ETV Bharat / bharat

કંગનાએ હવે મહાત્મા ગાંધી પર નિશાન સાધ્યું, કહ્યું કે બીજો ગાલ આપવાથી ભીખ મળે સ્વતંત્રતા નહીં - Actress Kangana Ranaut

અભિનેત્રી કંગના રનૌતે(Actress Kangana Ranaut) મંગળવારે એક નવો વિવાદ ઉભો કર્યો અને દાવો કર્યો કે સુભાષ ચંદ્ર બોઝ અને ભગત સિંહને મહાત્મા ગાંધી તરફથી કોઈ સમર્થન મળ્યું નથી. મહાત્મા ગાંધીના અહિંસાના મંત્રની મજાક ઉડાવતા તેમણે કહ્યું કે બીજો ગાલ ફેરવવાથી ભીખ મળે છે સ્વતંત્રતા નહીં.

કંગનાએ હવે મહાત્મા ગાંધી પર નિશાન સાધ્યું, કહ્યું કે બીજો ગાલ આપવાથી ભીખ મળે સ્વતંત્રતા નહીં

author img

By

Published : Nov 17, 2021, 9:36 AM IST

  • કંગના રનૌતે મહાત્માં ગાંધી પર નિશાન સાધ્યું
  • 1947માં ભારતને આઝાદી નહીં, પરંતુ ભીખ માંગવામાં આવી હતીઃ કંગના
  • કંગનાએ કહ્યું કે, બીજો ગાલ ફેરવવાથી ભીખ મળે છે સ્વતંત્રતા નહીં
  • ગાંધીજી ભગત સિંહને ફાંસી આપવા માગંતા હતાઃ કંગના

મુંબઈઃ અભિનેત્રી કંગના રનૌતે(Actress Kangana Ranaut) એક બાદ એક નિવેદનને લઈ સતત ચર્ચા રહે છે. ત્યારે હવે કંગનાએ મહાત્મા ગાંધી પર પણ નિશાનશ્(Kangana target on Mahatma Gandhi) સાધ્યું છે. કંગના કહ્યું કે બીજો ગાલ આગળ કરીને 'ભીખ માગવા' સિવાય કોઈ સ્વતંત્રતા(Freedom) નથી. કંગનાએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે 1947માં ભારતને આઝાદી મળી ન હતી પરંતુ ભીખ માંગવામાં આવી હતી. 2014માં જ્યારે નરેન્દ્ર મોદી(Narendra Modi)ની સરકાર સત્તામાં આવી ત્યારે વાસ્તવિક આઝાદી મળી.

કંગનાએ ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીને ગાંઘીજી પર નિશાન સાધ્યું

રનૌતે ઈન્સ્ટાગ્રામ(Kangana Ranaute Instagram) પર એક પછી એક પોસ્ટ કરીને મહાત્મા ગાંધી પર નિશાન સાધ્યું અને કહ્યું કે, તમારા હીરોને સમજદારીથી પસંદ કરો. અભિનેત્રીએ એક અખબારની જૂની ક્લિપિંગ શેર કરી છે જેમાં હેડલાઈન છે કે ગાંધી અન્ય નેતાજીને સોંપવા માટે સંમત થયા હતા. આ ઉપરાંત સમાચારમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગાંધી, જવાહરલાલ નેહરુ તેમજ મોહમ્મદ અલી ઝીણાએ બ્રિટિશ ન્યાયાધીશ સાથે સંમત થયા હતા કે જો બોસ દેશમાં પ્રવેશ કરશે તો તેઓ તેને સોંપી દેશે. રનૌતે અખબારની ક્લિપિંગ સાથે લખ્યું છે કે, કાં તો તમે ગાંધીના પ્રશંસક છો અથવા નેતાજીના સમર્થક છો. તમે બંને સાથે નથી રાખી શકતા. તેમ પસંદ કરો અને નક્કી કરો

અન્ય એક પોસ્ટમાં, રાનૌતે દાવો કર્યો છે કે જેઓ આઝાદી માટે લડ્યા હતા તેઓને એવા લોકો દ્વારા તેમના માલિકોને સોંપવામાં આવ્યા હતા. જેમની પાસે તેમના જુલમીઓ સામે લડવાની હિંમત ન હતી અથવા જેમનું લોહી ઉકળતું ન હતું, પરંતુ તેઓ ચાલાક અને સત્તાના ખાઉધરા હતા.

ગાંધીજી ભગત સિંહને ફાંસી આપવા માગંતા હતા કંગનાએ કહ્યું

ત્યાર બાદ ગાંધીજી પર નિશાન સાધતા કંગનાએ એવો દાવો પણ કર્યો હતો કે એવા પુરાવા છે કે ગાંધીજી ભગત સિંહ(Gandhiji Bhagat Singh)ને ફાંસી આપવા માગંતા હતા. 34 વર્ષની અભિનેત્રીએ કહ્યું કે આ એ જ લોકો છે જેમણે અમને શીખવ્યું હતું કે જો કોઈ તમને થપ્પડ મારે તો બીજી થપ્પડ માટે બીજો ગાલ આગળ કરો.

આ રીતે તમને સ્વતંત્રતા મળશે. આ રીતે કોઈને સ્વતંત્રતા મળતી નથી, આ રીતે ભિક્ષા મળે છે. તમારા નાયકોને કુશળતાપૂર્વક પસંદ કરો. લોકો માટે તેમના ઇતિહાસ અને તેમના હીરો વિશે જાણવાનો સમય આવી ગયો છે.

કંગનાને પદ્મશ્રી મળ્યા બાદ સતત ગૂચવણમાં

કંગનાએ કહ્યું કે, તે બધાને ફક્ત તેમની યાદશક્તિમાં રાખવા અને દર વર્ષે બધાને જન્મદિવસની શુભકામનાઓ આપવા પૂરતું નથી, તે માત્ર મૂર્ખતા જ નહીં, પરંતુ અત્યંત બેજવાબદાર અને ઉપરછલ્લું છે. રનૌતને તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મશ્રીથી(President Ramnath Kovind Padma Shri) પુરસ્કાર મળ્યા બાદ બે દિવસ પછી કંગનાએ સ્વતંત્રતા અંગે નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચોઃ TOP NEWS: નોનવેજની લારીઓ હટાવાનો નિર્ણયનો વિરોધ કરવા લારી- ગલ્લા પાથરણા સંઘ હાઇકોર્ટ જશે, કરતારપુર સાહિબ કોરિડોર શરૂ થશે આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

આ પણ વાંચોઃ ડેવિડ વોર્નર્સની પત્નીએ તેના પતિના ટીકાકારોને જડબાડોત જવાબ આપ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.