ETV Bharat / bharat

76 વર્ષના દાદાએ 700 વૃક્ષો વાવીને સિમેન્ટ નગરીમાં ઉપવન બનાવ્યું - Environment Lovers

સતત અને સખત રીતે વધી રહેલા શહેરીકરણને કારણે મહાનગર સિમેન્ટના જંગલ બની રહ્યા છે. જ્યાં શુદ્ધ હવા માટે ફાંફા મારવા પડે. પણ પર્યાવરણને બચાવનારા કેટલાક લોકોની અથાક મહેનત અને સાતત્યને કારણે મહાનગર પણ લીલાછમ બની રહ્યા છે. મોરબી જેવું નાનું શહેર હોય કે અમદાવાદ જેવું મહાનગર કોઈ પણ જગ્યાઓ પર સારા વૃક્ષો રોપવા અને જતન કરવું જેનું જીવન છે એવા લોકો પર જોઈએ એક ખાસ અહેવાલ

76 વર્ષના દાદાએ 700 વૃક્ષો વાવીને સિમેન્ટ નગરીમાં ઉપવન બનાવ્યું

author img

By

Published : Aug 13, 2022, 4:14 PM IST

મોરબી: મોરબીના રવાપર કેનાલ રોડ ઉપર આવેલ વર્ધમાન એપાર્ટમેન્ટમાં રહેતા સુખી સંપન્ન 76 વર્ષીય જીવરાજભાઈ લિખિયા Jivrajbhai Likhiya પોતાની હરિયાળી કાંતિ વિશે પોતાના જ શબ્દોમાં કહે છે કે ,મારુ મૂળ વતન મોરબી Green Morbi Clean Morbi તાલુકાનું અમરણ ગામ છે. પણ હું ધંધાર્થે 40 વર્ષથી નવસારીમાં રહ્યો હતો.ધંધામાં ખૂબ કમાયા બાદ પરિવાર સાથે 7 વર્ષ પહેલાં વતન મોરબી પરત આવ્યા અને મોરબીમાં સિરામીક ફેકટરી નાખી. રોજબરોજનની જીવનની ઘટમાળમાં પરોવાય ગયા. પૈસેટકે તો પહેલેથી સુખી સંપન્ન છે. જીવરાજ દાદાના ધ્યાને આવ્યું કે ,મોરબી શહેર તો ઔદ્યોગિક રીતે તો સમૃદ્ધ છે. પણ શહેરમાં વૃક્ષોની સંખ્યા દિનપ્રતિદિન ઘટી રહી છે.

આ પણ વાંચોઃ આરોગ્ય કર્મીઓ કોરોના કાળમાં મેળવેલા સર્ટીફીકેટ પરત કરશે

700 વૃક્ષો વાવ્યાઃ જીવરાજ દાદાએ પર્યાવરણનું જતન કરવા માટે સરકાર કે સંસ્થાઓ પાસેથી અપેક્ષા રાખવાને બદલે એકલપડે વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો. આ સાથે મોરબીને લીલુંછમ હરિયાળું બનાવનું જીવરાજબાપાનું અભિયાન શરૂ થયું. જીવરાજ બાપાએ પાંચ વર્ષ પહેલાં નર્સરીમાંથી રોપા લાવીને મોરબી આસપાસના વિસ્તારોમા વિસ્તારમાં વૃક્ષો વાવ્યા. જેમાં ખાસ કરીને રવાપર ચોકડીથી જોધપર નદી ડેમ કાંઠા સુધી વૃક્ષો વાવ્યા છે. જોધપર નદી ડેમ કાંઠે તો 11 વિધા જમીનમાં 700 વૃક્ષો 700 Trees plantation અને ભાણદેવજી મહારાજના આશ્રમ પાસેના ખરાબામાં વાવેલા 400 વૃક્ષો ઘેઘુર બની ગયા છે. મચ્છુ ડેમ નજીક 700 વૃક્ષ ઉછેરી સર્જી દીધું હરિયાળું ઉપવન બનાવી દીધું.

75 વર્ષે અડીખમઃ બસ હવે તો એમને ફક્ત વૃક્ષો વવીને તેનો ઉછેર કરવાનું ધૂન લાગી છે. જીવરાજ દાદાએ અત્યાર સુધીમાં 5 હજારથી વધુ વૃક્ષ વવીને મોટા કર્યા છે. આજે 76 વર્ષની ઉંમરે પણ એકદમ કડેઘડે છે. તેમને નખમાય રોગ નથી. એકદમ તંદુરસ્ત છે. 76 વર્ષની ઉંમરે પણ દરરોજ 12 કલાકથી વધુ સમય સુધી વૃક્ષારોપણની પ્રવૃત્તિ કરે છે. વૃક્ષારોપણની પ્રવૃત્તિ માટે તેમણે આઠ મજૂરોની ટીમ પણ તૈયાર કરી છે. પણ હવે એમની સાથે મોરબીના યુવાનો પણ વૃક્ષો ઉછેરવા માટે જોડાયા છે.

આ પણ વાંચોઃ પુરષોત્તમ રૂપાલાએ દાંડી મુકામે કાઢી ભવ્ય તિરંગા યાત્રા

પર્યાવરણ સાધનાઃ એક એવી સંસ્થા જેણે અમદાવાદના હરિયાળું બનાવવા માટેનો નિર્ણય કર્યો છે. આમ તો અમદાવાદ એક કોંક્રિટનું જંગલ છે. એમાં ભવિષ્યમાં શુદ્ધ હવા માટે ફાંફા મારવા પડે એવી સ્થિતિ છે. આ મુદ્દાને ધ્યાને લઈને આ સંસ્થાએ સમગ્ર અમદાવાદને લીલુછમ બનાવવા માટેનો સંકલ્પ કર્યો છે. વૃક્ષો વાવો-પર્યાવરણ બચાવો” ના આ કાર્યક્રમમાં જુદા જુદા રોપાનું વિતરણ કરાય છે.

ઑક્સિજન પાર્કઃ આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક નવું નજરાણું એટલે સાયન્સ સીટી રોડ પર ઉગતી તળાવ પાસે ‘ઓક્સિજન પાર્ક’. જેને અતિ ગીચ વૃક્ષોના જંગલ ધરાવતો ગાર્ડન તરીકે તૈયાર કરવામાં આવ્યો છે. ઉગતી તળાવના કિનારે પાર્ક હોવાથી તેને ઉગતી ઓક્સિજન પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પાર્કને જાપાની પધ્ધતિ ડો. અરિકા મિયાવાંકીની પદ્ધતિ પ્રમાણે બનાવવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.