કોટા - રાજસ્થાન : મૂળ યુપીની વિદ્યાર્થિનીની કોટામાં આત્મહત્યાનો કેસ સામે આવ્યો છે. આ કેસમાં પિતા દ્વારા કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.જોકે આત્મહત્યા કરનાર વિદ્યાર્થિનીના કેસમાં બે થીયરી સામે આવી છે. એકતરફ વિદ્યાર્થિનીના કોચિંગ ક્લાસની મિત્ર સાથેની વોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ સામે આવ્યો છે. જેમાં લખ્યું છે કે કોચિંગ બ્રેકઅપ છે. તો બીજીતરફ વિદ્યાર્થિનીના પિતા આજે કોટા પહોંચ્યા ત્યારે તેમણે કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ પર જ તેના પર અભ્યાસ માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે.
પિતા દ્વારા કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ પર ગંભીર આરોપ : કોટાના વિજ્ઞાનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે આત્મહત્યા કરનાર વિદ્યાર્થિનીના કિસ્સામાં મૃતકાના પિતાએ વધુમાં કહ્યું કે તે કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ સામે કાનૂની કાર્યવાહી પણ ઈચ્છે છે. તેમની ફરિયાદ બાદ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. મૃતક વિદ્યાર્થિનીના પિતા સૂર્યાસિંહ, યુપીના મઉના રહેવાસી છે તેઓ આજે કોટા પહોંચ્યા અને કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ સામે આક્ષેપો કર્યા હતાં. વિદ્યાર્થિનીના મૃતદેહના પોસ્ટમોર્ટમ પહેલાં કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ પર આક્ષેપ કર્યો હતો. મૃતકાને કોચિંગ સેન્ટરના ફેકલ્ટી અભ્યાસ માટે હેરાન કરી રહી હતી અને દબાણ કરી રહી હતી.
વિદ્યાર્થિનીની ચેટ સામે આવી : તેમણે આ વિદ્યાર્થિનીની આત્મહત્યા બાબતની આખી ઘટનામાં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને જવાબદાર ગણાવી હતી. ત્યારે આ કેસમાં અન્ય એક કોચિંગ સ્ટુડન્ટ સાથે વોટ્સએપ ચેટ કરી હતી તે પણ સામે આવી રહી છે જેમાં મૃતકાએ કોઇ યુવક સાથે બ્રેકઅપની વાત કરી રહી હતી. તેણે એમ પણ લખ્યું છે કે તે હવે જીવીને શું કરશે અને ગુડબાય કહી દીધું હતું. તેમજ પોતે આત્મહત્યા કરવાની વાત પણ લખી હતી.
પોલીસ ફરિયાદ અને તપાસ : આ સમગ્ર મામલે કોટા શહેરના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ ભગવતસિંહ હિંગડનું કહેવું છે કે તેઓ તપાસ કરી રહ્યા છે કે આત્મહત્યા કરવાના કારણો શું હતાં. વિદ્યાર્થિનીના પિતાએ કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ વિરુદ્ધ રિપોર્ટ આપ્યો છે, આવી સ્થિતિમાં કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવશે. બીજી તરફ પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યો છે.