- કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમ્મઇ દિલ્હીની મુલાકાતે
- વડાપ્રધાન સાથે કરશે મુલાકાત
- કોરોના અને પૂરને લઇ કરશે ચર્ચા
નવી દિલ્હી: કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમ્મઇ (Chief Minister Basavaraj Bommai) આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. તેઓ રાષ્ટ્રીય રાજધાનીની મુલાકાત દરમિયાન કેન્દ્રીય પ્રધાનોને પણ મળશે. એવી અપેક્ષા છે કે આ સમયગાળા દરમિયાન કર્ણાટકમાં પ્રધાનમંડળના વિસ્તરણ સહિત રાજ્યમાં વરસાદ અને પૂરને કારણે ઉભી થયેલી સ્થિતિ પર ચર્ચા થશે. ઉપરાંત, કોવિડ પર પણ ચર્ચા થઈ શકે છે.
મુખ્યપ્રધાને જગદીશ શેટ્ટારની નારાજગીના પ્રશ્નના જવાબ આપ્યા
દિલ્હી જવા માટે એરપોર્ટ જતા પહેલા મુખ્યપ્રધાને જગદીશ શેટ્ટારની નારાજગીના પ્રશ્નના જવાબ પણ આપ્યા છે. કહ્યું કે, હું તેમની (જગદીશ શેટ્ટાર) સાથે વાત કરીશ. મને તેમના માટે ઘણું માન છે, તે વરિષ્ઠ નેતા છે. મારે તેમને મળવાનું હતું, તેમની સાથે ફોન પર વાત કરી છે. બહુ જલ્દી તેમને મળીશું.
આ પણ વાંચો : "આ મારી જ જીત છે" એમ કહીને મેરી કોમે લગાવ્યા IOC પર આક્ષેપ