ETV Bharat / bharat

Rahul Gandhi and Varun Gandhi meet: બાબા કેદારના ધામમાં થઈ રાહુલ અને વરૂણની મુલાકાત, રાજકીય અટકળો બની તેજ, શું છે હકિકત જાણો અહીં...

રાહુલ ગાંધી કેદારનાથની ત્રણ દિવસની મુલાકાત બાદ દિલ્હી પહોંચી ગયા છે, અને ત્યાર બાદ પીલીભીતના સાંસદ વરુણ ગાંધી પણ ભગવાન બદ્રીનાથ અને કેદારનાથના દર્શન કર્યા બાદ મંગળવારે ઉત્તર પ્રદેશ પહોંચી ગયા છે, પરંતુ બંનેને લઈને એક સમાચારે દિલ્હીના રાજકારણમાં ચર્ચા જગાવી છે. કારણ કે, કેદારનાથમાં લગભગ 4 મિનિટ સુધી બંને વચ્ચે બંધ બારણે વાતચીત થઈ હતી, પરંતુ હવે આ બેઠક અને વાતચીતની સંપૂર્ણ વાસ્તવિકતા સામે આવી છે.

Rahul Gandhi and Varun Gandhi meet
Rahul Gandhi and Varun Gandhi meet
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 9, 2023, 8:52 AM IST

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેદારનાથની ત્રણ દિવસની મુલાકાત પૂર્ણ થઈ છે અને તેઓ દિલ્હી પહોંચી ગયા છે, જોકે, આ દરમિયાન રાહુલ ગાંધીની પીલીભીતના સાંસદ વરુણ ગાંધી સાથે કેદારનાથમાં થઈ ટૂંકી મુલાકાતથી રાજકીય વર્તુળોમાં જાતજાતની અટકળો થવા લાગી છે. બંનેને લઈને એક સમાચારે દિલ્હીના રાજકારણમાં પણ ખુબ ચર્ચા જગાવી છે. કારણ કે, કેદારનાથમાં લગભગ 4 મિનિટ સુધી બંને વચ્ચે બંધ બારણે વાતચીત થઈ હતી.

બંને નેતાઓ વચ્ચે થયું આવું: તો વાત કંઈક એમ છે કે, મંગળવારે જ્યારે રાહુલ ગાંધી કેદારનાથથી દિલ્હી જવા રવાના થઈ રહ્યા હતા, તે જ સમયે સાંસદ વરુણ ગાંધી તેમની પત્ની અને પુત્રી સાથે કેદારનાથ હેલિપેડ પર પહોંચ્યા હતા.આ દરમિયાન કેદારનાથમાં વઘુ એક VIP રવિના ટંડન પણ હાજર હોય છે. વરુણ ગાંધી અને રવિના ટંડન એક સાથે પૂજા પાઠ કર્યા બાદ બહાર આવે છે. કેદારનાથ કે બદ્રીનાથમાં જે પણ મહાનુભાવો આવે છે, મંદિર સમિતિ તેમને અલગથી મંદિર સમિતિના ગેસ્ટ હાઉસમાં બોલાવે છે અને કાં તો તેમને પ્રસાદ આપે છે અથવા વિઝિટર બુકમાં તેમના અનુભવો લખાવે છે. રાહુલ ગાંધીએ પણ પોતાની યાત્રા પૂર્ણ કર્યા બાદ જેવા હેલીપેડ તરફ જઈ રહ્યાં હતાં, તે પહેલાં તેઓ મંદિર સમિતિના ગેસ્ટ હાઉસ એમ કહીએ કે એક નાનકડા ઓરડા તરફ ગયાં હતાં. આ દરમિયાન વરુણ ગાંધી પણ તેમના પરિવાર સાથે ત્યાં આવી પહોંચ્યા હતાં.

વરુણની દીકરીને કર્યો વ્હાલ: કહેવામાં આવી રહ્યું છે કે બંનેને પહેલાથી જ ખબર હતી અથવા તો કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી અને વરુણ ગાંધી કેદારનાથમાં હાજર છે. બંને બહાર ઉભા રહીને એકબીજાનાં ખબર અંતર પૂછે છે, અને રાહુલ ગાંધીએ વરુણ ગાંધીની પત્ની સાથે પણ ખબર અંતર પુછ્યાં, અને ત્યાર બાદ વરુણ ગાંધીની પુત્રી રાહુલ ગાંધીને જુએ છે, ત્યારબાદ રાહુલ ગાંધી તેને આશીર્વાદ તરીકે તેમના માથા પર હાથ મૂકે છે અને કંઈક કહેતા હસે છે.

રાહુલ-વરૂણની વાતચીત: બંને નેતાઓ અથવા કદાચ બંને ભાઈઓ વચ્ચેની મુલાકાત લગભગ 1 થી 2 મિનિટ સુધી ચાલી હશે. ત્યાં હાજર મંદિર સમિતિના એક અધિકારીનું કહેવું છે કે, આ મુલાકાત કોઈ રાજકીય મુલાકાત નથી, જે રીતે તેનું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે, કે બંધ બારણે બંનેની મુલાકાત થઈ. આવું કંઈ થયું નથી જેવું તમે કહી શકો કે એક વ્યક્તિ એક બાજુથી જઈ રહી છે અને સામેથી બીજી વ્યક્તિ આવી રહી છે તો કોઈ ઓળખીતું હશે તો તે તેમના ખબર અંતર પુછશે જ. બંને નેતાઓ વચ્ચે પણ આવું જ થયું, એ વાત ચોક્કસ છે કે બંનેએ હસીને એકબીજા સાથે વાતચીત કરી. જો કે ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે કે વરુણ ગાંધી ભાજપમાં રહીને ભાજપ વિરુદ્ધ બોલી રહ્યા છે, કારણ કે ભવિષ્યમાં તેઓ કોંગ્રેસનો હાથ ઝાલી શકે છે. પરંતુ હંમેશની જેમ વરુણ ગાંધી આ બાબતને સ્પષ્ટપણે નકારી રહ્યા છે અને હંમેશા પોતાને ભાજપના સૈનિક ગણાવતા આવ્યાં છે.

  1. Rahul Gandhi in Kedarnath: કેદારનાથમાં 'ચા વાળા' બન્યાં રાહુલ ગાંધી, શ્રદ્ધાળુઓ સાથે લીધી ચાની ચુસ્કી
  2. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેદારનાથ ધામ પહોંચ્યા, 8 વર્ષ બાદ ફરી બાબાના મંદિરે પહોંચ્યા

For All Latest Updates

TAGGED:

DEHRADUN
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.