ETV Bharat / bharat

Titanic Submarine Missing : ટાઈટેનિક જહાજનો ભંગાર જોવા ગયેલ પાંચ લોકો કોણ હતા ? - પાકિસ્તાની બિઝનેસ ટાયકૂન શાહજાદા દાઉદ

તાજેતરમાં ટાઈટેનિક જહાજનો ભંગાર જોવા ગયેલી સબમરીન અચાનક ગુમ થઈ ગઈ હતી. આ સબમરીનમાં કુલ પાંચ લોકો સવાર હતા. આમાંથી બે મુસાફરો પિતા-પુત્રના સંબંધમાં હતા. પુત્ર માત્ર 19 વર્ષનો હતો અને તેને ઊંડા પાણીમાં જવાનો ડર હતો, પરંતુ તેમ છતાં તે તેના પિતા સાથે ટાઇટેનિકનો ભંગાર જોવા ગયો હતો. આખરે કેમ, વાંચો આ અહેવાલ

Titanic Submarine Missing : ટાઈટેનિક જહાજનો ભંગાર જોવા ગયેલ પાંચ લોકો કોણ હતા ?

author img

By

Published : Jun 23, 2023, 5:28 PM IST

નવી દિલ્હી : તાજેતરમાં ટાઈટેનિક જહાજનો ભંગાર જોવા ગયેલી સબમરીન અચાનક ગુમ થઈ ગઈ હતી. તેમાં પાંચ અબજોપતિ હતા જે બધા મૃત્યુ પામ્યા છે. આ તમામ મુસાફરોમાં સુલેમાન દાઉદ સૌથી નાનો હતો. તે માત્ર 19 વર્ષનો હતો. તે પાકિસ્તાનના બિઝનેસ ટાયકૂન શહજાદે દાઉદનો પુત્ર હતો. તેમના મૃત્યુ પછી, તેમના પરિવારના એક સભ્ય, તેમની ફુઈએ કહ્યું કે, તેમનો ભત્રીજો ઊંડા પાણીમાં જવા માંગતો નહોતો. ટાઇટેનિકનો કાટમાળ જોતા પહેલા જ તે ડરી ગયો હતો, પરંતુ તેના પિતાના માટે જવા માટે સંમત થયો હતો.

સુલેમાન ખૂબ ડરી ગયો હતો. પરંતુ ફાધર્સ ડેના વીકએન્ડ પર પિતા સાથેના સંબંધોને મજબૂત કરવા માટે તે પિતા સાથે ઊંડા પાણીમાં જવા માટે સંમત થયો હતો. ભાઈ શાહજાદાને બાળપણથી જ ટાઇટેનિકમાં ખૂબ જ રસ હતો. તે ટાયટેનિકને જોવા માંગતો હતો. પરંતુ તેનો પુત્ર ટાઇટેનિકનો કાટમાળ જોવા તૈયાર ન હતો.-- અઝમેહ દાઉદ (સુલેમાનની ફુઈ)

કોણ હતો સુલેમાન દાઉદ : સુલેમાન દાઉદની ફુઈએ મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, સુલેમાન દાઉદને સાયન્સ ફિક્શન સાહિત્યનો શોખ હતો. હંમેશા નવું શીખવા માટે તત્પર રહેતો હતો. તેણે સ્કોટલેન્ડની સ્ટ્રેથક્લાઈડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. હાલમાં સ્ટ્રેથક્લાઈડ બિઝનેસ સ્કૂલમાં તે પ્રથમ વર્ષમાં હતો. સુલેમાનને વોલીબોલ રમવાનો શોખ હતો.

બિઝનેસ ટાયકૂન શાહજાદા દાઉદ : સુલેમાનના પિતા શાહજાદા દાઉદ પાકિસ્તાનની સૌથી મોટી ખાતર કંપની એગ્રો કોર્પોરેશનના વાઇસ ચેરમેન હતા. તેઓ ટેલિકોમ અને એગ્રીકલ્ચર સ્થિત દાઉદ હર્ક્યુલસ કોર્પોરેશન લિમિટેડ પણ ચલાવતા હતા. આ સાથે તે પાકિસ્તાનમાં શિક્ષણ માટે કામ કરતા દાઉદ ફાઉન્ડેશનનું સંચાલન કરતા હતા. દાઉદે 1998માં યુનિવર્સિટી ઓફ બકિંગહામમાં કાયદાનો અભ્યાસ કર્યો છે. બાદમાં 2000 માં ફિલાડેલ્ફિયા યુનિવર્સિટીમાંથી ટેક્સટાઈલ માર્કેટિંગમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી હતી. શાહજાદા દાઉદનો પરિવાર એક મહિના પહેલા લંડનથી કેનેડા ગયો હતો.

સબમરીનમાં સવાર યાત્રિકો : ટાઇટેનિકનો કાટમાળ જોવા માટેની સબમરીનમાં કુલ પાંચ લોકો સવાર હતા. આમાંથી બે પાકિસ્તાની પિતા-પુત્ર બન્યા હતા. આ સિવાય ત્રણ વધુ મુસાફરોમાં ઓશનગેટ સબમરીનના CEO અને પાયલોટ સ્ટોકટન રશ, ફ્રેન્ચ સંશોધક પોલ હેનરી નાર્ગલેટ અને બ્રિટનના અબજોપતિ બિઝનેસમેન હાર્મિશ હાર્ડિંગનો સમાવેશ થાય છે.

સમગ્ર ઘટનાક્રમ : સબમરીનમાં સવાર પાંચેય લોકો ટાઇટેનિકનો કાટમાળ જોવા ગયા હતા. પરંતુ રવિવાર, 18 જૂન, 2023 ના રોજ સબમરીન દક્ષિણ-પૂર્વ કિનારેથી અચાનક ગુમ થઈ ગઈ. તેનો સંપર્ક તૂટી ગયો હતો. આ ઘટના યાત્રા શરૂ થયાના લગભગ બે કલાક બાદ બની હતી. પરંતુ કોસ્ટ ગાર્ડને 8 કલાક બાદ સંપર્ક તૂટી ગયાના સમાચાર મળ્યા હતા. ત્યારબાદ સબમરીનને શોધવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ઘણી સરકારી એજન્સીઓની મદદ લેવામાં આવી હતી.

અનિશ્ચિત અટકળો : પરંતુ સબમરીનનો કોઈ ભાળ મળી નહોતી. સબમરીનમાં 96 કલાક એટલે કે ચાર દિવસ સુધી ચાલે તેટલો ઓક્સિજન હાજર હતો. સૂત્રો અનુસાર, સબમરીનમાં વિસ્ફોટના કારણે મુસાફરોના મોત થયા છે. જ્યારે કેટલાકનું માનવું છે કે, આ ઘટના દરિયામાં વધુ ઊંડે જવાને કારણે સબમરીનમાં ટેકનિકલ ખામીના કારણે બની હતી.

  1. Titanic Submarine Missing: ગુમ થયેલી સબમરીનમાં ઓક્સિજનના થોડા કલાકો જ બાકી, શું પાંચ જીવનનો અંત… ?
  2. દરિયાની અંદર સબમરીન દેશની કઇ રીતે કરે છે સુરક્ષા, મરીનની અંદર કેવા હોય છે દ્રશ્ય

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.