ETV Bharat / bharat

કાશ્મીરઓ ગુલામ નથી પરંતુ જમ્મુ કાશ્મીર દેશનો તાજ છેઃ ડૉ. ફારૂક અબ્દુલ્લા - Nehru Prime Minister of the country for 17 years

જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને સંસદ સભ્ય ડૉ.ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે ઈતિહાસ બદલી શકાતો નથી અને ઈતિહાસ સાક્ષી છે કે જવાહરલાલ નેહરુ 17 વર્ષ સુધી દેશના વડાપ્રધાન હતા (Jawaharlal Nehru Prime Minister of the country for 17 years). તેમના કારણે આજે દેશનો વિકાસ થયો છે. તેમણે કહ્યું કે એક સમય એવો હતો જ્યારે ભારતમાં સોયની પણ આયાત કરવી પડતી હતી. જવાહરલાલ નેહરુ જ હતા જેમણે દેશમાં ઔદ્યોગિક ક્રાંતિ લાવી અને ભારતને પરમાણુ શક્તિ બનાવ્યું છે.

Etv Bharatકાશ્મીર ગુલામ નથી પરંતુ જમ્મુ કાશ્મીર દેશનો તાજ છેઃ ડૉ. ફારૂક અબ્દુલ્લા

author img

By

Published : Oct 28, 2022, 8:37 PM IST

જમ્મુ-કાશ્મીર: નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને સંસદ સભ્ય ડૉ. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે શેખ મુહમ્મદ અબ્દુલ્લા અને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના બલિદાન (Sacrifice of Prime Minister Jawaharlal Nehru) અને નિઃસ્વાર્થ સેવાઓને ક્યારેય ભૂલી શકાય નહીં. ડો. ફારૂક અબ્દુલ્લાએ શ્રીનગરમાં એક કાર્યક્રમ દરમિયાન મીડિયાના પ્રતિનિધિઓ સાથે વાત કરતા આ વાતો વ્યક્ત કરી હતી.ડો. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે જે લોકો શેખ મુહમ્મદ અબ્દુલ્લાની ટીકા કરે છે અને અર્થહીન નિવેદનો કરે છે તેઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે રાષ્ટ્ર પ્રત્યેના તેમના બલિદાનને ક્યારેય ભૂલી શકાય નહીં. અહીં શેખ અબ્દુલ્લાએ લોકોને તેમનું સ્થાન અને ગૌરવ અપાવ્યું હતું.

કાશ્મીરીઓ: તેમણે કહ્યું કે આજે દુનિયામાં એવી કોઈ જગ્યા નથી જ્યાં કાશ્મીરીઓ તેમની ક્ષમતા બતાવતા ન હોય અને ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન ના હોય અને એટલું જ નહીં પરંતુ તેઓ માથું ઊંચું કરીને ના બોલતા હોય. આજે આ બધું આમ જ જોવા મળતું નથી, તેની પાછળ મહેનત અને બલિદાન છે. ડૉ.ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે શેખ મુહમ્મદ અબ્દુલ્લાની અમૂલ્ય સેવાઓ અને બલિદાનને કોઈ ભૂલી શકે તેમ નથી અને ઈતિહાસ તેમને ભૂલવા નહીં દે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના લોકો ગુલામ નથી પરંતુ જમ્મુ-કાશ્મીર દેશનો તાજ (Jammu and Kashmir is the crown of the country)છે, અને હંમેશા તાજ રહેશે.

ઈતિહાસ: એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે ઈતિહાસ બદલી શકાતો નથી અને ઈતિહાસ સાક્ષી છે કે આજે 17 વર્ષ સુધી દેશના વડાપ્રધાન રહેલા જવાહરલાલ નેહરુને કારણે દેશનો વિકાસ થયો છે. એક સમયે ભારતમાં સોય પણ આયાત કરવી પડતી હતી. જવાહરલાલ નેહરુ જ હતા જેમણે દેશમાં ઔદ્યોગિક ક્રાંતિ લાવી અને ભારતને પરમાણુ શક્તિ બનાવ્યું. જવાહરલાલ નેહરુની ટીકા કરનારાઓએ ઈતિહાસનો અભ્યાસ કરવાની જરૂર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.