બેંગલુરુ : કર્ણાટકના અમલદારશાહી વર્તુળોમાં રવિવારે એક મોટો ઝટકો લાગ્યો, IPS અધિકારી ડી રૂપા મૌદગીલ અને IAS અધિકારી રોહિણી સિંધુરી વચ્ચેનો વિવાદ ખુલ્લેઆમ બહાર આવ્યો. IPS મૌદગીલે રોહિણી સિંધુરી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યાના એક દિવસ બાદ, તેણે કેટલીક તસવીરો જાહેર કરી, જેમાં રૂપા મૌદગીલે દાવો કર્યો છે કે, આ તસવીરો સિંધુરી દ્વારા 3 પુરુષ IAS અધિકારીઓને મોકલવામાં આવી હતી. રૂપા મુદગીલે શનિવારે સિંધુરી પર ભ્રષ્ટાચારના 19 આરોપો લગાવ્યા હતા.
-
ಸರ್ಕಾರದ ಗಮನಕ್ಕೆ ತಂದಿಲ್ಲ ಅಂತ ನೀವು ಯಾಕೆ ಅಂದುಕೊಳ್ಳು ತ್ತೀರಿ. ಗಮನಕ್ಕೆ ತಂದಿದ್ದೇನೆ. ತೇಜೋವಧೆ ಅಲ್ಲ. ಅನೇಕರ ಸಂಸಾರ ಮುರಿದಿರುವ ಬಗ್ಗೆ ನಿಮಗೂ sympathy ಇರಲಿ https://t.co/9BJIaGbjhV
— D Roopa IPS (@D_Roopa_IPS) February 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">ಸರ್ಕಾರದ ಗಮನಕ್ಕೆ ತಂದಿಲ್ಲ ಅಂತ ನೀವು ಯಾಕೆ ಅಂದುಕೊಳ್ಳು ತ್ತೀರಿ. ಗಮನಕ್ಕೆ ತಂದಿದ್ದೇನೆ. ತೇಜೋವಧೆ ಅಲ್ಲ. ಅನೇಕರ ಸಂಸಾರ ಮುರಿದಿರುವ ಬಗ್ಗೆ ನಿಮಗೂ sympathy ಇರಲಿ https://t.co/9BJIaGbjhV
— D Roopa IPS (@D_Roopa_IPS) February 19, 2023ಸರ್ಕಾರದ ಗಮನಕ್ಕೆ ತಂದಿಲ್ಲ ಅಂತ ನೀವು ಯಾಕೆ ಅಂದುಕೊಳ್ಳು ತ್ತೀರಿ. ಗಮನಕ್ಕೆ ತಂದಿದ್ದೇನೆ. ತೇಜೋವಧೆ ಅಲ್ಲ. ಅನೇಕರ ಸಂಸಾರ ಮುರಿದಿರುವ ಬಗ್ಗೆ ನಿಮಗೂ sympathy ಇರಲಿ https://t.co/9BJIaGbjhV
— D Roopa IPS (@D_Roopa_IPS) February 19, 2023
રોહિણી સિંધુરીનું નિવેદન : ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર રોહિણી સિંધુરીએ રવિવારે આપેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, રૂપા મૌદગિલ તેમની વિરુદ્ધ 'ખોટી અને અંગત નિંદા અભિયાન' ચલાવી રહી છે, જે તેમની કામ કરવાની રીત છે. રોહિણી સિંધુરીએ કહ્યું કે, 'હું ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળના ગુનાઓ માટે તેણીની કાર્યવાહી માટે યોગ્ય અધિકારીઓ સાથે કાનૂની કાર્યવાહી કરીશ.
આ પણ વાંચો : Delhi Tribal Festival: દિલ્હીમાં 100 રૂપિયામાં વેચાઈ રહી છે કીડીની ચટણી, જાણો તેની પાછળનું કારણ
સોશિયલ મીડિયામાંથી તસવીરો એકત્રિત કરી : રોહિણી સિંધુરીએ કહ્યું કે, તેણે (રૂપાએ) મને બદનામ કરવા માટે સોશિયલ મીડિયામાંથી તસવીરો અને (મારા) વોટ્સએપ સ્ટેટસના સ્ક્રીનશૉટ્સ એકત્રિત કર્યા. સિંધુરીએ કહ્યું કે, તેના પર આરોપ છે કે, મેં આ તસવીરો કેટલાક અધિકારીઓને મોકલી છે. તે તે નામો જાહેર કરવા વિનંતી કરે છે.
આ પણ વાંચો : Karnataka News: કર્ણાટકમાં iPhone માટે કરી ડિલિવરી બોયની હત્યા
IPS સિંધુરીએ ત્રણ પુરુષ IAS અધિકારીઓ સાથે તેમનો ફોટો શેર કર્યો : જો કે કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈએ આ મુદ્દાને અંગત મામલો ગણાવ્યો છે. રવિવારે પોતાના ફેસબુક પેજ પર રોહિણી સિંધુરીના 7 ફોટા શેર કરતી વખતે IPS રૂપાએ આરોપ લગાવ્યો હતો કે, IPS સિંધુરીએ કથિત રીતે ત્રણ પુરુષ IAS અધિકારીઓ સાથે તેમનો ફોટો શેર કર્યો હતો. તેણે કહ્યું કે, કાયદા મુજબ સોશિયલ મીડિયા પર આવી તસવીરો શેર કરવી ગુનો છે.