ETV Bharat / bharat

Shettar joins Congress : ભાજપને આંચકો, પૂર્વ CM જગદીશ શેટ્ટર કોંગ્રેસમાં જોડાયા - પૂર્વ સીએમ જગદીશ શેટ્ટર

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 પહેલા રાજ્યમાં ભાજપને મોટું નુકસાન થયું છે. રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન જગદીશ શેટ્ટર ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાયા છે.

Shettar joins Congress : ભાજપને આંચકો, પૂર્વ CM જગદીશ શેટ્ટર કોંગ્રેસમાં જોડાયા

author img

By

Published : Apr 17, 2023, 11:58 AM IST

બેંગલુરુ : કર્ણાટક ચૂંટણી 2023 માટે રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન જગદીશ શેટ્ટર જેઓ છેલ્લા કેટલાક દિવસોથી ટિકિટને લઈને નારાજ હતા તેઓ આજે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, એક દિવસ પહેલા જ તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમને બેંગલુરુમાં પાર્ટી કાર્યાલયમાં કોંગ્રેસનું સભ્યપદ અપાવ્યું.

કોંગ્રેસના ઘણા નેતાઓ પણ ટિકિટને લઈને નારાજ છે : આ પ્રસંગે AICCના મહાસચિવ કેસી વેણુગોપાલ, પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલા, પૂર્વ સીએમ અને વિપક્ષના નેતા સિદ્ધારમૈયા અને અન્ય નેતાઓ હાજર હતા. શેટ્ટરે 2023ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફથી ટિકિટ ન મળવા પર નારાજગી વ્યક્ત કરી હતી. જેના કારણે તેમણે રાજીનામું આપ્યું હતું. તેમનું રાજીનામું રાજકારણીઓમાં ચર્ચાનો વિષય બન્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના ઘણા નેતાઓ પણ ટિકિટને લઈને નારાજ છે.

ડીકે શિવકુમારનું નિવેદન : પ્રેસ કોન્ફરન્સમાં બોલતા કેપીસીસી પ્રમુખ ડીકે શિવકુમારે કહ્યું કે આજનો દિવસ રાજ્યમાં પરિવર્તન લાવ્યો છે. કેપીસીસી પ્રમુખ ડીકે શિવકુમારે કહ્યું કે, કોંગ્રેસ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. AICC પ્રમુખ પ્રથમ વખત KPCC ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલ પણ હાજર હતા.

આ પણ વાંચો : Delhi Liquor Scam : કોંગ્રેસના નેતા અજય માકને કહ્યું અરવિંદ કેજરીવાલની સાથે કોંગ્રેસ નથી

પૂર્વ CM જગદીશ શેટ્ટર કોંગ્રેસમાં જોડાયા : સૌથી સજ્જન રાજકારણી અને છ વખતના ધારાસભ્ય જગદીશ શેટ્ટર રાજ્ય અને દેશના કોંગ્રેસીઓની અપેક્ષાઓ પર ખરા ઉતરશે. એક એવી વ્યક્તિ જે 40-45 વર્ષથી કોઈ કલંક વિના રાજકારણમાં છે. તેમણે પાર્ટી સંગઠન માટે અનેક સ્તરે મહેનત કરી છે. આજે એક મોટા નેતા કોંગ્રેસમાં જોડાયા છે. તમામ કોંગ્રેસીઓને આનો ગર્વ છે. આપણે તેમનું પાર્ટીમાં ગર્વથી સ્વાગત કરવું જોઈએ. આજે તેમની સાથે સાંસદ રહી ચૂકેલા અમરસિંહ પાટીલ પણ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે અને અમે તેમનું પણ સ્વાગત કરી રહ્યા છીએ.

આ પણ વાંચો : Navjot Singh Sidhu: સિદ્ધુના ઘરમાં જોવા મળ્યો શંકાસ્પદ વ્યક્તિ, ટ્વીટ કરીને આપી જાણકારી

જગદીશ શેટ્ટર છ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે : જણાવી દઈએ કે શેટ્ટરે ટિકિટને લઈને પાર્ટીના મોટા નેતાઓ સાથે પણ વાત કરી હતી. તેમને ટિકિટ અંગે ખાતરી આપવામાં આવી હતી. શેટ્ટર ટિકિટને લઈને મક્કમ હતા. આ સંબંધમાં તેણે અનેક વખત મોટું પગલું ભરવાની ચેતવણી પણ આપી હતી. કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈએ શનિવારે શેટ્ટરને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે શેટ્ટર એક અગ્રણી નેતા છે. તેમના નેતૃત્વમાં પાર્ટીએ અનેક પ્રસંગોએ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. તેમણે શેટ્ટર પાર્ટી છોડવા પર નુકસાનની વાત કરી હતી. તેમણે શેટ્ટરને રોકવા માટે રણનીતિ બનાવવાની પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, યેદિયુરપ્પા એક આદર્શ છે. તેમણે કહ્યું કે શેટ્ટરને કહેવામાં આવ્યું હતું કે, તેમને મોટું પદ આપવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે જગદીશ શેટ્ટર છ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.