- ભારતના પ્રથમ પ્રશિક્ષિત મહિલા ડોક્ટરનો આજે જન્મ દિવસ
- ગૂગલે ડૂડલ બનાવીને તેમના જન્મદિવસે કર્યા યાદ
- ભારતમાં પ્રથમ સ્નાતક થનાર અને ડોક્ટર બનનારા મહિલા
ન્યૂઝ ડેસ્ક : 18 જુલાઈ 1861ના રોજ ભાગલપુર અને હાલના બાંગ્લાદેશમાં જન્મેલા કાદમ્બિની ગાંગુલી મહિલા મુક્તિ માટે એક પ્રમુખ કાર્યકર્તા, ડોક્ટર તેમજ સ્વતંત્રતા સેનાની હતા. તેમના પિતા ભારતના પ્રથમ મહિલા અધિકારો માટેના સંગઠનના સહ સ્થાપક હતા. જેમણે એવા સમયે કાદમ્બિનીને સ્કૂલ જવા પ્રોત્સાહિત કર્યા હતા, જ્યારે મહિલાઓ માટે અભ્યાસ કરવો એ અસામાન્ય બાબત હતી.
1883માં ભારતના ઈતિહાસમાં સ્નાતક થનારા પ્રથમ મહિલા બન્યા
તેમના પિતા તરફથી અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન મળતા તેમણે આગળ વધવાનું શરૂ કર્યું હતું. વર્ષ 1883માં કાદમ્બિની ગાંગુલી અને તેમની સાથે ચંદ્રમુખી બસુઇન ભારતના ઈતિહાસમાં સ્નાતક થનારા પ્રથમ મહિલા બન્યા હતા. જ્યારબાદ તેમણે 1886માં તબીબી અભ્યાસ પૂર્ણ કરીને ભારતના પ્રથમ પ્રશિક્ષિત ડોક્ટરની ઉપાધિ મેળવી હતી. 4 વર્ષ યુનાઈટેડ કિંગડમમાં કામ તેમજ અધ્યયન કરીને તેઓ 1890ની આસપાસ ભારત પરત આવ્યા હતા. જ્યારબાદ તેમણે ખાનગી પ્રેક્ટિસ શરૂ કરી હતી.