કુપવાડાઃ સરહદ પણ હમેંશા તોફાન આવતા રહે છે. જેમાં આપણા જવાનો સતત કાર્ય કરતા રહે છે. એક રાજયને નહીં દેશના દરેક રાજયને સુરક્ષિત રાખવા માટે કામગીરી કરવામાં આવે છે. બિપરજોય જેવા વાવઝોડા તો થંભી જશે પરંતુ સરહદએ કયારે પણ આતંકના તોફાન થભાવાના નથી. જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં શુક્રવારે સવારે આતંકવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. આ દરમિયાન પાંચ વિદેશી આતંકવાદીઓ માર્યા ગયા હતા. આતંકીઓની ઓળખ થઈ શકી નથી.
મોટું સર્ચ ઑપરેશનઃ વિસ્તારમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે એન્કાઉન્ટર સ્થળ પરથી લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. હાલ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી. આ સર્ચ ઑપરેશનને ખૂબ સંવેદનશીલ માનવામાં આવે છે. જોકે, આ પહેલા પણ કુપવાડામાં સ્થિતિ વણસતા યુદ્ધના ધોરણે સૈન્યએ સ્થિતિને થાળે પાડી હતી.
આતંકવાદીઓ માર્યા ગયા: કાશ્મીરના ADGP વિજય કુમારે કહ્યું કે કુપવાડા એન્કાઉન્ટરમાં પાંચ વિદેશી આતંકવાદીઓ માર્યા ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુરક્ષા દળોને કુપવાડા જિલ્લામાં એલઓસીના જુમાગુંડ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળી હતી. આ પછી સુરક્ષા દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત રીતે વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. જ્યારે સુરક્ષા દળો કોઈ ચોક્કસ સ્થાન તરફ આગળ વધ્યા ત્યારે તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. આ દરમિયાન પાંચ વિદેશી આતંકવાદીઓ માર્યા ગયા હતા.
આતંકીઓ ગભરાઈને ભાગી: આ પહેલા 13 જૂનના રોજ કુપવાડા જિલ્લાના સરહદી વિસ્તારમાં સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.ગઈ રાત્રે સુરક્ષા દળોએ પૂંચ જિલ્લાના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે આતંકવાદીઓની ઘૂસણખોરી કરી હતી. પ્રયાસ નિષ્ફળ ગયો. ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન સેનાએ ઝડપી કાર્યવાહી કરી જેના કારણે આતંકીઓ ગભરાઈને ભાગી ગયા. તલાશી દરમિયાન આતંકીઓ દ્વારા છોડવામાં આવેલા હથિયારો અને દારૂગોળોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. માહિતી અનુસાર, સ્થળ પરથી નવ મેગેઝીન, એક એકે-74 રાઈફલ, ચાર મેગેઝીન સાથેની બે પિસ્તોલ અને સાઠ રાઉન્ડ, છ હેન્ડ ગ્રેનેડ, બે પાઉચ અને બે બેગ મળી આવી છે.