ન્યૂઝ ડેસ્ક : દિલ્હીમાં શુક્રવારે કેન્દ્રિય પ્રધાન અનુરાગ ઠાકુર, જી.કિશન રેડ્ડી અને મિનાક્ષી લેખીએ સંવિધાન નિર્માણ આધારિત ફોટો અને 75 વર્ચ્યુઅલ ફિલ્મ પોસ્ટર્સનું ઉદ્દઘાટન કર્યું આ પ્રદર્શનના ઉદ્દઘાટન કરાવતા આઇબી મિનિસ્ટર અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ભારત જ્યારે સ્વતંત્રતાના 75 વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે અમે યુવાનો વચ્ચે આ ફોટો પ્રદર્શન લઇને જઇ રહ્યાં છીએ. જેથી તેઓએ પણ આ સંવિધાન બનાવવાની પ્રક્રિયા જાણી શકે. આ જનભાગીદારીનો એક પ્રયત્ન છે.
બંધારણના વિચારો અને સિદ્ધાંતનો પ્રચાર
અનુરાગ ઠાકુરે એવું પણ જણાવ્યું હતું કે આપણું બંધારણ જે સિદ્ધાંતો અને વિચારો સાથે બન્યું છે તે વિચારો અને સિદ્ધાંતોનો પ્રચાર કરવો તે આપણી ફરજ છે. ભારતીય બંધારણના નિર્માણના આ ઇ-પ્રદર્શનથી યુવાનો આ વિશે માહિતગાર તો થશે જ સાથે તેઓ પોતાના અધિકારોથી પણ પરીચિત થશે. મહત્વનું છે કે આ ઇ-પ્રદર્શન 11 ભાષાઓમાં છે જેમાં તસવીરોનો સંગ્રહ, વીડિયો, ભાષણ અને 75 ફિલ્મના પોસ્ટર દર્શાવવામાં આવ્યા છે.
પ્રદર્શનમાં ગુજરાતી ફિલ્મને કાદુ મકરાણીને પણ સ્થાન
વર્ષ 1973માં કાદુ મકરાણી પર એક ગુજરાતી ચલચિત્રનું નિર્માણ પર થયું છે જેનો ડાયરેક્શન મનુભાઇ દેસાઇ કર્યું છે. કાદુ મકરાણીના ચલચિત્રના પ્રોડ્યુસર રામકુમાર બોહરા હતા મોહરા ઇન્ટરનેશનલ બેનર નીચે કાદુ મકરાણી નામનું ગુજરાતી ચલચિત્ર રજૂ થયું હતું. જેમાં સંગીત અવિનાશ વ્યાસએ આપ્યું છે કાદુ મકરાણી ચલચિત્રમાં ઉપેન્દ્ર અને અરવિંદ ત્રિવેદીની સાથે રમેશ મહેતા અને અનુપમાએ પણ પોતાના અભિનયનો કસબ પાથરીને કાદુ મકરાણી ચલચિત્રને લોક હૈયા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો સૌ પહેલાં વર્ષ ૧૯૬૦માં જાણીતી ગુજરાતી ફિલ્મ દિગ્દર્શક મનહર રસકાપુરએ પણ કાદુ મકરાણી નામે ગુજરાતી ચલચિત્ર બનાવી હતી