ETV Bharat / bharat

દેશમાં કોવિડ-19ના 16,464 નવા કેસ, 24 લોકોના મોત

દેશમાં કોરોનાના આંકમાં દિવસેને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે. આથી, આજે છેલ્લા એક દિવસમાં કોરોનાના 16,464 નવા કેસ નોંધાયા (Corona Cases In India) હતા. આ સાથે જ, 24 લોકોના મૃત્યુ થયા હતા. હાલ, દેશમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 4,40,36,275 થઈ ગઈ છે.

Corona Cases In India
Corona Cases In India
author img

By

Published : Aug 1, 2022, 5:13 PM IST

નવી દિલ્હી: ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 16,464 નવા કેસ નોંધાઈ (Corona Cases In India) ગયા બાદ, દેશમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 4,40,36,275 થઈ ગઈ છે. આ સાથે જ સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 1,43,989 થઈ ગઈ છે. સોમવારે સવારે 8 કલાકે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં સંક્રમણથી વધુ 24 લોકોના મૃત્યુ થતા, કુલ મૃત્યુઆંક વધીને 5,26,396 થઈ ગયો છે.

આ પણ વાંચો : Corona Cases Update : ગુજરાતમાં 1012 તો દેશમાં 20,409 નવા પોઝિટિવ કેસ નોંધાયા

દેશમાં એક્ટિવ કેસ : દેશમાં કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 1,43,989 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.33 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 313નો વધારો થયો છે. દર્દીઓના સાજા થવાનો દર 98.48 ટકા નોંધાયો છે. જાહેર કરેલા આંકડા મુજબ, દૈનિક સંક્રમણ દર 6.01 ટકા છે, જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 4.80 ટકા છે.

કોરોનાનો મૃત્યુદર 1.20 ટકા : દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,33,65,890 લોકો સંક્રમણથી મુક્ત થયા છે અને કોવિડ-19ના કારણે મૃત્યુદર 1.20 ટકા છે. આ સાથે જ દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 204.34 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, 7 ઓગસ્ટ 2020 ના રોજ, દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020 ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020 ના રોજ, 40 લાખથી વધુ થઈ ગઈ હતી.

આ પણ વાંચો : ચોમાસામાં વાયરલ ફિવરના કેસ વધ્યા, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાતી થઈ

કુલ કેસનો આંક 4 કરોડને પાર કરશે : સંક્રમણના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને, જ્યારે 19 ડિસેમ્બર 2020 ના રોજ, દેશમાં આ કેસ એક કરોડને પાર થઈ ગયા હતાં. ગયા વર્ષે 4 મેના રોજ, સંક્રમિતોની સંખ્યા 2 કરોડ અને 23 જૂન, 2021 ના ​​રોજ, 3 કરોડ વટાવી ગયા હતાં. આ વર્ષે 25 જાન્યુઆરીએ કેસ 4 કરોડને પાર કરી ગયાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.