ETV Bharat / bharat

પુડુચેરીના ઉપરાજ્યપાલ પદેથી કિરણ બેદીને હટાવાયા, તેલંગણાના રાજ્યપાલ તમિલિસઈ સૌંદરારાજનને હવાલો સોંપાયો - પુડુચેરી સમાચાર

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પુડુચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદીને તેમના પદ પરથી મુક્ત કર્યા છે અને તેમના સ્થાને તમિલિસઈ સૌંદરારાજનને ઉપરાજ્યપાલ તરીકેનો વધારાનો હવાલો સોંપાયો છે.

ડુચેરીનાં ઉપરાજ્યપાલ પદેથી કિરણ બેદીને હટાવાયા

author img

By

Published : Feb 17, 2021, 8:59 AM IST

  • વી. નારાયણસામી સરકારમાંથી ધારાસભ્યોનાં રાજીનામા બાદ થયો હતો વિવાદ
  • તેલંગણાના રાજ્યપાલ તમિલિસઈ સૌંદરારાજનને સોંપવામાં આવ્યો ચાર્જ
  • ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસ અને સમર્થકો પાસે 33 પૈકી 14 બેઠકો

ન્યુ દિલ્હી: કિરણ બેદીને પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલના પદ પરથી હટાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ, તેમની જગ્યાએ હાલમાં તેલંગાણાના રાજ્યપાલ તરીકે કાર્યરત તમિલિસઈ સૌંદરારાજનને પુડુચેરીનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસ લઘુમતિમાં

નોંધપાત્ર વાત છે કે, વી. નારાયણસામી સરકારમાંથી કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા બાદ પુડુચેરીમાં વિવાદ ઉભો થયો હતો. કિરણ બેદી જ્યાં સુધી પુડુચેરીમાં ઉપરાજ્યપાલની નિયમિત વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પદ પર રહેશે. રાષ્ટ્રપતિનો આ આદેશ રાજકીય સંકટ વચ્ચે આવ્યો છે. જ્યાં મંગળવારે અન્ય એક ધારાસભ્યએ પાર્ટી છોડ્યા બાદ શાસક કોંગ્રેસ સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી. મળતી માહિતી મુજબ કિરણ બેદી અને નારાયણસામી વચ્ચે ઘણા મુદ્દાઓ પર વિવાદ ચાલી રહ્યો હતો.

પુડુચેરીનાં ઉપરાજ્યપાલ પદેથી કિરણ બેદીને હટાવાયા

વિપક્ષે નારાયણસામીનું રાજીનામું માંગ્યુંરાજકીય ઉથલપાથલ વચ્ચે, વિપક્ષે તકનો લાભ ઉઠાવીને નારાયણસામીનું રાજીનામું માંગતા કહ્યું કે, તેમની સરકાર લઘુમતીમાં છે, પરંતુ નારાયણસામીએ એમ કહીને રાજીનામું આપવાનો ઇનકાર કરી દીધો કે તેમની સરકારને વિધાનસભામાં બહુમતી છે. ચાર ધારાસભ્યોના રાજીનામા બાદ 33 સભ્યોની વિધાનસભામાં અધ્યક્ષ સહિત કોંગ્રેસના માત્ર 10 સભ્યો બચ્યાં છે. તેમની સાથે સહયોગી ડીએમકેના ત્રણ સભ્યો છે. જ્યારે સરકારને અપક્ષમાંથી ચૂંટાઈને આવેલા એક સ્વતંત્ર ધારાસભ્યનું પણ સમર્થન છે. જ્યારે, વિપક્ષ પાસે 14 ધારાસભ્યો છે. પુડુચેરીમાં આગામી થોડા મહિનામાં જ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.