નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે પાર્ટીએ તૈયારીઓ કરી લીધી છે(Preparations for election to post of Congress President). અધ્યક્ષ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેએ પત્રકાર પરિષદ યોજી હતી(Chairman candidate Mallikarjun Khadge press conference). આ પ્રેસ કોન્ફરન્સમાં ખડગે, દીપેન્દ્ર હુડ્ડા, ગૌરવ બલ્લભ અને નાસિર હુસૈન પણ હાજર જોવા મળ્યા હતા. આ દરમિયાન જાણવા મળ્યું કે, કોંગ્રેસના ત્રણ મોટા પ્રવક્તાએ રાજીનામું આપી દીધું છે(three big spokespersons of congress resign). હવે આ ત્રણેય પ્રવક્તા અધ્યક્ષ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે માટે પ્રચાર કરતા જોવા મળશે.
ત્રણ પ્રવકતાઓએ આપ્ચું રાજીનામું રાજીનામું આપનારા પ્રવક્તામાં ગૌરવ બલ્લભ, દીપેન્દ્ર હુડ્ડા અને નાસિર હુસૈનનો સમાવેશ થાય છે. આ અંગે પાર્ટીના પ્રવક્તા ગૌરવ બલ્લભે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષના નિર્દેશ પર અમે પાર્ટીના પ્રવક્તા પદ પરથી રાજીનામું આપ્યું છે. ખડગેના પ્રમોશન માટે આગળ કામ કરશે. પત્રકાર પરિષદને સંબોધતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, હું સખત સંઘર્ષ બાદ અહીં પહોંચ્યો છું. હું જ્યાં પણ રહ્યો છું ત્યાં મને ફુલ ટાઈમ કરવાની આદત છે. તો શશિ થરૂરના બદલાવ પર પ્રતિક્રિયા આપતાં તેમણે કહ્યું કે તેમના મનમાં વિચારો હોઈ શકે છે. 9,300 પ્રતિનિધિઓ નિર્ણય લેશે. આ ઘરની વાત છે. હું એકલો નહીં કરું, કમિટીના બધા મળીને નિર્ણય કરશે.