- આજે 26 જુલાઈ એટલે કે ઐતિહાસિક કારગિલ વિજય દિવસ (Kargil Vijay Diwas) છે
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) દ્રાસની મુલાકાત કરશે, અહીં તેઓ વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ (Tribute) આપશે
- સંરક્ષણ પ્રમુખ (CDS) જનરલ બિપીન રાવત (General Bipin Rawat) પણ દ્રાસમાં કારગિલ દિવસ (Kargil Vijay Diwas) સમારોહમાં ભાગ લેશે
લદ્દાખઃ કારગિલ વિજય દિવસ (Kargil Vijay Diwas)ની આજે 22મી વર્ષગાંઠ છે. આજથી 22 વર્ષ પહેલા ભારતીય વીર જવાનોએ પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી. આ અવસર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) આજે દ્રાસની મુલાકાત કરશે. અહીં તેઓ વર્ષ 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકો દ્વારા બતાવવામાં આવેલા સાહસ અને તેમના દ્વારા આપવામાં આવેલા સર્વોચ્ચ બલિદાન પ્રત્યે કારગિલ યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. રાષ્ટ્રપતિની સાથે સંરક્ષણ પ્રમુખ (CDS) જનરલ બિપીન રાવત (General Bipin Rawat) પણ દ્રાસમાં કારગિલ દિવસ (Kargil Vijay Diwas) સમારોહમાં ભાગ લેશે.
આ પણ વાંચો- Kargil Vijay Diwas 2021: શહીદ વીર દિનેશ વાઘેલાએ સતત બે કલાક સુધી દુશ્મનો પર ગોળીઓ વરસાવી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ટ્વિટ કરી આપી શ્રદ્ધાંજલિ (Tribute)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પણ કારગિલ વિજય દિવસ પર કારગિલ યુદ્ધ (Kargil Vijay Diwas)ના શહીદોને નમન કર્યું હતું. તેમણે ટ્વિટ પર કહ્યું હતું કે, અમે વીર શહીદોના બલિદાન અને તેમની વિરતાને યાદ કરીએ છીએ. આજે, કારગિલ દિવસ પર અમે તે તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ, જેઓ આપણા દેશની રક્ષા કરતા કારગિલમાં શહીદ થયા હતા. તેમની બહાદુરી આપણને દરેક દિવસે પ્રેરિત કરે છે.
-
We remember their sacrifices.
— Narendra Modi (@narendramodi) July 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
We remember their valour.
Today, on Kargil Vijay Diwas we pay homage to all those who lost their lives in Kargil protecting our nation. Their bravery motivates us every single day.
Also sharing an excerpt from last year’s ’Mann Ki Baat.’ pic.twitter.com/jC42es8OLz
">We remember their sacrifices.
— Narendra Modi (@narendramodi) July 26, 2021
We remember their valour.
Today, on Kargil Vijay Diwas we pay homage to all those who lost their lives in Kargil protecting our nation. Their bravery motivates us every single day.
Also sharing an excerpt from last year’s ’Mann Ki Baat.’ pic.twitter.com/jC42es8OLzWe remember their sacrifices.
— Narendra Modi (@narendramodi) July 26, 2021
We remember their valour.
Today, on Kargil Vijay Diwas we pay homage to all those who lost their lives in Kargil protecting our nation. Their bravery motivates us every single day.
Also sharing an excerpt from last year’s ’Mann Ki Baat.’ pic.twitter.com/jC42es8OLz
આ પણ વાંચો- ગુજરાતથી 30 હજાર પત્રો કારગીલના જવાનો માટે મોકલાયા
આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ગયા વર્ષે 'મન કી બાત' કાર્યક્રમનો એક ભાગ પણ ટ્વિટર પર શેર કર્યો છે. આપને જણાવી દઈએ કે, વર્ષ 2019માં ખરાબ વાતાવરણના કારણે રાષ્ટ્રપતિ કારગિલ વિજય દિવસ સમારોહ (Kargil Victory Day Celebration)માં ભાગ નહતા લઈ શક્યા અને તેમણે શ્રીનગરના બદામીબાગમાં સેનાની 15મી કોરના મુખ્યમથકમાં યુદ્ધ સ્મારક પર માલ્યાર્પણ કરીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. જોકે, આ વખતે રવિવારે કારગિલના દ્રાસ વિસ્તારમાં આવેલા કારગિલ યુદ્ધ સ્મારક પર 559 દિવડા પ્રગટાવવામાં આવ્યા હતા. આ અવસર પર ઉચ્ચ સૈન્ય અધિકારી, સૈન્યકર્મીઓના પરિવારના સભ્યો અને અન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
CDS જનરલ બિપીન રાવતે સૈનિકોને દ્રઢ અને અટલ રહેવાની પ્રેરણા આપી હતી
તો CDS જનરલ બિપીન રાવતે રવિવારે કારગિલ જિલ્લાના દ્રાસ સેક્ટરમાં નિયંત્રણ રેખાથી જોડાયેલા વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમ જ વર્તમાન સુરક્ષા સમિતિ અને અભિયાનગત તૈયારીની સમીક્ષા કરી હતી. જનલર રાવતે સૈનિકો સાથે વાતચીત કરી હતી અને તેમના ઉંચા મનોબળ માટે તેમને શુભેચ્છા પાઠવી હતી તેમ જ તેમને દ્રઢ અને અટલ રહેવાની પ્રેરણા આપી હતી.