નવી દિલ્હીઃ સેના પ્રમુખ મનોજ પાંડેએ ગુરુવારે યુદ્ધમાં જમીનનું મહત્વ વર્ણવ્યું છે. તેમાંય જો એલએસી પર વિવાદ ચાલતો હોય ત્યારે યુદ્ધમાં જમીનનું મહત્વ અનેકગણું વધી જાય છે.
ચાણક્ય સંવાદઃ નવી દિલ્હીના આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં ચાણક્ય સંવાદ કાર્યક્રમના ઉદ્દઘાટનમાં સેના પ્રમુખે નિવેદન આપ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષાનું મહત્વ વધી રહ્યું છે. ભૂમિ યુદ્ધમાં આમૂલ પરિવર્તન થઈ રહ્યું છે. પ્રમુખ મનોજ પાંડે જે છેલ્લા એક વર્ષથી શીર્ષ પદ પર છે. સંચાલન મુદ્દે આપણે સ્થિર છીએ.
અત્યારે યુદ્ધનું વાતાવરણઃ અત્યારે દુનિયા રશિયા-યુક્રેન અને હમાસ-ઈઝરાયલના સમયમાંથી પસાર થઈ રહી છે. મિલિટરી સ્ટ્રેટેજિસ્ટ અને એનાલિસ્ટ અત્યારે આધુનિક યુદ્ધમાં બદલાતી જતી રણનીતિ પર ચર્ચા કરી રહ્યા છે. પૂર્વ સેના પ્રમુખ બિપિન રાવત જે પહેલા સીડીએસ બન્યા છે તેમણે સૈન્યની ત્રણેય પાંખને સંયુક્ત કરવા માટે 'થિયેટરાઈઝેશન'નો વિચાર રજૂ કર્યો છે.
રશિયા યુદ્ધથી શીખઃ જનરલ પાંડેએ જણાવ્યું કે આર્મીએ અત્યારે ફોર્સ રિસ્ટ્રકચરિંગ, ટેકનોલોજી ફ્યુઝન, રિફોર્મિંગ એક્ઝિસટિંગ સ્ટ્રકચર્સ અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સેના પ્રમુખે રશિયા-યુક્રેન યુદ્ધ પર જણાવ્યું કે, આ યુદ્ધ પરથી સૈન્ય હાર્ડવેરના આયાત પર ભરોસો રાખવો ન જોઈએ તેવી શીખ સૈન્યએ લેવી જોઈએ.
લાર્જર ડિફેન્સ ઈકોસિસ્ટમઃ સૈન્યની ત્રણેય પાંખ સંયુકત થઈને કામ કરે તેના પર બોલતા તેમણે જણાવ્યું કે આપણે લાર્જર ડિફેન્સ ઈકોસિસ્ટમ બનીને કાર્ય કરી રહ્યા છીએ. મંત્રાલયની અંદર અને બહાર આપણે તેમની સાથે જોડાવવાની જરુર છે. આપણે અનેક મંત્રાલયો સાથે સંકળાયેલા છીએ. આપણે વીજળી, બેઝિક ઈન્ફ્રાસ્ટ્રકચર, વિકાસ અને શિક્ષણ મંત્રાલય સાથે સંપર્કમાં છીએ. આ સહયોગ બહુ મહત્વપૂર્ણ છે અને તેનાથી આપણને લાભ થશે.