ETV Bharat / bharat

Lok sabha Election 2024: લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કર્યો છે કટાક્ષ, લાલુના નિવેદન પર થઈ શકે છે વિવાદ

રાજદ સુપ્રીમો લાલુ યાદવ પોતાના નિવેદનો માટે જાણીતા છે. તેઓ પોતાના વિરોધીઓ માટે ઘણી વાર અવિચારી નિવેદન પણ કરતા હોય છે. આ વખતે તેમના નિશાના પર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. લાલુ પ્રસાદના આ નિવેદનને લઈ વિવાદ થશે તે નક્કી છે. વાંચો સમગ્ર ઘટના

લખનઉ એરપોર્ટ પર લાલુએ આપ્યુ બેફામ નિવેદન

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 29, 2023, 9:34 PM IST

Updated : Aug 29, 2023, 9:41 PM IST

પટણાઃ જેમ જેમ લોકસભા ચૂંટણી 2024 નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નેતાઓની નિવેદનબાજી વધતી જાય છે. એનડીએ અને ઈન્ડિયા ગઠબંધને યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તૈયારીઓમાં ચૂંટણીલક્ષી કામકાજ ઉપરાંત બેફામ નિવેદનો પણ કરવામાં આવી રહ્યા છે. મૂંબઈ જઈ રહેલા લાલુ પ્રસાદે પટણા એરપોર્ટ પર મીડિયા સાથેની વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંદર્ભે બેફામ નિવેદન કર્યું છે.

વડાપ્રધાન પર બેફામ નિવેદનઃ મુંબઈમાં ઈન્ડિયા ગઠબંધનની બેઠક થવાની છે. જેમાં દરેક વિપક્ષના નેતા ભાગ લઈ રહ્યા છે. લાલુ લખનઉથી મુંબઈ જવા રવાના થયા છે. ઈન્ડિયા ગઠબંધનની મુંબઈ બેઠકની કાર્યવાહી સંદર્ભે પ્રશ્ન પુછતા, લાલુ ગર્જ્યા કે તેઓએ નરેન્દ્ર મોદીની ગરદન પકડી રાખી છે અને તેમને સત્તામાંથી બહાર કાઢશું.

મુંબઈમાં નરેન્દ્ર મોદીની ગરદન સુધી પહોંચી જઈશું અને મોદીને ગરદનથી પકડીને સત્તામાંથી બહાર કાઢીશું...લાલુ પ્રસાદ યાદવ(સુપ્રીમો, રાજદ)

મુંબઈમાં ઈન્ડિયા ગઠબંધનની બેઠકઃ લોકસભા ચૂંટણી 2024માં સફળતા મેળવવા ઈન્ડિયા ગઠબંધન એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. જે સંદર્ભે ઈન્ડિયા ગઠબંધનની 3જી બેઠક મુંબઈમાં થવા જઈ રહી છે. 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે ગઠબંધનના દરેક પક્ષોના નેતા મળવાના છે. આ બેઠકમાં 6 નવી પાર્ટીઓ પણ જોડાવાની ચર્ચા છે. ગઠબંધનના સંયોજક સહિત અનેક મુદ્દાઓ પર ફેસલા થઈ શકે છે.

લોકસભા ચૂંટણી વહેલી યોજાવા પર નિવેદનબાજીઃ તાજેતરમાં જ લોકસભા ચૂંટણી ક્યારે યોજાશે તેના પર નીતિશકુમાર અને મમતા બેનરજીએ નિવેદનો આપ્યા છે. બંને જણા ભાજપ પર વાકપ્રહાર કરે છે અને જણાવે છે કે ભાજપ લોકસભાની ચૂંટણી વહેલી યોજશે. નીતિશકુમારે અધિકારીઓને દરેક સરકારી યોજનાઓ ઝડપથી પૂરી કરવાના આદેશ પણ આપ્યા છે.

  1. Nitishkumar On Loksabha Election: લોકસભા ચૂંટણી ગમે ત્યારે યોજાઈ શકે છેઃ નીતિશકુમાર
  2. Loksabha Polls 2024 : મમતા ઉવાચ્, ભાજપ આ વર્ષે ડિસેમ્બરમાં લોકસભા ચૂંટણી યોજી શકે છે, કારણ કે...

Last Updated : Aug 29, 2023, 9:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.