ETV Bharat / bharat

કર્ણાટકમાં માર્ગ અકસ્માતમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 16 ઈજાગ્રસ્ત - કર્ણાટકમાં માર્ગ અકસ્માતમાં 6 શ્રદ્ધાળુઓના મોત

કર્ણાટકમાં એક દુ:ખદ અકસ્માતમાં ઓછામાં ઓછા છ તીર્થયાત્રીઓના(KARNATAKA ROAD ACCIDENT PILGRIMS KILLED ) મોત થયા છે. તે જ સમયે, 16 મુસાફરો ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે. આ દુર્ઘટના બેલાગવી જિલ્લામાં ત્યારે થઈ જ્યારે (6 people Died after Vehicle hits a Tree)શ્રદ્ધાળુઓને લઈ જતું વાહન ચિંચનૂર ગામ પાસે એક ઝાડ સાથે અથડાયું હતુ.

કર્ણાટકમાં માર્ગ અકસ્માતમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 16 ઈજાગ્રસ્ત

author img

By

Published : Jan 5, 2023, 2:19 PM IST

બેલાગવીઃ કર્ણાટકના બેલગાવી જિલ્લામાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. ગુરુવારે વહેલી સવારે યાત્રાળુઓને(KARNATAKA ROAD ACCIDENT PILGRIMS KILLED ) લઈ જતું વાહન ઝાડ સાથે અથડાયું હતું, જેમાં ત્રણ મહિલાઓ સહિત ઓછામાં ઓછા 6 યાત્રાળુઓના મોત થયા હતા. તે જ સમયે, 16 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. પોલીસે આ માહિતી આપી હતી. આ અકસ્માત જિલ્લાના રામદુર્ગ તાલુકાના કાતાકોલા પોલીસ સ્ટેશન હેઠળના(6 people Died after Vehicle hits a Tree) ચિંચનુર ગામ પાસે થયો હતો. પોલીસે જણાવ્યું કે પાંચ લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને છઠ્ઠા વ્યક્તિનું હોસ્પિટલમાં મોત થયું હતું. ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મૃતકોની ઓળખ: અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં હનુમાવા મેગાડી (25 વર્ષીય), દીપા (31 વર્ષીય), સવિતા (12 વર્ષીય), સુપ્રીતા (11 વર્ષીય), ઈન્દિરવવા (24 વર્ષીય) અને મારુતિ (42 વર્ષીય)નો સમાવેશ થાય છે. મૃતકો હુલંદા ગામથી પ્રખ્યાત સૌંદત્તી યલ્લમ્મા મંદિર જઈ રહ્યા હતા. ચાલકે કાબુ ગુમાવતા બોલેરો વળાંક પર વડના ઝાડ સાથે અથડાયા બાદ પલટી મારી જતાં આ ઘટના બની હતી.

અકસ્માત બેદરકારીના કારણે થયો: પોલીસે જણાવ્યું કે શ્રદ્ધાળુઓ મંદિર તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં વચ્ચે બોલેરોમાં બેસી ગયા હતા. બોલેરોમાં સવાર થયાની થોડી જ મિનિટો બાદ થયેલા અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે અને અન્ય એકનું હોસ્પિટલ લઈ જતી વખતે મૃત્યુ થયું હતું. પ્રાથમિક તપાસમાં આ અકસ્માત બેદરકારીના કારણે થયો હોવાનું સામે આવ્યું છે. બોલેરો કાર્ગો વાહનમાં 23 મુસાફરો હતા. આ ઘટનામાં લગભગ 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ અધિક્ષક (SP) સંજીવ પાટીલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

5 લાખ રૂપિયાનું વળતર: જળ સંસાધન પ્રધાન અને જિલ્લા પ્રભારી ગોવિંદા કારાજોલે પીડિતોના પરિવારજનોને 5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. મૃતકો પર શોક વ્યક્ત કરતા, તેમણે ઈજાગ્રસ્તના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. કાટકોલા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.