ETV Bharat / bharat

લાલુ પ્રસાદ યાદવને દુમકા ગોડાઉન કેસમાં મળ્યા જામીન - લાલુ યાદવને મળ્યા જામીન

દુમકા ગોડાઉન કેસમાં CBIની નીચલી કોર્ટે લાલુ પ્રસાદ યાદવને 7 વર્ષની સજા સંભળાવી હતી. જે કેસમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી જેની સુનવણી દરમ્યાન લાલુ પ્રસાદ યાદવને જામીન મળી ગઇ છે.

લાલુ પ્રસાદ યાદવને દુમકા ગોડાઉન કેસમાં મળ્યા જામીન

author img

By

Published : Apr 17, 2021, 1:58 PM IST

  • લાલુ યાદવને દુમકા ગોડાઉન કેસમાં મળ્યા જામીન
  • જામીન પર બહાર આવી શકશે લાલુ યાદવ
  • ચારા ઘોટાળા કેસમાં તમામ કેસમાં જામીન મંજૂર

પટણા: બહુચર્ચિત ચારા કેસ મુદ્દે દોષી લાલુ પ્રસાદ યાદવને દુમકા ગોડાઉનમાંથી ગેરકાયદેસર નિકાસ મામલે જામીન મળી ગયા છે. શનિવારે આ મુદ્દે ઝારખંડ હાઇકોર્ટમાં આંશિક સુનવણી થઇ હતી. આથી હવે RJD અધ્યક્ષને જેલવાસમાંથી મુક્તિ મળી શકે છે. આ કેસમાં જામીન માટે લાલુ પ્રસાદ યાદવે ઝારખંડ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. બન્ને પક્ષ 16મી એપ્રિલે સુનવણી કરવા માટે સહમત થયા હતાં. જો કે 16 એપ્રિલે હાઇકોર્ટ પરિસરમાં સેનેટાઇઝેશન થવાનું હોવાથી સુનવણી ટળી હતી. દુમકા ગોડાઉન કેસમાં લાલુ પ્રસાદ યાદવને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. જેમાંથી તેમણે અડધી સજા પૂર્ણ કરી છે જેના કારણે તેઓએ અરજી કરી હતી કે હવે તેમને જમાનત મળવી જોઇએ.

વધુ વાંચો: જેલમાં લાલુ યાદવ મનાવશે દિવાળી, ઝારખંડ હાઈકોર્ટમાં લાલુ યાદવની જામીન અરજી પર સુનાવણી સ્થગિત

શું છે સમગ્ર મુદ્દો ?

આપને જણાવી દઇએ કે ચારા મામલામાં ચાર કેસમાંથી 3 કેસમાં તેમને જામીન આપવાની મંજૂરી મળી હતી. ચોથા કેસમાં પણ તેમને મંજૂરી મળતા હવે તેઓ જેલમાંથી બહાર આવી શકશે. જો કે અત્યારે લાલુપ્રસાદ યાદવની તબિયત ખરાબ હોવાછી તેઓ એમ્સમાં સારવાર હેઠળ છે.

વધુ વાંચો: ઘાસચારા કૌભાંડ: પહેલીવાર રાબડી દેવી લાલુને મળવા રાંચી પહોંચ્યાં

દુમકા ગોડાઉન મુદ્દે 7 વર્ષની સજા

દેવઘર ગોડાઉન ગોટાળા મુદ્દે તેમને સાડા ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. જેમાં તેમને પહેલાં જ જામીનની મંજૂરી મળી છે. ચાઇબાસા ગોડાઉન કેસમાં નીચલી કોર્ટે તેમને 5 વર્ષની સજા સંભળાવી હતી જેમાં પણ તેમણે જામીન આપવામાં આવી છે. છેલ્લો કેસ દુમકાનો હતો જેમાં CBIની નીચલી અદાલતે તેમને સાત વર્ષની સજા સંભળાવી છે. આ કેસમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.