ETV Bharat / bharat

Subrahmanyam Jaishankar: સુબ્રહ્મણ્યમ જયશંકરે કહ્યું કે ભારત કોઈના પ્રભાવમાં નથી આવતું

PM નરેન્દ્ર મોદીની વિદેશ નીતિના 9 વર્ષ પૂર્ણ થવા પર એક પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ પ્રધાને કરી હતી. જેમાં તેમણે કહ્યું કે વિશ્વનો મોટો હિસ્સો અમને વિકાસ ભાગીદાર તરીકે જુએ છે. આટલું જ નહીં, તેમણે કહ્યું કે આજે ભારતની બીજી છબી આર્થિક ભાગીદારની છે. આજથી વિદેશ પ્રધાન એસ. જયશંકર પણ લોકોને મોદી સરકારની ઉપલબ્ધિઓ લોકોને ગણાવશે. લોકસભાની ચૂંટણીની તૈયારીઓ આદરી દીધી હોય તેવું જોવા મળી રહ્યું છે.

સુબ્રહ્મણ્યમ જયશંકરે કહ્યું કે ભારત કોઈના પ્રભાવમાં નથી આવતું

author img

By

Published : Jun 8, 2023, 4:04 PM IST

નવી દિલ્હી: નરેન્દ્ર મોદી સરકારના નવ વર્ષ પુરા થયા છે. જેની ઉજવણી ભાજપના દરેક નેતાઓ કરી રહ્યા છે. જેને લઇને આજે દેશના વિદેશ પ્રધાન એસ જયશંકરે પત્રકાર પરિષદ યોજી હતી. આજથી તેઓ બે દિવસીય આઉટરીચ પ્રોગ્રામ શરૂ કરી રહ્યા છે. આ પ્રસંગે તેઓ અફઘાન શીખ શરણાર્થીઓ અને વિદ્યાર્થીઓને મળશે જેઓ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે પોતાનો અભ્યાસ છોડીને ભારત આવ્યા હતા.

અસરકારક વિકાસ ભાગીદાર: વિદેશ પ્રધાન એસ જયશંકરે ગુરુવારે જણાવ્યું હતું કે ભારત હવે વિશ્વ દ્વારા વધુને વધુ "વિશ્વસનીય" અને "અસરકારક" વિકાસ ભાગીદાર તરીકે ઓળખાય છે, ખાસ કરીને "ગ્લોબલ સાઉથ" માં. નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે પત્રકાર પરિષદને સંબોધતા જયશંકરે કહ્યું કે વિશ્વ, ખાસ કરીને ગ્લોબલ સાઉથ ભારતને વિકાસ ભાગીદાર તરીકે જુએ છે. ભારતની છબી જમીન પર વિકાસ યોજનાઓ અમલમાં મૂકનાર દેશની બની રહી છે. અન્ય દેશો હવે ભારતને વિશ્વસનીય અને અસરકારક વિકાસ ભાગીદાર તરીકે જોઈ રહ્યા છે.

વિકાસ ભાગીદાર: 2024ની લોકસભા ચૂંટણી પહેલા, જયશંકરને રાષ્ટ્રીય રાજધાનીમાં સાતમાંથી ચાર સંસદીય મતવિસ્તારોમાં વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની કેન્દ્રની સિદ્ધિઓ વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી ભાજપના મહિના-લાંબા અભિયાનના સુકાન પર મૂકવામાં આવ્યા છે. આ દરમિયાન તેઓ નવી દિલ્હી, દક્ષિણ દિલ્હી, ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિલ્હીમાં પ્રચારનો ભાગ બનશે. ગુરુવારની પ્રેસ કોન્ફરન્સમાં બોલતા જયશંકરે વધુમાં કહ્યું કે વિશ્વનો મોટો હિસ્સો અમને વિકાસ ભાગીદાર તરીકે જુએ છે.

"પીએમ મોદીના નેતૃત્વમાં ભારત સરકારની છબી એવી સરકારની બની રહી છે. જે જનતાને આપેલા વિકાસના વચનોને પૂર્ણ કરી રહી છે. આ સિવાય દુનિયાભરના દેશો હવે ભારતને આર્થિક ભાગીદાર તરીકે જોવા લાગ્યા છે. જયશંકરે ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કેનેડાના બ્રેમ્પટનમાં તાજેતરમાં યોજાયેલી ઉજવણીને લગતા વિવાદ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે મને લાગે છે કે આમાં મોટો મુદ્દો સામેલ છે"-- સુબ્રહ્મણ્યમ જયશંકર (વિદેશ પ્રધાન)

ભારતની છબી: આ મામલામાં મોટો સવાલ એ છે કે આની પાછળ વોટ બેંકની રાજનીતિ સિવાય શું હોઈ શકે. કોઈ આવું કેમ કરશે. તેમણે કહ્યું કે મને લાગે છે કે આ ભારત-કેનેડિયન સંબંધો માટે સારું નથી. કેનેડા માટે પણ સારું નથી. ભારતની છબીને લઇને તેઓ પોતાની વાતને મિડિયા સમક્ષ રાખી હતી. જેમાં ગુરુવારની પ્રેસ કોન્ફરન્સમાં બોલતા જયશંકરે વિકાલની પણ વાત કરી હતી. નરેન્દ્ર મોદી સરકારની નવ વર્ષની વિદેશ નીતિ પર આજે તેમણે પત્રકાર પરિષદ યોજી હતી.

  1. Dr S Jaishankar: EAM એસ જયશંકર ગુજરાતની બે દિવસીય મુલાકાતે વડોદરા આવી પહોંચ્યા
  2. કેન્દ્રીય વિદેશ પ્રધાન ડો.એસ.જયશંકરનું વડોદરા એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત
  3. વિશ્વ પાકિસ્તાનને આતંકવાદના 'એપીસેન્ટર' તરીકે જુએ છેઃ વિદેશ પ્રધાન જયશંકર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.