ETV Bharat / bharat

કોલકતા : એયર ઈન્ડીયાના વિમાનને હાઈજેક કરવાની મળી ધમકીથી

author img

By

Published : Aug 19, 2021, 12:30 PM IST

કોલકતાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સાંજે 6:30 કલાકે ધમકી ભર્યો ફોન આવતા દોડધામ મચી હતી. એક વ્યક્તિએ બંગાળી ભાષામાં વાત કરી એયર ઈન્ડીયાના વિમાનને હાઈજેક કરવાની ધમકી આપી હતી. આ વ્યક્તિએ ધમકી આપ્યા બાદ પોતાનું નામ પ્રશાંત બિસ્વાસ હોવાનું જણાવ્યું હતું પરંતુ છેલ્લે આ વ્યક્તિએ પોતે મજાક કરતો હોવાની વાત કહી ફોન કટ કરી નાખ્યો હતો. જો કે ધમકીને પગલે એરપોર્ટ ઓથોરિટી પોલીસને જાણ કરી હતી. કોલકાતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે.

Kolkata Airport
કોલકતા એરપોર્ટ
  • એયર ઈન્ડીયાના કોલકતા એરપોર્ટને આવ્યો ધમકી ભર્યો ફોન
  • કોલ બાંગ્લા ભાષામાં હતો અને ફોન કરનારે નામ કહ્યું પ્રશાંત બિસ્વાસ
  • માનસીક અસ્વસ્થ વ્યક્તિએ ફોન કર્યો હોવાની આશંકા

કોલકતા : નેતાજી સુભાષ ચંદ્ર બોસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ( netaji subhash chandra bose international airport ) પર બુધવારે સાંજે 6:30 વાગ્યે વિમાન હાઈજેક કરવાનો ધમકી ભર્યો ફોન આવ્યો હતો. ફોન કરનાર બંગાળી ભાષામાં વાત કરી રહ્યો હતો અને તેણે પોતાનું નામ પ્રશાંત બિસ્વાસ જણાવ્યું હતું. જેને પગલે એરપોર્ટ ઓથોરીટીએ પોલીસને જાણ કરી હતી. કોલકાતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી.

પોલીસ કહ્યું કે એ વ્યક્તિને શોધવાની તપાસ શરૂ કરી છે. પોલીસે વધુ જાણકારી આપતા કહ્યું કે , એ વ્યક્તિએ પહેલા ધમકી આપી અને પછી પોતે મજાક કરી રહ્યો હોવાનું કહી ફોન કટ કરી નાખ્યો હતો. જો કે , પોલીસ તપાસમાં એ પણ જાણવા મડ્યુ છે કે , ફોન કરનાર વ્યક્તિની માનસીક સ્થિતી બરાબર નથી.

એરપોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ફોન કઈ ફ્લાઈટમાંથી કરાયો હતો તેની હજૂ સુધી જાણકારી મળી નથી. ઉલ્લેખનિય છે કે , અફઘાનિસ્તાનમાં તાલિબાને હમણા જ કબજો મેળવ્યો છે અને તેવામાં આ પ્રકારના ધમકીભર્યા ફોન આવવાથી સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી જતી હોય છે.

ગયા મહિને, કોલકાતાના NSCBI એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ ( ATC ) ને આવો જ સંદેશ મળ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, દુબઈથી નીકળેલા વિમાનમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોઈ શકે છે. ધમકી ખોટી હોવાનું બહાર આવ્યું હોવા છતાં, બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટી (BTAC) ના સભ્યો તરત જ એરપોર્ટ ટર્મિનલ મેનેજર્સની ઓફિસમાં એસેમ્બલ કરવામાં આવી હતી અને દુબઇથી આવતી ફ્લાઇટ્સની નજીકથી દેખરેખ રાખવા માટે કહેવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.