ETV Bharat / bharat

શું ગ્લાસગોમાં સોલર ગ્રિડનો આઇડિયા ભારતને બનાવશે ગ્લોબલ લીડર? - ગ્લોબલ સોલર ગ્રિડ

ગ્લાસગોના જળવાયુ પરિવર્તન સંમેલન (Glasgow Climate Change Conference)માં જો ગ્લોબલ સોલર ગ્રિડ (Global Solar Grid)નો પ્રસ્તાવ આગળ વધી જાય છે તો સોલર એનર્જી (Solar Energy) માટે ભારતના પ્લાનને નવી દિશા મળશે. સાથે જ તે ગ્લોબલ લીડર (Global Leader)ની ભૂમિકામાં આવી શકે છે. અત્યારે ભારત અનેક સંધિઓનો ભાગ છે, પરંતુ નેતૃત્વની તક તેને ક્યાંય મળી નથી.

શું ગ્લાસગોમાં સોલર ગ્રિડનો આઇડિયા બનાવશે ભારતને ગ્લોબલ લીડર?

author img

By

Published : Oct 20, 2021, 8:46 PM IST

  • ગ્લાસગોમાં 31 ઑક્ટોબરના જળવાયુ પરિવર્તન સંમેલન
  • સંમેલનમાં ગ્લોગલ સોલર ગ્રિડ યોજના અપનાવવામાં આવી શકે છે
  • ગ્લોબલ સોલર ગ્રિડનો કોન્સેપ્ટ ભારતનો

હૈદરાબાદ: 31 ઑક્ટોબરથી ગ્લાસગો (Glasgow Climate Change Conference)માં થનારું જળવાયુ પરિવર્તન (Climate Change) સંમેલન ભારત માટે ખાસ છે. આ સંમેલનમાં ગ્લોબલ સોલર ગ્રિડ (Global Solar Grid)ની યોજનાને અપનાવી શકાય છે. આ યોજનાને લાગુ કરનારી સંસ્થા ઇન્ટરનેશનલ અલાયન્સ (ISA)ને આશા છે કે વૈશ્વિક સહમતિ બાદ Global Solar Grid અથવા 'વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડ પ્રોજેક્ટ' (OSOWOG) પર કામ શરૂ થઈ જશે. ગ્લોબલ સોલર ગ્રિડનો કોન્સેપ્ટ ભારતનો છે એટલે કે આનું નેતૃત્વ ભારત કરશે. ઑક્ટોબર 2018માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આને ઇન્ટરનેશનલ સોલર અલાયન્સની મિટિંગમાં રજૂ કર્યું હતું. મિડિયા રિપોર્ટ્સ પ્રમાણે જો આ સફળ રહ્યું તો આ ચીનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ 'વન રોડ, વન બેલ્ટ'નો જવાબ પણ બની શકે છે.

ગલોબલ સોલર ગ્રિડ શું છે?

વિશ્વના ઘણા દેશોએ 2050 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનવાનો સંકલ્પ લીધો છે. આ લક્ષ્ય ફક્ત કાર્બનયુક્ત ઇંધણનો ઉપયોગ ઘટાડીને પ્રાપ્ત કરી શકાય છે. ભારતે વૈશ્વિક ધોરણે સૌર ઉર્જાથી વીજળી ઉત્પન્ન કરવા અને વિશ્વના 140 દેશોને કોમન ગ્રિડ સાથે જોડવા માટે બ્લુ પ્રિન્ટ રજૂ કરી હતી. પ્લાનની સાથે એવું કહેવામાં આવ્યું કે સૂર્ય ક્યારેય ડૂબતો નથી. કારણ કે તે વિશ્વના એક ભાગમાં ડૂબી જાય છે અને બીજામાં ઊગે છે. એટલે કે તમામ દેશો મળીને 24 કલાક વીજળી બનાવી શકે છે.

અમેરિકા, ચીન અને પાકિસ્તાન આ પ્રોજેક્ટમાં નથી જોડાયા

પહેલા આ પ્રોજેક્ટમાં કર્ક રેખાની આસપાસના દેશ સામેલ કરવામાં આવ્યા. બાદમાં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો અને સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય દેશોને તક આપવામાં આવી. હવે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન અથવા ISA 124 દેશોમાં આ યોજનાને આકાર આપવા માટે સંમતિ બનાવી રહ્યું છે. દરરોજ નવા દેશો આ પ્રોજેક્ટમાં જોડાઈ રહ્યા છે. જો કે અમેરિકા, ચીન અને પાકિસ્તાન આ ગઠબંધનમાં જોડાયા નથી.

સિંગલ ગ્રિડ બનાવવા માટે શું તૈયારી છે?

આ પ્રોજેક્ટને 3 ફેઝમાં લાગુ કરવાની તૈયારી છે. ફર્સ્ટ ફેઝમાં એશિયાના દેશોને પરસ્પર ગ્રિડથી જોડવામાં આવશે. બીજા ફેઝમાં એશિયન કૉમન ગ્રિડને આફ્રિકા અને મિડલ ઈસ્ટથી જોડશે . ત્રીજા તબક્કામાં ગ્લોબલ કનેક્ટિવિટી મેળવવામાં આવશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ સિંગલ પાવર ગ્રિડ બનાવવા માટે વધારેમાં વધારે દેશોને સામેલ કરવાનો છે. આ ગ્રિડનો ઉપયોગ દુનિયાભરના દેશ કરી શકશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ઑસ્ટ્રેલિયાની એક કંપની પહેલા સિંગાપુરમાં અને બાદમાં ઇન્ડોનેશિયામાં સોલર એનર્જી સપ્લાય કરવાની યોજના બની રહી છે. કંપની દુનિયાના સૌથી મોટા સોલર ફાર્મ (4,500 કિલોમીટર)માં સૌથી મોટી બેટરી બનાવી રહી છે.

આનાથી દુનિયાને શું ફાયદો થશે?

દુનિયામાં સૌર ઊર્જાની ભાગેદારી ફક્ત 7-8 ટકા છે. કાર્બન ન્યુટ્રલ થવા માટે 2030 સુધી 30 ટકા સુધી લક્ષ્ય મેળવવાનું રહેશે. ત્યારબાદ 2050 સુધી સૌર ઊર્જાની ભાગેદારી 70-80 ટકા સુધી પહોંચી શકે છે. ગ્લોબલ સોલર ગ્રિડની યોજનાથી આ લક્ષ્ય મેળવવું સરળ થઈ જશે.

પ્રોજેક્ટના સંભવિત પડકારો ઓછા નથી

  • પ્લાન ઘણો મોટો છે અને સોલર વીજળીના ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણ માટે 1,000 બિલિયન ડૉલરના રોકાણની જરૂરિયાત રહેશે. આ માટે ફંડ ભેગું કરવું પહેલો મોટો પડકાર હશે.
  • જો 2 દેશોમાં પરસ્પર વિવાદ થાય છે તો પ્રોજેક્ટના કામમાં પણ અડચણ ઊભી થશે અથવા ધીમું થઈ જશે અને રોકાણકાર દેશોને નુકસાન થઈ શકે છે.
  • અમેરિકા અને ચીન જેવી વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓએ આ પ્રોજેક્ટથી અત્યારે અંતર બનાવી રાખ્યું છે. આનાથી ભૌગોલિક અને આર્થિક રીતે પ્રક્રિયા જટિલ થઈ જશે.
  • ટેકનિકલ સમસ્યા છે કે વિશ્વના અલગ-અલગ દેશોમાં ફ્રીક્વન્સી અને ગ્રિડની સ્થિતિ અલગ-અલગ છે. અનેક આફ્રિકન દેશોમાં વીજળીનું ઇન્ફ્રાસ્ટ્રક્ટર યોગ્ય નથી. આવામાં કોમન ગ્રિડને સપ્લાયની નિરંતરતામાં મુશ્કેલી આવશે.
  • સોલર પ્લાન્ટ લગાવવા માટે મોટા પ્રમાણ પર જમીનની જરૂરિયાત હશે. વિશ્વના અનેક ભાગોમાં સૂરજની રોશની પણ ઓછા સમય માટે હોય છે. આવામાં વીજળી સ્ટોર કરવા માટે ઘણો ખર્ચ કરવો પડશે.
  • સૌર વીજળીની કિંમત 2 રૂપિયા પ્રતિ યુનિટ હોય છે. પરંતુ સ્ટોરેજને કારણે તેની કિંમત 7 રૂપિયા સુધી જઈ શકે છે.
  • ગ્લોબલ સોલર ગ્રિડની સફળતા ત્યારે નક્કી થશે, જ્યારે આમાં સામેલ દેશ સંધિ પર વિધિવત રીતે સહી કરશે. આ ઉપરાંત વીજળી સ્ટોરેજના ખર્ચાને ઓછા કરવા માટે ISAમાં સામેલ દેશોમાં પણ દ્વિપક્ષીય કરાર થાય. એટલે કે યુએઈ દિવસના સમયે ભારતને વીજળી આપે અને ભારત દિવસમાં યુએઈને.

આ પણ વાંચો: ભારત ચાઇના એલએસી તવાંગ સેક્ટર ડિસ્પ્યુટ બોફોર્સ ગન્સ તૈનાત

આ પણ વાંચો: હું જ્યાં પણ જાઉં છું, તેઓ મને અટકાવે છે: લખનઉથી આગ્રા જતા કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીની પોલીસે અટકાયત કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.