ETV Bharat / bharat

Karnataka Hijab Case: હિજાબ બાબતે હાઈકોર્ટમાં આજે ફરી સુનાવણી થશે - ઉડુપીની સરકારી કોલેજથી હિજાબ વિવાદની શરૂઆત

કર્ણાટક હિજાબ મામલામાં એક નવો વળાંક (Karnataka Hijab Case) આવ્યો છે. કોર્ટમાં સ્કૂલી વેશભૂષા સાથે ભળતા રંગના હિજાબ પહેરવાની મંજૂરી માગવામાં આવી છે. કોર્ટે આ મામલાની સુનાવણી (Hijab Case Hearing in Karnataka High Court)આજે જ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

Karnataka Hijab Case: હાઈકોર્ટમાં આજે ફરી સુનાવણી થશે

author img

By

Published : Feb 15, 2022, 3:28 PM IST

બેંગલુરુ: હિજાબ પહેરવાની તરફેણમાં અરજી દાખલ કરનારા વિદ્યાર્થીનીઓએ કર્ણાટક હાઈકોર્ટને (Hijab Case Hearing in Karnataka High Court) વિનંતી કરી છે કે, તેમને શાળાના ગણવેશના રંગમાં હિજાબ (Karnataka Hijab Case) પહેરવાની છૂટ આપવામાં આવે. આ મામલે આજે પણ હાઈકોર્ટમાં સુનાવણી (Hijab Case Hearing in Karnataka High Court) થશે. શાંતિ, સૌહાર્દ અને કાયદો અને વ્યવસ્થાને અસર કરતા કોઈ પણ કપડા પહેરવા પર પ્રતિબંધના સરકારના આદેશને પડકારનારી યુવતીઓએ ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, જસ્ટિસ જે. એમ. કાઝી અને જસ્ટિસ ક્રિષ્ના એમ દીક્ષિતની સંપૂર્ણ બેન્ચ સમક્ષ આ રજૂઆત કરી હતી.

કોલેજની છોકરીઓના વકીલે સમાન રંગીન હિજાબ પહેરવાની મંજૂરી આપવાના સકારાત્મક આદેશને પકડાર્યો

ઉડુપીની સરકારી પ્રિ-યુનિવર્સિટી કોલેજની છોકરીઓ તરફથી હાજર રહેલા એડવોકેટ દેવદત્ત કામતે બેન્ચને કહ્યું હતું કે, હું માત્ર સરકારી આદેશને જ નહીં, પરંતુ સમાન રંગીન હિજાબ પહેરવાની મંજૂરી આપવાના સકારાત્મક આદેશને પણ પડકારી રહ્યો છું." કામતે દાવો કર્યો હતો કે, મુસ્લિમ છોકરી કેન્દ્રિય વિદ્યાલયોમાં વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મ હિજાબ (Karnataka Hijab Case) પહેરવાની છૂટ છે અને તે અહીં પણ કરી શકાય છે.

આ પણ વાંચો- Karnataka Hijab Controversy : હિજાબ પહેરેલી વિદ્યાર્થીનીઓએ પરીક્ષાનો બહિષ્કાર કર્યો

હિજાબ પર પ્રતિબંધ મૂકવો અધિકારોનું ઉલ્લંઘન

તેમણે કહ્યું હતું કે, હિજાબ પહેરવું એ ફરજિયાત ધાર્મિક પ્રથા છે અને તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો એ બંધારણની કલમ- 25 હેઠળ આપવામાં આવેલા અધિકારોનું ઉલ્લંઘન છે. તેમણે એમ પણ જણાવ્યું કે, સરકારે ગણવેશ નક્કી કરવા ધારાસભ્યની હાજરી સાથે શિક્ષણ વિકાસ સમિતિ (CDC)ને અધિકૃત કરી છે. તેણીએ એમ પણ કહ્યું હતું કે, પ્રિ-યુનિવર્સિટી સેકન્ડ યરની વિદ્યાર્થિનીઓએ 2 વર્ષ પહેલા એનરોલમેન્ટ લીધો ત્યારથી તેઓ હિજાબ પહેરે છે. કામતે કહ્યું કે, સરકાર કહે છે કે હિજાબ પહેરવું એ સમસ્યા બની શકે છે. કારણ કે, અન્ય વિદ્યાર્થીનીઓ પણ તેમની ધાર્મિક ઓળખ પ્રદર્શિત કરવા માગે છે. કોર્ટે આ કેસની સુનાવણી (Hijab Case Hearing in Karnataka High Court) આજે (મંગળવારે) પણ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો- હિજાબ ગર્લના નામ પર મારી તસવીર વાયરલ થઈ રહી છે : અંબા પ્રસાદ

કર્ણાટક હાઈકોર્ટે સરકારને શૈક્ષણિક સંસ્થાઓને ફરી ખોલવાનો અનુરોધ કર્યો હતો

આપને જણાવી દઈએ કે, કર્ણાટક હાઈકોર્ટે (Hijab Case Hearing in Karnataka High Court) પોતાના વચગાળાના આદેશમાં હિજાબ સાથે સંબંધિત તમામ અરજીઓને પેન્ડિંગ રહેવા દરમિયાન રાજ્ય સરકારથી શૈક્ષણિક સંસ્થાઓને ફરી ખોલવાનો અનુરોધ કર્યો હતો અને તમામ વિદ્યાર્થીઓને ભગવા શાલ, હિજાબ અને કોઈ પણ ધાર્મિક ધ્વજને વર્ગખંડની અંદર પહેરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.

ઉડુપીની કોલેજથી શરૂ થયેલો વિવાદ અન્ય શહેરોમાં પણ ફેલાયો

તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં હિજાબ વિવાદ (Karnataka Hijab Case) ઉડુપીની એક સરકારી કોલેજથી શરૂ (Beginning of Hijab controversy from Udupi Government College) થયો હતો, જ્યાં મુસ્લિમ છોકરીઓને હિજાબ પહેરવાથી રોકી દેવામાં આવી હતી. સ્કૂલ મેનેજમેન્ટે તેને યુનિફોર્મ કોડ વિરૂદ્ધ ગણાવ્યું હતું. ત્યારપછી વિવાદ અન્ય શહેરોમાં પણ ફેલાઈ ગયો હતો. મુસ્લિમ યુવતીઓ આનો વિરોધ કરી રહી છે, જેની સામે હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા યુવકોએ પણ કેસરી શાલ પહેરીને વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. એક કોલેજમાં તો આ વિરોધ હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો હતો, જ્યાં પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.