ETV Bharat / bharat

ન બંગલો, ન કાર, છતાં વડાપ્રધાન મોદી છે કરોડપતિ - PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Birthday) આજે તેમનો 72મો જન્મદિવસ (PM Modi 72 Birthday) ઉજવી રહ્યા છે. દેશભરમાંથી તેમના માટે પ્રેમ અને લાગણીથી ભરેલા સંદેશાઓ આવી રહ્યા છે. ચાલો આ પ્રસંગે જાણીએ કે, PM વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે કેટલી મિલકત (Pm Narendra Modi Assets) છે અને તેઓ ક્યાં રોકાણ કરે છે.

ન બંગલો, ન કાર, છતાં વડાપ્રધાન છે કરોડપતિ

author img

By

Published : Sep 17, 2022, 4:32 PM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Birthday) આજે તેમનો 72મો જન્મદિવસ (PM Modi 72 Birthday) ઉજવી રહ્યા છે. તેઓ છેલ્લા 8 વર્ષથી વડાપ્રધાન છે. તે પહેલા તેઓ લગભગ 15 વર્ષ સુધી ગુજરાતના મુખ્યપ્રધાન હતા. આટલા મહત્વના પદો સંભાળ્યા પછી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ન તો કોઈ વાહન છે, ન તો કોઈ મકાન કે જમીન. પીએમઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર તેમની પાસે ચોક્કસપણે 1.73 લાખ રૂપિયાની 4 સોનાની વીંટી છે. વડાપ્રધાન કાર્યાલયે 31 માર્ચ 2022 સુધી જાહેર કરેલી સંપત્તિની માહિતી (Pm Narendra Modi Assets) વેબસાઇટ પર શેર કરી છે.

PM મોદી પાસે પોતાનું વાહન નથી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈપણ બોન્ડ, શેર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું નથી. તેની પાસે પોતાનું વાહન પણ નથી. મોદીએ આપેલી સંપત્તિમાં એક વર્ષમાં 26 લાખ રૂપિયાનો વધારો થયો છે. 31 માર્ચ, 2022 સુધીમાં વડાપ્રધાન મોદી પાસે કુલ રોકડ માત્ર 35,250 રૂપિયા છે. આ સિવાય પોસ્ટ ઓફિસ પાસે 9,05,105 રૂપિયાના નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ છે. જ્યારે, તેમની પાસે 1,89,305 રૂપિયાની જીવન વીમા પોલિસી છે.

PM મોદીએ પોતાના હિસ્સાની જમીન દાનમાં આપી હતી : આ હિસાબે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે કુલ 2,23,82,504 સંપત્તિ છે. ગયા વર્ષની સરખામણીમાં તેમની સંપત્તિમાં કુલ રૂપિયા 26.13 લાખનો વધારો નોંધાયો છે. 2.23 કરોડમાંથી મોટા ભાગની રકમ બેંક ખાતામાં જમા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રોપર્ટી સાથે જોડાયેલી લેટેસ્ટ માહિતીમાં એ વાત સામે આવી છે કે, તેમની પાસે કોઈ સ્થાવર મિલકત નથી. ખરેખર તેમણે ગાંધીનગરમાં પોતાના હિસ્સાની જમીન દાનમાં આપી હતી. વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર 2002માં રહેણાંકની જમીન ખરીદી હતી. આમાં તે ત્રીજો સહભાગી હતો. ત્યારબાદ તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન હતા. તાજેતરની માહિતી અનુસાર તેમની પાસે રિયલ એસ્ટેટ સર્વે નંબર 401/a પર કોઈ માલિકી હક્ક નથી કારણ કે, તેમણે તેમના હિસ્સાની જમીન દાનમાં આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.