડાપ્રધાન મોદીએ કેવડિયા માટેની ટ્રેનોને આપી લીલી ઝંડી, કેવડિયા રેલવે સ્ટેશનનું પણ લોકાર્પણ