ETV Bharat / bharat

Kerala journalist Siddique Kappan: કેરળના પત્રકાર સિદ્દિકી કપ્પનને લખનૌ જેલમાંથી મુક્તિ અપાઈ - સુપ્રીમ કોર્ટમાંથી જામીન

કેરળના પત્રકાર સિદ્દીક કપ્પનને ગુરુવારે મુક્ત (Kerala journalist Siddique Kappan) કરવામાં આવ્યા હતા. નોંધાયેલા ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (યુએપીએ) અને આઇટી એક્ટ સહિતના તમામ કેસોમાં જામીન મળ્યા પછી, જેલ પ્રશાસને મુક્તિની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

Kerala journalist Siddique Kappan: કેરળના પત્રકાર સિદ્દિકી કપ્પનને લખનૌ જેલમાંથી મુક્ત, હાઈકોર્ટે મંજૂર કર્યા જામીન

author img

By

Published : Feb 2, 2023, 12:34 PM IST

લખનૌઃ રાજધાનીની જેલમાં બંધ કેરળના પત્રકાર સિદ્દીક કપ્પનને આજે (ગુરુવારે) મુક્ત કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. જેલ પ્રશાસનને બુધવારે રાત્રે કપ્પનની મુક્તિનો આદેશ મળ્યો હતો. કપ્પનને EDમાં નોંધાયેલા ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) અને IT એક્ટ સહિતના તમામ કેસોમાં કોર્ટમાંથી જામીન મળ્યા હતા.

  • Lucknow, Uttar Pradesh | Kerala journalist Siddique Kappan who was booked by the UP government under the Unlawful Activities Prevention Act (UAPA) released from jail after he was granted bail. pic.twitter.com/iW02VwqprG

    — ANI (@ANI) February 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શું હતી ઘટના: કેરળના મલપ્પુરમનો રહેવાસી સિદ્દીક કપન લગભગ 27 મહિનાથી જેલમાં હતો. પત્રકાર કપ્પનની તારીખ 5 ઓક્ટોબર, 2020 ના રોજ હાથરસમાં અશાંતિ ફેલાવવાના ષડયંત્રના આરોપમાં ત્રણ અન્ય લોકો સાથે હાથરસ જતા સમયે ધરપકડ કરવામાં આવી હતી. જ્યાં તે અનુસૂચિત સમાજની બાળકી પર કથિત સામૂહિક બળાત્કાર અને હત્યાની ઘટનાને કવર કરવા જઈ રહ્યો હતો.

આ પણ વાંચો Journalist Day 2023: શા માટે આજે 'મરાઠી પત્રકાર દિવસ' ઉજવવામાં આવો છે, જાણો તેનો ઈતિહાસ

મુક્તિનો આદેશ: લખનૌ જિલ્લા જેલના જેલ સુપ્રિટેન્ડેન્ટ આશિષ તિવારીનું કહેવું છે કે સિદ્દીક કપ્પનની મુક્તિનો આદેશ મળી ગયો છે. તેણે જણાવ્યું કે કાનૂની ઔપચારિકતા પૂરી કર્યા બાદ ગુરુવારે સવારે તેને મુક્ત કરવામાં આવ્યો હતો.

તેની માતાનું અવસાન: સિદ્દીકી કપ્પનને ગયા વર્ષે તારીખ 9 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા. જો કે તે હજુ પણ જેલમાં જ હતો અને હવે તે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા જામીન મળ્યા બાદ 1 મહિના પછી બહાર આવશે. તે જેલમાં હતો તે દરમિયાન તેની માતાનું અવસાન થયું હતું. આ પછી તેમના જામીનનો મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.

આ પણ વાંચો પુલિત્ઝર વિજેતા કાશ્મીરી ફોટો જર્નાલિસ્ટે કહ્યું કે મને અમેરિકા જતી અટકાવવામાં આવી

કેસ નોંધવામાં આવ્યો: શરૂઆતમાં શાંતિ ભંગ કરવાની શંકાના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેની સામે UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તે અને તેની સાથે વાહનમાં આવેલા લોકો હાથરસ ગેંગરેપ-હત્યાના પગલે સાંપ્રદાયિક રમખાણો ભડકાવવા અને સામાજિક સમરસતાને ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.