નવી દિલ્હી : કોંગ્રેસે શનિવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 43 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર કોથુરજી મંજુનાથ કોલાર વિધાનસભા મતવિસ્તારથી તેના ઉમેદવાર હશે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ આ વિધાનસભા ચૂંટણીમાં વરુણની સાથે આ બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમનું નામ વરુણા વિધાનસભા મતવિસ્તારમાંથી જાહેર કરવામાં આવ્યું છે.
-
AICC PRESS RELEASE
— INC Sandesh (@INCSandesh) April 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
ASSEMBLY ELECTIONS - 2023
KARNATAKA
The Central Election Committee has selected the following persons as Congress candidates for the ensuing elections to the Karnataka Assembly. pic.twitter.com/G5wuymnCiW
">AICC PRESS RELEASE
— INC Sandesh (@INCSandesh) April 15, 2023
ASSEMBLY ELECTIONS - 2023
KARNATAKA
The Central Election Committee has selected the following persons as Congress candidates for the ensuing elections to the Karnataka Assembly. pic.twitter.com/G5wuymnCiWAICC PRESS RELEASE
— INC Sandesh (@INCSandesh) April 15, 2023
ASSEMBLY ELECTIONS - 2023
KARNATAKA
The Central Election Committee has selected the following persons as Congress candidates for the ensuing elections to the Karnataka Assembly. pic.twitter.com/G5wuymnCiW
કોંગ્રેસે 25 માર્ચે પ્રથમ યાદી બહાર પાડી હતી : ભારતીય જનતા પાર્ટી (BJP) છોડીને શુક્રવારે કોંગ્રેસમાં સામેલ થયેલા પૂર્વ નાયબ મુખ્યપ્રધાન લક્ષ્મણ સાવડીને અથની વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. 6 એપ્રિલે જાહેર કરાયેલી કોંગ્રેસની બીજી યાદીમાં 41 ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને એક ઉમેદવાર સર્વોદય કર્ણાટક પાર્ટીનો હતો. સર્વોદય કર્ણાટક પાર્ટીના દર્શન પુટ્ટનૈયાને મેલુકોટ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. કર્ણાટકમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 25 માર્ચે 124 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી. પૂર્વ મુખ્યપ્રાધાન સિદ્ધારમૈયાને વરુણા સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Satyapal Malik: પુલવામા હુમલા પર સત્યપાલ મલિકે PM મોદી પર લગાવ્યા આરોપ, CM ભૂપેશે કેન્દ્રને ઘેર્યું
કર્ણાટ વિધાનસભા ચૂંટણીનું 10 મેના રોજ મતદાન થશે : કોંગ્રેસે અત્યાર સુધીમાં કુલ 207 ઉમેદવારો જાહેર કર્યા છે. હવે તેણે 58 બેઠકો માટે વધુ ઉમેદવારો જાહેર કરવાના છે. કર્ણાટકની તમામ 224 વિધાનસભા બેઠકો માટે 10 મેના રોજ મતદાન થશે અને મતગણતરી 13 મેના રોજ થશે. બીજી તરફ, કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 66 AICC નિરીક્ષકોને નામાંકિત કર્યા છે. આ નિરીક્ષકો પોતપોતાના મતવિસ્તારોની વિધાનસભા મુજબ નજર રાખશે અને કેન્દ્રીય મુખ્યાલયના સંપર્કમાં રહેશે. હાલ રાજ્યમાં ચૂંટણીને લઈને ઉત્તેજના જોરદાર છે.
આ પણ વાંચો : Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ સીબીઆઈ તપાસમાં સહયોગ કરશે એવી ખાતરી આતિશીએ આપી