ETV Bharat / bharat

kedarnath Dham Kapat Closed: પવિત્ર કેદારનાથ ધામના કપાટ થયાં બંધ, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું કેદારનાથ પરિસર

લાખો-કરોડો લોકોની આસ્થાના પ્રતિક સમાન કેદારનાથમાં બિરાજમાન બાબા કેદારનાથ મંદિરના કપાટ આજથી બંધ થઈ ગયાં છે. ભાઈબીજના પવિત્ર તહેવાર પર, વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ સાથે, બાબા કેદારના કપાટ બંધ કરવામાં આવ્યા છે. હવે શ્રદ્ગાળું 6 મહિના સુધી બાબા કેદારની ઉખીમઠ અને ઓમકારેશ્વર મંદિરમાં પૂજા કરી શકશે. કારણ કે શિયાળાની ઋતુમાં આ મંદિરમાં જ બાબા કેદારની ભોગ મૂર્તિને સ્થાપિત કરવામાં આવે છે.

પવિત્ર કેદારનાથ ધામના કપાટ થયાં
પવિત્ર કેદારનાથ ધામના કપાટ થયાં
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 15, 2023, 1:23 PM IST

રૂદ્રપ્રયાગ (ઉત્તરાખંડ): ભાઈ બીજના પર્વ પર કેદારનાથ ધામના કપાટ શુભ મુહૂર્તમાં ધાર્મિક વિધિ-વિઘાન સાથે શિયાળાની ઋુતુને લઈને બંધ કરવામાં આવ્યા છે. ત્યાર બાદ ભગવાન કેદારનાથની પંચમુખી પાલખી ધાર્મિક વિધિઓ અનુસાર મંદિર પરિસરમાંથી નીકળી હતી અને શિયાળા દરમિયાન બાબા કેદારની પૂજાનું સ્થાન ઓમકારેશ્વર મંદિર, ઉખીમઠમાં બિરાજમાન થશે. બાબા કેદારના કપાટ બંધ થતા સમયે કેદાર ખીણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠી હતી. કેદારનાથ વિસ્તાર બરફથી ઢંકાયેલો છે. ધામમાં હાલ અડધા ફૂટ સુધીનો બરફ છે, પરંતુ કપાટ બંધના સમયે હવામાન સ્વચ્છ રહ્યું હતું.

છ મહિના માટે બંધ કેદારનાથના કપાટઃ નોંધનીય છે કે ચારધામ યાત્રા તેના સમાપન તરફ આગળ વધી રહી છે. જેની શરૂઆત મંગળવારે ગંગોત્રી ધામના કપાટ બંધ થવાની સાથે થઈ ચુકી છે. ભારતીય સેનાના બેન્ડના ભક્તિમય નાદ વચ્ચે કેદારનાથ ધામના કપાટ બંધ કરવાની પ્રક્રિયા શરૂ થઈ. ભગવાન આશુતોષના 11મા જ્યોતિર્લિંગ ભગવાન કેદારનાથ મંદિરના કપાટ છ મહિના માટે આજે સવારે 8 વાગ્યે ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ભગવાન કેદારનાથની પંચમુખી પાલખી ધાર્મિક વિધિ મુજબ મંદિર પરિસરમાંથી નીકળી હતી, ત્યારે સમગ્ર ઘાટી હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠી હતી.

ઓમકારેશ્વર મંદિરમાં કરી શકાશે બાબા કેદારની પૂજાઃ હવે ભક્તો શિયાળા દરમિયાન ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં બાબા કેદારની પૂજા કરી શકશે. કેદારધામના કપાટ બંધ થયા પછી, બાબા કેદાર છ મહિના સુધી સમાધિમાં લીન થયાં છે, મંદિરમાં નિયમિત પૂજા અને દર્શન થયા બાદ મંદિરના કપાટ બંધ કરવાની પ્રક્રિયાના ભાગરૂપે સ્વયંભૂ શિવલિંગ પરથી શ્રૃંગાર દૂર કરવામાં આવ્યો અને કેદારનાથ રાવલ ભીમાશંકર લિંગની હાજરીમાં પૂજારીએ શિવલિંગને સ્થાનિક સૂકા ફૂલો, બ્રહ્મ કમલ, કુમજા અને ભસ્મ સાથે સમાધીનું રૂપ આપવામાં આવ્યું. આ દરમિયાન બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજય હાજર રહ્યા હતા.

હર હર મહાદેવના નાદથી ગુંજ્યુ કેદારધામઃ આ સાથે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસ પ્રશાસન, મુખ્ય કાર્યકારી અધિકારી યોગેન્દ્ર સિંહ, તીર્થ પુરોહિત સોસાયટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેદારનાથ મંદિરના કપાટ બંધ થવાના પ્રસંગે મંદિરને વિશેષ રીતે ફૂલોથી શણગારવામાં આવ્યું હતું અને અઢી હજારથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. હજારો યાત્રાળુઓએ કપાટ બંધ થતા જોયા. આ દરમિયાન જય શ્રી કેદાર અને ઓમ નમઃ શિવાયના નાદ સાથે કેદાર ઘાટી સેનાની ભક્તિમય ધૂનથી ગુંજી ઉઠી હતી.

ગર્ભગૃહમાં સમાધિ પૂજન સંપન્નઃ બરાબર સાંજે 6.30 કલાકે મંદિરના ગર્ભગૃહમાં સમાધિ પૂજન સંપન્ન થયું હતું, ત્યાર બાદ નાના મંદિરો મંદિરની અંદર આવેલ સભા મંડપ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. આ પછી, કેદારનાથ મંદિરનો દક્ષિણ દરવાજો બરાબર સાડા છ વાગ્યે મંદિરના ગર્ભગૃહમાં સમાધિ પૂજા સમાપન કરવામાં આવી હતી, અને તે પછી તરત મંદિરની અંદર સભામંડપમાં સ્થિત નાના મંદિરોને પણ બંધ કરી દેવામાં આવ્યાં. ત્યાર બાદ બરાબર સાડા આઠ વાગ્યે કેદારનાથ મંદિરના દક્ષિણ દ્વારને પણ બંધ કરી દેવામાં આવ્યાં. તેની તરત પૂર્વ દ્વારને પણ બંધ કરી દેવામાં આવ્યાં. આ અવસરે ભારતીય સેના, આઈટીબીપી તથા દાનદાતાઓનએ તીર્થયાત્રિઓને માટે ભંડારાનું આયોજન કર્યું હતું.

  1. Chardham Yatra 2023 : ભાઈબીજના દિવસે બંધ થશે કેદારનાથ અને યમુનોત્રીના કપાટ, ચારધામ યાત્રા પૂર્ણતા તરફ
  2. Male Mahadeshwara Hill: કર્ણાટકના આ મંદિરમાં અપરિણીત યુવકોનો ભરાય છે મેળો, દુલ્હન માટે કરે છે પ્રાર્થના

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.