ETV Bharat / bharat

જમ્મુમાં કાશ્મીરી પંડિત કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન, સ્થળાંતરની કરાઇ માંગ - કાશ્મીરી પંડિત કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન

કાશ્મીર ખીણમાં ટાર્ગેટ કિલિંગના કારણે કાશ્મીરી પંડિતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જમ્મુમાં કાશ્મીરી પંડિત સરકારી કર્મચારીઓએ ખીણમાંથી ટ્રાન્સફરની માંગ સાથે વિરોધ કર્યો હતો. Attack on Kashmiri Pandits in Jammu, Protest by Kashmiri Pandits in Jammu, Protest by Kashmiri Pandit workers.

પંડિત કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન
પંડિત કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન
author img

By

Published : Aug 17, 2022, 4:28 PM IST

જમ્મુ કાશ્મીર જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદી હુમલામાં (Attack on Kashmiri Pandits in Jammu) એક કાશ્મીરી પંડિતની હત્યા બાદ બુધવારે જમ્મુના ઘણા વિસ્તારોમાં કાશ્મીરી પંડિત સરકારી કર્મચારીઓએ કાશ્મીરી પંડિતોને ઘાટીમાંથી ટ્રાન્સફર કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું (Protest by Kashmiri Pandit workers). કાશ્મીરી પંડિત સરકારી કર્મચારીઓએ જમ્મુના બિક્રમ ચોક પર પ્રદર્શન કર્યું હતું. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ દેખાવકારોને શાંત પાડ્યા હતા, જેના પગલે વિસ્તારમાં ટ્રાફિક પુનઃસ્થાપિત થયો હતો.

આ પણ વાંચો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો, એકનું મોત

પંડિતોએ કર્યું વિરોધ પ્રદર્શન પ્રદર્શનકારીઓ રાહત કમિશનરની ઓફિસ જમ્મુની સામે એકઠા થયા અને પ્રેસ ક્લબ જમ્મુ સુધી કૂચ કરી હતી. આ દરમિયાન તાવી પુલ જામ થઈ ગયો હતો. દેખાવકારોએ ETV ભારત સાથે વાત કરતા કહ્યું કે, કાશ્મીરી પંડિતો ઘાટીમાં સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે અને સરકાર તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ રહી છે. ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે, જેનાથી તેઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ વચ્ચે ઘર્ષણ, 3 જવાનો શહીદ, બે આતંકવાદીઓ ઠાર

સ્થળાંતરની માંગ કરાઇ વડા પ્રધાનના વિશેષ પુનર્વસન પેકેજ હેઠળ ભરતી કરાયેલા અને ખીણના જુદા જુદા ભાગોમાં પોસ્ટ કરાયેલા કાશ્મીરી પંડિત કર્મચારીઓએ ટ્રાન્સફરની માંગ કરી હતી. પ્રદર્શનકારીઓએ કહ્યું કે, અમે ખીણમાં વિશેષ પેકેજ હેઠળ કામ કરી રહ્યા છીએ, અહીંની સ્થિતિથી દરેક વાકેફ છે. અમે અમારું ટ્રાન્સફર જમ્મુ ઈચ્છીએ છીએ જેથી અમે બચી શકીએ. કાશ્મીરી પંડિતો જમ્મુમાં વિવિધ સ્થળોએ એકઠા થયા હતા જેમ કે મુઠી પ્રવાસી કોલોની, જુગતી પ્રેસ ક્લબ જમ્મુ અને કાશ્મીર ખીણમાં ટાર્ગેટેડ કિલિંગનો વિરોધ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.