ETV Bharat / bharat

Lakhimpur Kheri : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પોલીસ કસ્ટડીમાં, કેન્દ્રિય પ્રધાનના પુત્ર સામે FIR, પોલીસે અનેક નેતાઓને રોક્યા - કેન્દ્રિય ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ સામે FIR નોંધાઈ

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસા (lakhimpur kheri violence) પછી રાજકીય ગતિવિધિ તેજ થઈ ચુકી છે. કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Congress general secretary Priyanka Gandhi Vadra) અચાનક જ રવિવારે રાત્રે લખનઉ પહોંચ્યાં હતાં, જેની કેટલીક વાર પછી તેઓ લખીમપુર ખીરી માટે રવાના થયાં હતાં. રસ્તામાં પોલીસ સાથે બોલાચાલી પછી સાડા પાંચ કલાક બાદ પ્રિયંકાને સીતાપુરના હરગામથી કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતાં. તેમને સીતાપુરના ગેસ્ટ હાઉસમાં લાવવામાં આવ્યા છે. તો આ મામલામાં કેન્દ્રિય ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ સામે સોમવારે FIR નોંધવામાં આવી છે.

Lakhimpur Kheri Updates
Lakhimpur Kheri Updates
author img

By

Published : Oct 4, 2021, 9:55 AM IST

Updated : Oct 4, 2021, 11:59 AM IST

  • ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસા (lakhimpur kheri violence) પછી રાજકીય ગતિવિધિ તેજ
  • રસ્તામાં પોલીસ સાથે બોલાચાલી પછી સાડા પાંચ કલાક બાદ પ્રિયંકાને સીતાપુરના હરગામથી કસ્ટડીમાં લેવાયાં
  • આ મામલામાં કેન્દ્રિય ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ સામે સોમવારે FIR નોંધવામાં આવી છે

લખનઉઃ ઉત્તરપ્રદેશના લખીમપુરમાં હિંસક પ્રદર્શન (lakhimpur kheri violence) પછી કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી (Congress general secretary Priyanka Gandhi Vadra) મોડી રાત્રે ખેડૂતોને મળવા માટે રવાના થયાં હતાં. મળતી માહિતી અનુસાર, પ્રિયંકા ગાંધીને સીતાપુરના હરગામથી કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતાં. તેમણે રાજ્ય પોલીસ પર આરોપ લગાવ્યા હતા કે, અનેક જગ્યાએ તેમને રોકવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. તો આ મામલામાં કેન્દ્રિય ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ સામે સોમવારે FIR નોંધવામાં આવી છે. તો ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈત પણ લખીમપુર માટે રવાના થયા હતા. જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલી બેરિકેટિંગને ધ્વસ્ત કરતા લખીમપુર પહોંચી ગયા છે.

  • कृषि कानूनों का शांतिपूर्ण विरोध कर रहे किसानों को भाजपा सरकार के गृह राज्यमंत्री के पुत्र द्वारा, गाड़ी से रौंदना घोर अमानवीय और क्रूर कृत्य है।

    उप्र दंभी भाजपाइयों का ज़ुल्म अब और नहीं सहेगा।

    यही हाल रहा तो उप्र में भाजपाई न गाड़ी से चल पाएंगे, न उतर पाएंगे। pic.twitter.com/huX8ZUQO08

    — Akhilesh Yadav (@yadavakhilesh) October 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો- આ રાજ્યના મુખ્યપ્રધાન બદલવાની અટકળો વચ્ચે વધુ 3 ધારાસભ્યો દિલ્હી રવાના

ઉત્તરપ્રદેશ કોંગ્રેસે પ્રિયંકા ગાંધીના કાફલા અંગે માહિતી કરી શેર

આ અંગે મળતી માહિતી અનુસાર, ઉત્તરપ્રદેશ પોલીસે પ્રિયંકા ગાંધીને સીતાપુરના હરગામમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતાં. તો કોંગ્રેસના ઉત્તરપ્રદેશ એકમે ટ્વિટરના માધ્યમથી પ્રિયંકા ગાંધીના કાફલાને આગળ વધવા અને પોલીસે તેમને રોકવા કરેલા પ્રયાસ અંગે કેટલીક માહિતી શેર કરી હતી. રસ્તામાં ઉગ્ર વાતચીત પછી પ્રિયંકા ગાંધીને કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચો- કપિલ સિબ્બલના ઘરમાં હુમલો, ગુંડાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવેઃ સોનિયા ગાંધી

ભૂપેશ બઘેલ અને રંધાવાએ આજે લખીમપુર ખીરી જવાની જાહેરાત કરી

રવિવારની ઘટના અંગે ખેડૂતોએ કેન્દ્રિય ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રા ટેની અને તેમના પુત્ર આશિષ મિશ્રા ટેની સામે તિકુનયા, લખીમપુર ખીરીમાં ફરિયાદ નોંધાવી છે. તો તાજા સમાચાર અનુસાર, રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી અવનીશ અવસ્થીએ લખનઉ એરપોર્ટથી છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ અને પંજાબના નાયબ મુખ્યપ્રધાન સુખજિંદર એસ. રંધાવાના એરપોર્ટ પર ઉતરવાની મંજૂરી ન આપવાનો નિર્દેશ જાહેર કર્યો છે. આપને જણાવી દઈએ કે, બઘેલ અને રંધાવાએ આજે લખીમપુર ખીરી જવાની જાહેરાત કરી છે.

  • Police force deployed outside former Chief Minister and Samajwadi Party president Akhilesh Yadav's residence at Vikramaditya Marg ahead of his scheduled visit to Lakhimpur Kheri where 8 people including 4 farmers died in clashes yesterday pic.twitter.com/iQf0zmCrAp

    — ANI UP (@ANINewsUP) October 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ખેડૂતોએ દેશને બનાવ્યો, સિંચ્યો છેઃ પ્રિયંકા ગાંધી

તો પ્રિયંકા ગાંધીએ આ અંગે કહ્યું હતું કે, આ દેશ ખેડૂતોનો દેશ છે. આ ભાજપની વિચારધારાની જાગીર નથી. દેશને ખેડૂતોએ બનાવ્યો છે. ખેડૂતોએ સિંચ્યો છે. જે આજે થયું તે બતાવે છે કે, સરકાર ખેડૂતોને કચળવાની રાજનીતિ કરી રહી છે. ખેડૂતોને ખતમ કરવાની રાજનીતિ કરી રહી છે. જે રીતે આ દેશમાં ખેડૂતોને કચડવામાં આવી રહ્યા છે. તે માટે શબ્દો નથી.

પ્રિયંકા ગાંધીને નજરકેદ કરાયા હોવાની આશંકા

અધિકારીઓના મતે, હિંસાની ઘટનામાં 4 ખેડતો સહિત 8 લોકોના મોત થયા હતા. પ્રિયંકા અને પાર્ટીના નેતા દિપિન્દર સિંહ હુડ્ડા રવિવારે રાત્રે લખનઉ પહોંચ્યા હતા. આ પહેલા પાર્ટીના એક નેતાએ કહ્યું હતું કે, પ્રિયંકા અત્યારે (લખીમપુર ખીરી માટે) રવાના નથી થયાં. તેમને નજરકેદ કરાયા હોવાની પૂરી આશંકા છે. મકાનની બહાર 300 પોલીસકર્મી અને 150 મહિલા કોન્સ્ટેબલ છે. જ્યારે 300થી વધુ પાર્ટી કાર્યકર્તાઓ પણ છે.

શું ખેડૂતોને આ દેશમાં જીવવાનો અધિકાર નથી, પ્રિયંકાનો ભાજપને સવાલ

તો પ્રિયંકા ગાંધીએ આ હિંસાની ઘટના અંગે ભાજપ પર નિશાન સાધ્યું છે અને જાણવા માગે છે કે, શું ખેડૂતોને આ દેશમાં જીવવાનો અધિકાર નથી. તેમણે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, ભાજપ દેશના ખેડૂતોને કેટલી નફરત કરે છે? તેમને જીવવાનો અધિકાર નથી? જો તેઓ અવાજ ઉઠાવશે તો તેમને ગોળી મારી દેશે, ગાડી ચડાવીને કચડી નાખશો? બહુ થયું. આ ખેડૂતોનો દેશ છે. ભાજપની ક્રુર વિચારધારાની જાગીર નથી. ખેડૂત સત્યાગ્રહ મજબૂત થશે અને ખેડૂતોનો અવાજ વધુ મજબૂત થશે.

આ મામલામાં કેન્દ્રિય ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ સામે સોમવારે FIR નોંધવામાં આવી છે

પોલીસે અનેક નેતાઓનો કાફલો રોક્યો

મીડિયા રિપોર્ટ્સ અનુાર, લખીમપુર કાંડ પછી વિપક્ષી દળોના નેતાઓ લખીમપુર ખીરી પહોંચવા લાગ્યા છે. અનેક નેતાઓએ સોમવારે લખીમપુર જવાની જાહેરાત કરી છે. BSP નેતા સતીષ ચંદ્ર મિશ્રાને લખનઉમાં હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા છે. તો ખેડૂત નેતા રાકેશ ટિકૈતના કાફલાને પણ રોકવામાં આવ્યો હતો, પરંતુ તેઓ આગળ જવામાં સફળ રહ્યા હતા. બીજી તરફ ચંદ્રશેખરના કાફલાને પણ પોલીસે ખૈરાબાદની પાસે રોક્યો હતો. ત્યારબાદ તેમને સીતાપુર પોલીસ લાઈનમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહ પણ લખીમપુર ખીરી જઈ રહ્યા હતા, પરંતુ પોલીસે તેમને પણ સીતાપુરમાં રોકી લીધા હતા. સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને જયંત ચૌધરી આજે (સોમવારે) સવારે લખીમપુર ખીરી માટે રવાના થશે.

Last Updated : Oct 4, 2021, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.