ETV Bharat / bharat

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી, જાણો ક્યાં કેટલું મતદાન? - Puducherry Assembly Polls

હાલમાં આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડ્ડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આ તમામ 5 રાજ્યોમાં સાંજે 5 વાગ્યા સુધી મતદાનની શું પરિસ્થિતિ હતી, જાણો એક ક્લિકમાં…

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી
author img

By

Published : Apr 6, 2021, 7:49 PM IST

  • 5 રાજ્યોમાં સૌથી વધુ 78.94 ટકા મતદાન આસામમાં નોંધાયું
  • સૌથી ઓછું 53.60 ટકા મતદાન તમિલનાડુમાં નોંધાયું
  • પરિણામો જાહેર થયા બાદ હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત આવશે

ન્યૂઝ ડેસ્ક: કોરોના કાળ બાદ દેશમાં સૌપ્રથમ વખત મોટા પાયે ચૂંટણી યોજવામાં આવી છે. આજે એટલે કે 6 એપ્રિલના રોજ પુડ્ડુચેરી, કેરળ અને તમિલનાડુમાં એકમાત્ર તબક્કાનું મતદાન, આસામ અને પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. વિવિધ જગ્યાઓ પર મતદાન દરમિયાન EVM બગડવાથી લઈને મારામારી અને છેડતી સુધીના બનાવો પણ બન્યા હતા. તમામ 5 રાજ્યોમાં સાંજે 5 વાગ્યા સુધીમાં મતદાનની પરિસ્થિતિ અંગેનો અહેવાલ અત્રે પ્રસ્તુત છે.

આસામમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 78.94 ટકા મતદાન

આસામમાં આજે એટલે કે 6 એપ્રિલના રોજ વિધાનસભાની ચૂંટણીના ત્રીજા અને છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. રાજ્યના 11 જિલ્લાઓમાં યોજાનારા આ મતદાન માટે 40 મતક્ષેત્રના 11,401 મતદાન મથકો પર 39,07,963 મહિલાઓ અને 139 ટ્રાન્સજેન્ડર સહિત કુલ 79,19,641 મતદારો નોંધાયા હતા. વહેલી સવારથી શરૂ થયેલા મતદાનમાં બપોર સુધી માહોલ ફિક્કો હતો. જોકે, બપોર બાદ લોકો વોટિંગ માટે બહાર આવતા સાંજે 5 વાગ્યા સુધીમાં 78.94 ટકા મતદાન નોંધાયું હતું. આસામમાં ત્રીજા અને અંતિમ તબક્કાના મતદાનમાં 31 રાષ્ટ્રીય અને રાજ્યના રાજકીય પક્ષોના 337 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થયા છે.

આ પણ વાંચો: આસામ વિધાનસભા ચૂંટણી 2021 : પ્રથમ તબક્કામાં 72.14 ટકા મતદાન

કેરળમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 70.03 ટકા મતદાન

કેરળમાં આજે એટલે કે 6 એપ્રિલના રોજ 140 સીટો પર ચૂંટણી યોજાઈ હતી. વિધાનસભામાં જીતવા માટે 71 સીટોની જરૂર છે. મતદાન માટે નોંધાયેલા 2.67 કરોડ મતદાતાઓમાંથી સાંજે 5 વાગ્યા સુધીમાં 70.03 ટકા મતદારો મત આપવા પહોંચ્યા હતા. મતદાન માટે સમગ્ર રાજ્યમાં 40 હજારથી પણ વધુ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા. કેરળમાં 14 સીટો અનુસૂચિત જાતિ અને 2 સીટો અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે. આ વખતની ચૂંટણીમાં 140 સીટો પર કુલ 957 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. કર્ણાટક ભાજપના અધ્યક્ષે દાવો કર્યો છે કે, વર્ષ 2016માં માત્ર એક સીટ સાથે ખાતુ ખોલાવનારી ભાજપ કેરળમાં આ વર્ષે ઓછામાં ઓછી 10 સીટો મેળવશે.

આ પણ વાંચો: આસામ વિધાનસભાની ચૂંટણી 2021: બીજા તબક્કામાં 39 બેઠકો પર મતદાન

તમિલનાડુમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 53.60 ટકા મતદાન

તમિલનાડુમાં 6 એપ્રિલના રોજ 234 સીટો પર મતદાન યોજાયું હતું. આ 234 સીટો પર કુલ 3998 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. તમિલનાડુમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 53.60 ટકા મતદાન નોંધાયું હતું. સાંજે 5:45 કલાકે મદુરાઈના મિનાક્ષી ગવર્નમેન્ટ આર્ટ્સ કોલેજમાં EVMમાં ખામી સર્જાઈ હતી. તેમણે વોટ આપ્યા બાદ ફરિયાદ કરી હતી કે, તેમને કોઈ વેરિફાઈડ પેપર રેકોર્ડ નહોતો મળ્યો. આ ઉપરાંત એક્ટર અને નેતા કમલ હસને પણ ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ વોટના બદલે નોટ આપી રહ્યા છે. હાલમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે 2 મે ના રોજ પરિણામ બાદ જ ખબર પડશે કે, આ વર્ષે અન્નાદ્રમુક સતત ત્રીજી વખત શાસનમાં આવશે કે પછી એક દશક બાદ દ્રમુક ફરી વખત સત્તામાં પરત ફરશે.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન

પશ્ચિમ બંગાળમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 77.67 ટકા મતદાન

સમગ્ર દેશમાં સૌથી લાંબી ચાલનારી ચૂંટણી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી છે. 6ઠ્ઠી એપ્રિલના રોજ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું છે. 31 બેઠકો પર યોજાયેલા ત્રીજા તબક્કાના મતદાન માટે વિવિધ રાજકીય પાર્ટીઓના 205 ઉમેદવારો મેદાનમાં છે. સૌથી હાઈ વોલ્ટેજ કહી શકાય તેવી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 77.67 ટકા મતદાન નોંધાયું હતું. વિવિધ મતદાન મથકો પર હોબાળા અને CRPFના જવાન દ્વારા એક બાળકી સાથે અડપલા કરાયા હોવાના આક્ષેપો વચ્ચે દિવસ દરમિયાન સમગ્ર પશ્ચિમ બંગાળમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.

પુડ્ડુચેરીમાં સાંજે 6:30 વાગ્યા સુધીમાં 78.03 ટકા મતદાન

પુડ્ડુચેરીમાં 6 એપ્રિલના રોજ વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. રાજ્યમાં કુલ 30 સીટો પર યોજાનારા મતદાન માટે 1559 મતદાન મથકો પર 4,72,650 પુરૂષો, 5,31,431 મહિલાઓ અને 116 ટ્રાન્સજેન્ડર સહિત કુલ 10,04,197 મતદારો નોંધાયા હતા. બપોર બાદ લોકો વોટિંગ માટે બહાર આવતા સાંજે 6:30 વાગ્યા સુધીમાં 78.03 ટકા મતદાન નોંધાયું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.