ETV Bharat / bharat

પર્યુષણ પર્વમાં કલ્પસુત્ર ગ્રંથ સાંભળવાથી મોક્ષનું સુખ થાય છે પ્રાપ્ત - jain festival

શ્વેતાંબર જૈન સમાજનો પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે. આ દરમિયાન ધાર્મિક ઉપાસનાનો સમયગાળો ચાલુ રહે છે. આ પર્યુષણ પર્વ દરમિયાન લોકો ઉપવાસ કરે છે. આ સમય દરમિયાન પર્યુષણ પર્વનું મહત્વ સમજાવવામાં આવે છે. Shwetambar Jain, Paryushan Parv, Significance of Paryushan Parva,Kalpasutra Granth

પર્યુષણ પર્વમાં કલ્પસુત્ર ગ્રંથ સાંભળવાથી મોક્ષનું સુખ થાય છે પ્રાપ્ત

author img

By

Published : Aug 27, 2022, 5:57 PM IST

ન્યુઝ ડેસ્ક કલ્પસુત્ર એ જૈન ધર્મનો મહત્વનો ગ્રંથ ગણાય છે, એ જૈનધર્મના આગમોનો સાર નથી, તેમ છતાં એ આગમગ્રંથ જેટલો મહિમા પામ્યો છે. પર્યુષણ પર્વ દરમિયાન સાધુ-ભગવંતો એનું વાચન કરતા હોય છે. કલ્પસૂત્ર સ્વયં એક ગ્રંથ નથી, પરંતુ ગ્રંથનો એક ભાગ છે. આચાર્ય ભદ્રબાહુસ્વામીએ રચેલા દશ અધ્યયન ધરાવતા ‘દશાશ્રુતસ્કંધ’ નામના ગ્રંથનું આ આઠમું અધ્યન છે. આને ‘પજ્જોસણા કલ્પ’ અથવા તો ‘પર્યુષણા કલ્પ’ કહેવામાં આવે છે. સમયાંતરે એ ‘કલ્પસૂત્ર’ તરીકે પ્રસિદ્ધ થયું. એની રચના આજથી ૨૨૨૯ વર્ષ પૂર્વે થઇ.

આ પણ વાંચો આવતી કાલથી શરુ થશે પર્યુષણ, જાણો શું તેનો ઈતિહાસ અને મહત્વ

કલ્પસૂત્રની રચના ક્યારે થઈ જૈનોના પવિત્ર ગ્રંથ કલ્પસૂત્રની રચના (kalpsutra ni rachna) ચૌદપૂર્વી આચાર્યદેવ શ્રી ભદ્રબાહુસ્વામીએ કરી હતી. જે હિંદુઓમાં ગીતા, મુસ્લિમોમાં કુરાન, ખ્રિસ્તીઓમાં બાઈબલ, બૌધ્ધોમાં ત્રિપિટક એવી જ રીતે જૈનોમાં કલ્પસૂત્ર ગ્રંથ મહાપવિત્ર મનાય છે. આ મહાન ગ્રંથનું પૂ. ગુરુ ભગવંતો વાંચન કરશે. સાધુ આ ગ્રંથનું મૂળ ભાષામાં વાંચન કરી શકે છે. કલ્પસૂત્ર ગ્રંથમાં સાધુના દસ આચારનું વર્ણન કરાયું છે. પર્યુષણના (most popular festivals for the Jain) દિવસોમાં કલ્પસૂત્રના નવ વ્યાખ્યાન વાંચવામાં આવે છે. છેલ્લો આઠમો દિવસ એ સંવત્સરી મહાપર્વનો છે. એ દિવસે બારસાસૂત્રનું વાચન થાય છે. કલ્પસૂત્રનું લખાણ બસો એકાણું કંડિકા છે અને તેનું માપ બારસો કે તેથી વધુ ગાથા કે શ્લોક પ્રમાણ જેટલું છે. કલ્પસૂત્રના સળંગ વાંચનથી કોઇ વંચિત રહી ગયું હોય છેલ્લા દિવસે સમગ્ર બારસાસૂત્રના શ્લોકો વાંચવામાં આવે છે. અદાલતમાં ધર્મગ્રંથના નામે સોગંદ લેવામાં આવે છે. એ રીતે જૈનધર્મના ગ્રંથ કલ્પસૂત્રને નામે સોગંદ લેવામાં આવે છે.

કલ્પસૂત્રનું વ્યાખ્યાન પર્યુષણ મહાપર્વની શરુઆતના ત્રણ દિવસમાં શ્રાવકના આચારનું વર્ણન કરવામાં આવ્યું. સાધુના આચાર અને ત્યારબાદ ભગવાન મહાવીર સ્વામીના જીવનનું વિસ્તારથી વર્ણન, ત્યારપછી 23 તીર્થંકર ભગવંતોનું સંક્ષિપ્ત વર્ણન, મહાવીર સ્વામીની પાટપરંપરાનું વર્ણન અને છેલ્લે સાધુની સમાચારીનું વર્ણન કરવામાં આવશે. કલ્પસૂત્રના (Kalpasutra Granth) બે વ્યાખ્યાન સાધુ ભગવંતો વાચે છે. કલ્પસૂત્રના પ્રથમ વ્યાખ્યાનમાં સાધુના દસ આચાર બતાવ્યા છે. ધર્મસારથિ તરીકે રહેલા પ્રભુ મહાવીર સ્વામીએ મેઘકુમારને શી રીતે સન્માર્ગે લાવ્યા, તેનું વર્ણન પ્રથમ વ્યાખ્યાનમાં છે.

આ પણ વાંચો કચ્છમાં યોજાશે 8 દિવસીય ક્ષમાપના ઉત્સવ, પર્યુષણ મહાપર્વ પર લાખો લોકો કરશે સાધના

બીજા વ્યાખ્યાનમાં શું છે બીજા વ્યાખ્યાનમાં ભગવાન મહાવીર સ્વામીની માતા ત્રિશલારામીએ જે 14 સ્વપ્નો જોયા તેમાં પ્રથમ ચાર સ્વપ્નનું વર્ણન કરવામાં આવે છે. આ દિવસ કલ્પઘર તરીકે જાણવામાં આવે છે. સમસ્ત જૈન સમાજમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની ઉજવણી (Celebration of Paryushan Parva in Jinalayas) અનેરા ધર્મોલ્લાસ સાથે થઈ રહી છે. ઠેરઠેર નાની-મોટી તપશ્ર્ચર્યાઓ થઈ રહી છે. ઉપાશ્રયોમાં પૂ. સંત-સતીજીઓના વ્યાખ્યાન ચાલી રહ્યાં છે. રાત્રે જિનાલયોમાં પરમાત્માની લાખેણી આંગી જોવા ભકતોની ભીડ જોવા મળી રહી છે. જિનાલયોમાં ભક્તિકારો ભક્તિ સંગીત પ્રસ્તુત કરીને પ્રભુની સ્તવના કરી રહ્યાં છે.

ગ્રંથ સાંભળનારને મોક્ષના શાશ્વત સુખની પ્રાપ્તી આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામી દ્વારા રચિત પવિત્ર ગ્રંથ કલ્પસૂત્રનું પઠન માત્ર પર્યુષણ પર્વ પર જ થાય છે. દરેક જણ તેને વાંચી શકતું નથી. ભૂતકાળમાં, તે ફક્ત ઋષિ સમુદાયમાં જ વાંચવામાં આવતું હતું, પરંતુ લગભગ 16 સો વર્ષ પહેલાં તે શ્રી સંઘની સામે વાંચવામાં આવતું હતું. આ પુસ્તકમાં તીર્થંકરોનો જીવન પરિચય, સમયની ગણતરી, જ્યોતિષ, કલંક પરિચય, સ્વપ્ન વિજ્ઞાન, તીર્થંકરોની માપણીની પદ્ધતિ, વજન કરવાની પદ્ધતિ સહિતના અનેક વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. એવું કહેવાય છે કે, જે આ ગ્રંથને 21 વખત વ્યવસ્થિત રીતે સાંભળે છે તેને ત્રણ વર્ષ પછી મોક્ષનું શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.