નવી દિલ્હીઃ કાલી મા વિવાદને કારણે ચર્ચામાં આવેલી ફિલ્મ નિર્દેશક (Kaali Movie Poster Controversy) લીના મણિમેકલાઈ દરરોજ નવી-નવી ટ્વીટ કરી રહી છે. આજે પણ તેણે એક નવું ટ્વીટ કર્યું, જેણે હંગામો મચાવી (kali movie poster) દીધો. ટ્વીટમાં લીનાએ (kali movie poster row) ભગવાન શિવ અને મા પાર્વતીને સિગારેટ પીતા બતાવ્યા (photo of lord shiva and parvati) છે. લીનાના આ ટ્વીટ પર લોકો તેને ઘેરી રહ્યા છે.
-
Elsewhere…. pic.twitter.com/NGYFETMehj
— Leena Manimekalai (@LeenaManimekali) July 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Elsewhere…. pic.twitter.com/NGYFETMehj
— Leena Manimekalai (@LeenaManimekali) July 7, 2022Elsewhere…. pic.twitter.com/NGYFETMehj
— Leena Manimekalai (@LeenaManimekali) July 7, 2022
આ પણ વાંચો: PM મોદી આજે વારાણસીના પ્રવાસે, અનેક પ્રોજેક્ટસનું કરશે ઉદ્ગાટન
લોકો ભરાયા રોષે: લીનાએ આજે સવારે 7.15 વાગ્યે ટ્વિટ કરીને એક ફોટો શેર કર્યો હતો. આ ટ્વીટ પર તેણે લખ્યું, "Elsewhere..." (ક્યાંક બીજે) તેમજ લીનાએ આ ટ્વીટમાં શેર કરેલા ફોટામાં, ભગવાન શિવ અને માતા પાર્વતીની ભૂમિકા ભજવી રહેલા બે લોકો સિગારેટ પીતા જોવા મળે છે. લીનાના આ ટ્વિટ પર સામાન્ય લોકોથી લઈને રાજકારણીઓ સુધી રોષ જોવા મળી રહ્યો છે.
આ ઇરાદાપૂર્વકની ઉશ્કેરણી છે- ભાજપ: આ બાબતે ગુસ્સો વ્યક્ત કરતા ભાજપના નેતા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે, આ રચનાત્મક અભિવ્યક્તિ વિશે નથી પરંતુ તે જાણી જોઈને ઉશ્કેરણીનો મામલો છે. તેમણે આગળ લખ્યું, હિંદુઓને અપશબ્દો - સેક્યુલરિઝમ? હિંદુ ધર્મનું અપમાન - ઉદારવાદ? લીનાનો ઉત્સાહ ફક્ત એટલા માટે વધી રહ્યો છે, કારણ કે તે જાણે છે કે ડાબેરી પક્ષો, કોંગ્રેસ, ટીએમસી તેને ટેકો આપશે. ઉલ્લેખનીય છે કે, ટીએમસીએ હજુ સુધી મહુઆ મોઇત્રા પર કાર્યવાહી કરી નથી, માત્ર તેમના નિવેદનથી અંતર જ રાખ્યું છે.
આ પણ વાંચો: એક જ ઝાટકે ખાદ્યતેલ થશે સસ્તું, સરકારનો મોટો નિર્ણય
બ્લેક પોસ્ટરથી શરૂ થયો વિવાદ: લીના મણિમેકલાઈ એ જ વ્યક્તિ છે, જેણે કાળા વિવાદને જન્મ આપ્યો છે. લીનાએ ફિલ્મ કાલીનું પોસ્ટર ટ્વીટ કર્યું હતું. આ ટ્વિટમાં માતા કાલી સિગારેટ પીતા જોવા મળ્યાં હતા. લીનાના ટ્વીટ પર થતા વિવાદને જોઈને ટ્વિટરના પ્રોડ્યુસર-ડિરેક્ટરે લીનાની આ પોસ્ટ હટાવી દીધી હતી.