- કૃષ્ણની જન્મજયંતિ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે
- જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરીને લોકો મેળવે છે સુખભોગ
- આ તિથી પર શ્રી કૃષ્ણની આરાધના કરવાથી મળશે શુભ યોગ
નવી દિલ્હી: હિન્દુ ધર્મમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું ખૂબ મહત્વનું સ્થાન છે, આ દિવસે લોકો ઉપવાસ કરીને કે વગર ઉપવાસે ભગવાન શ્રીકૃષ્ણની જન્મજયંતિ ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગવાન કૃષ્ણનો જન્મ ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તીથી અને રોહિણી નક્ષત્રમાં થયો હતો.
તેથી જ દર વર્ષે શ્રાવણની અષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણની જન્મજયંતિ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો મંદિરો અને ઘરોમાં વિધિ- વિધાન દ્વારા ભગવાન કૃષ્ણની પૂજા કરે છે.
શુભ સમય
હિન્દી પંચાંગ અનુસાર, આ વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે સવારે 07.47 બાદ હર્ષનો યોગ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં હર્ષના યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર હર્ષના યોગમાં કરેલા તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે કૃતિકા અને રોહિણી નક્ષત્ર પણ હશે.
હિન્દુ કેલેન્ડર મુજબ, ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથી 29 ઓગસ્ટ રવિવારે રાત્રે 11.25 વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 30 ઓગસ્ટ સોમવારના લગભગ 1.59 વાગ્યે સમાપ્ત થશે. ધાર્મિક માન્યતા છે કે શ્રી કૃષ્ણનો જન્મ અષ્ટમી તિથિએ મધ્યરાત્રિએ થયો હતો.
શાસ્ત્રો અનુસાર હંમેશા ઉદયના દિવસે ઉપવાસ કરવો જોઈએ. તેથી, 30 ઓગસ્ટના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો વ્રત અને પર્વ ઉજવાશે. આ વખતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની પૂજાનો શુભ સમય 30 ઓગસ્ટની રાત્રે 11:59 વાગ્યાથી શરૂ થશે અને 12:44 વાગ્યા સુધી ચાલુ રહેશે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત રોહિણી નક્ષત્રના અંત પછી જ કરવું જોઈએ. બીજા દિવસે એટલે કે 31 ઓગસ્ટના રોજ, રોહિણી નક્ષત્ર સવારે 09.44 વાગ્યે સમાપ્ત થશે. તેથી આ પછી ઉપવાસ કરવો જોઈએ.
પૂજા કાર્યક્રમની વિગતો
- શ્રી કૃષ્ણ જયંતી તારીખ - સોમવાર, 30 ઓગસ્ટ, 2021
- નિશિતા પૂજા સમય - 11:59 PM થી 12:44 AM, 31 ઓગસ્ટ
- અષ્ટમી તારીખ શરૂ - 29 ઓગસ્ટ 2021, રાત્રે 11:25 વાગ્યે
- ચંદ્રોદય ક્ષણ - 11:35 pm કૃષ્ણ દશમી
- દહી હાંડી - મંગળવાર, ઓગસ્ટ 31, 2021
પૂજા કરવાની પદ્ધતિ
જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે, તેથી આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. સૌથી પહેલા ભગવાનને દૂધ, દહીં, મધ અને પાણીથી સ્નાન કરાવવામાં આવે છે. ભગવાનને પીતામ્બરનો રંગ ગમે છે, તેથી તેમને પીતાંબરના વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે. આ બાદ, ભગવાનને આભુષણો પહેરાવ્યા બાદ., તેને હિંચકે જુલાવવામાં આવે છે. જે બાદ ચંદનના ફૂલ ચઢાવીને ગોપાલની પૂજા કરવામાં આવે છે.
હર્ષના યોગ શું છે ?
નામ સૂચવે છે તેમ, હર્ષ એટલે સુખ. તેથી, આ યોગમાં કરવામાં આવેલા કાર્ય જ સુખ આપે છે. આ યોગને શુભ માનવામાં આવે છે.