- નરેન્દ્રગીરીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ બાઘમ્બરી મઠ લાવવામાં આવ્યો
- લોકોએ અંતિમ વિદાય આપતા શ્રદ્ધાંજલિ આપી
- સુસાઇડ નોટમાં લખેલા લીંબુના વૃક્ષ નીચે સમાધિ આપવાની વાતનું રહસ્ય ખૂલ્યું
- અમેઠીથી આવેલા મૌની બાબાએ જણાવ્યું રહસ્ય
પ્રયાગરાજ: અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગીરીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ બાઘમ્બરી મઠ લાવવામાં આવ્યો. અહીં સંપૂર્ણ રીતિ-રિવાજોની સાથે 13 અખાડાઓએ પૂજા-અર્ચના કરી. ત્યાં ઉપસ્થિત સાધુ સંત અને તેમના શિષ્ય અંતિમયાત્રામાં જોડાયા અને તેમને અંતિમ વિદાય આપી. ત્યારબાદ અંતિમયાત્રા સંગમ માટે નીકળી હતી.
નરેન્દ્રગીરીના મૃતદેહને હનુમાનજીના મંદિરે લઈ જવામાં આવ્યો
પોસ્ટમોર્ટમ બાદ નરેન્દ્રગીરીનો મૃતદેહ બાઘમ્બરી પહોંચ્યો. મૃતદેહના ત્યાં પહોંચતા જ ત્યાં ઉપસ્થિત સાધુ-સંતો અને ભક્તોની આંખો ભીની થઈ ગઈ. લોકોએ તેમની અંતિમ યાત્રાને અંતિમ વિદાય આપતા શ્રદ્ધાંજલિ આપી. યાત્રા સીધી સંગમ માટે રવાના થઈ ગઈ. ત્યારબાદ તેમને લેટે હનુમાનજીના મંદિરે લઈ જવામાં આવ્યા. અહીં મહંત નરેન્દ્રગીરીએ હનુમાનજીની અનેક વર્ષો સુધી સેવા કરી હતી.
લીંબુ નીચે સમાધિ બનાવવાનો શું અર્થ?
તો અમેઠી આવેલા સંત મૌની બાબાએ તેમની સુસાઇડ નોટમાં લખેલા લીંબુના વૃક્ષ નીચે સમાધિ બનાવવાના સંબંધમાં રસપ્રદ વાત જણાવી. કહ્યું કે, જે સંત એ ઇચ્છા કરે કે લીંબુના વૃક્ષ નીચે તેમની સમાધિ બનાવવામાં આવે તો તેનો અર્થ એ છે કે તેમની પાછળ અનેક કાવતરાખોરો લાગ્યા છે. તેઓ સંતને હેરાન કરી રહ્યા છે. આવું કરવાથી તમના શત્રુઓનો વિનાશ શરૂ થઈ જાય છે.
અનાદિકાળથી ચાલતી આવી રહી છે આ પરંપરા
શિવ યોગી મૌની બાબાએ કહ્યું કે, સમાધિ એ સંન્યાસીઓની હોય છે જે સંન્યાસ લીધા બાદ પિંડદાન એ જ સમયે કરી દે છે. મર્યા બાદ તેમને સળગાવવામાં નથી આવતા. યા તો ભૂ-સમાધિ આપવામાં આવે છે અથવા જળ સમાધિની પ્રક્રિયા થાય છે. ખાડામાં પૂજા કરીને તેમને સમાધિ આપવામાં આવે છે. એક મૂર્તિની માફક ભક્તો તેમની પૂજા કરે છે. આ પરંપરા અનાદિકાળથી ચાલતી આવી રહી છે. તેમણે કહ્યું કે, એક સંન્યાસીની અંતિમ તીર્થ યાત્રા છે. ભગવાનની કૃપા બાદ એક વર્ષમાં સમાધિ પૂર્ણ રીતે સ્થાપિત થઈ જશે.
લીંબુ દુશ્મનોનો નાશ કરે છે
તેમણે જણાવ્યું કે, તંત્રની માન્યતા છે કે લીંબુ દુશ્મનોનો નાશ કરે છે. આ જ કારણ છે કે મહંત નરેન્દ્રગીરીએ મઠ બાઘમ્બરી ગાદીમાં સમાધિ બનાવવા માટે એ જ સ્થાનને પસંદ કર્યું જ્યાં લીંબુનું વૃક્ષ લાગ્યું છે.
લીંબુના વૃક્ષ નીચે બને છે દુશ્મનનો નાશ કરનારી સમાધિ
મૌની બાબાએ જણાવ્યું કે, લીંબુના વૃક્ષ નીચે દુશ્મનનો નાશ કરનારી સમાધિ બનાવવામાં આવે છે. જે શત્રુઓના કારણે મહંત નરેન્દ્રગીરીનો જીવ ગયો એ તમામને સજા આપવા માટે જ મઠમાં લીંબુના વૃક્ષ નીચે સમાધિ બનાવવામાં આવી રહી છે. સમાધિ તૈયાર થયા બાદ અહીં દર્શન કરવા આવનારા ભક્તોના શત્રુઓનો પણ વિનાશ થશે. જણાવ્યું કે 10x10 અને 12x12 ફૂટની સમાધિ બનાવવામાં આવે છે. 3 સ્કેયર ફૂટનું સ્થાન બનાવવામાં આવ્યું છે જ્યાં તેમના પાર્થિવ શરીરને પદ્માસન અથવા સિદ્ધાસન અવસ્થામાં સ્થાપિત કરવામાં આવશે. આના ઉપર શિવલિંગ અને તેમની પૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવશે.
મંગળવારથી શણગારવામાં આવી રહી છે સમાધિ
સમાધિને કોલકાતા, વારાણસી અને પ્રયાગરાજથી લાવવામાં આવેલા ફૂલોથી શણગારવામાં આવશે. સમાધિસ્થળનો શણગાર કરનારા કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે, આજ સુધી પ્રયાગરાજમાં આ રીતે કોઈપણ સમાધિસ્થળને શણગારવામાં નથી આવ્યું. શણગાર મંગળવારથી ચાલી રહ્યો છે. 15 મજૂરો સતત સમાધિસ્થળને શણગારી રહ્યા છે.
વધુ વાંંચો: મહંત નરેન્દ્ર ગિરીનું પોસ્ટમોર્ટમ પૂર્ણ, શ્વાસ રૂંધાવાથી થયું હતું મોત
વધુ વાંચો: મહંત નરેન્દ્ર ગિરીના અનુગામી બલવીર ગિરી વિશે જાણો