- હોસ્ટેલમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી વખતે ગાયું હતું આ ગીત
- ધોરણ 5ના વિદ્યાર્થી સહદેવે સહદેવે 2 વર્ષ પહેલા ગાયુ હતુ 'બચપન કા પ્યાર'
- ગુજરાતના આદિવાસી લોક ગાયક કમલેશ બારોટે 2018માં બનાવ્યું હતું આ ગીત
રાયપુર(છત્તીસગઢ): પોતાના અવાજ અને સ્ટાઇલથી સોશિયલ મીડિયાની સાથે સેલિબ્રિટીઝના ચાહક એવા સહદેવ સુકમા જિલ્લાના ઉર્મપાલ ગામના રહેવાસી છે. આ ગીત સહદેવે સુકમા જિલ્લામાં આવેલા પેંડલનાર સ્થિત હોસ્ટેલમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી વખતે ગાયું હતું. શિક્ષકે તેમના દ્વારા ગવાયેલું આ ગીત તેમના મોબાઇલ પર રેકોર્ડ કર્યું હતું. હવે આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો- સિંગર ફાજિલપુરિયા અને બાદશાહનું નવું સોન્ગ 'હરિયાણા રોડવેઝ' થયું રિલીઝ
બાદશાહ અને મુખ્યપ્રધાનને મળ્યો સહદેવ
ધોરણ 5ના વિદ્યાર્થી સહદેવે 2 વર્ષ પહેલા આ ગીત ગાયું હતું. સુકમાના સહદેવનું 'બચપન કા પ્યાર' ગીત સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ બોલિવૂડ સિંગર બાદશાહે તેને ચંદીગઢ બોલાવ્યો હતો. બાદશાહે બાળક સાથે વીડિયો કોલ પર વાત કરી અને ચંદીગઢ આવી ગીત ગાવાની ઓફર કરી હતી. ગાયક બાદશાહ સાથે ગીત રેકોર્ડ કર્યા બાદ સહદેવ સીએમ હાઉસ સુધી પહોંચી ગયો છે, ત્યાં તે મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલને મળ્યો હતો. સહદેવે મુખ્યપ્રધાન અને પ્રધાન કવાસી લખમાને પોતાનું હિટ ગીત સંભળાવ્યું હતું.
'બચપન કા પ્યાર' ગીતના મૂળ ગાયક કોણ છે?
'બસપન કા પ્યાર' ગાનાર સુકમાના સહદેવ આ દિવસોમાં ખૂબ જ હિટ થયો છે. પરંતુ શું તમે જાણો છો કે, 'બચપન કા પ્યાર' ગીતનો અસલી ગાયક કોણ છે? આ ગીત ગુજરાતના આદિવાસી લોક ગાયક કમલેશ બારોટે ગાયું છે. આ ગીત 2018માં બનાવવામાં આવ્યું હતું. આ મૂળ ગીત પણ ખૂબ વાયરલ થયું છે. કમલેશ અત્યાર સુધી 6000થી વધુ ગીતો ગાઈ ચૂક્યો છે. તે ગીતકાર પણ છે અને પોતે ગીતો કંપોઝ પણ કરે છે. કમલેશ પોતે પણ સહદેવના વખાણ કરી ચૂક્યો છે.
હિટ થયા બાદ ભોજપુરી ગાયકે ફરી બનાવ્યો આ ગીતનો વીડિયો
એવી પણ ચર્ચા છે કે આ ગીત ભોજપુરી ગાયક મોનુ અલબેલાએ ગાયું હતું. મોનુ અલબેલાએ તાજેતરમાં ગીતને ફરીથી શૂટ કરીને એક વીડિયો તૈયાર કર્યો છે. મોનુ અલબેલાનું ગીત 'બચપન કા પ્યાર' ફરી એકવાર યુ ટ્યુબ પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. અજય બચ્ચને આ ગીત લખ્યું છે. મોનુ અલબેલાની સાથે મહિલા ગાયિકા અંતરા સિંહ પ્રિયંકાએ પણ આ ગીતને પોતાનો સુંદર અવાજ આપ્યો છે.