ETV Bharat / bharat

Justice For Widow : 56 વર્ષની કાનૂની લડાઈ બાદ મળ્યું પેન્શન, 1962માં જવાન શહીદ થયા હતા

author img

By

Published : Apr 13, 2022, 9:20 AM IST

Updated : Apr 13, 2022, 9:27 AM IST

ભારત-ચીન યુદ્ધમાં જવાન પ્રતાપ સિંહ શહીદ(Jawan martyred in Indo-China war) થયા હતા. જે બાદ તેમની પત્નીને પેન્શન આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ તેમનું પેન્શન ચાર વર્ષ પછી જ બંધ થઈ ગયું(Pension Stopped For 56 Years Restored) હતું. ત્યારથી એટલે કે 1966થી તેમની કાનૂની લડાઈ લડવાનું ચાલુ રાખ્યું હતું અને આખરે હવે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે(Punjab and Haryana High Court) તેને વ્યાજ સહિત પેન્શન ચૂકવવાનો આદેશ આપ્યો છે.

Justice For Widow
Justice For Widow

ચંદીગઢ : CRPF જવાન પ્રતાપ સિંહ 1962ના ભારત-ચીન યુદ્ધમાં શહીદ થયા(Jawan martyred in Indo-China war) હતા. ત્યારબાદ તેમની પત્નીને પેન્શન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પેન્શન ફક્ત ચાર વર્ષ સુધી મળ્યું ત્યારબાદ મળવાનું બંધ થઇ ગયું(Closed pension for 56 years) હતું. શહિદની પત્ની દ્વારા લાભને ચાલું રાખવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. 1966થી આ લડત સતત ચાલું હતી અને આખરે 56 વર્ષ બાદ નિર્ણય આવ્યો કે પિડીતાને વ્યાજ સહિત પેન્શન ચુકવવામાં આવે(Justice for the victim after 56 years). કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે ધર્મો દેવી સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો. જસ્ટિસ હરસિમરન સિંહ સેઠીની બેન્ચે આ નિર્ણય આપ્યો છે.

આ પણ વાંચો - ન્યૂયોર્કઃ બ્રુકલિન સબવે સ્ટેશન પર ગોળીબાર, અનેક જાનહાનિ

પ્રતાપ સિંહ CRPFની નવમી બટાલિયનમાં તૈનાત હતા. તેમની શહીદી પછી તેમની પત્નીને પેન્શન આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ કોઇ કારણોસર ચાર વર્ષ પછી આ યોજનાનો લાભ મળતો બંધ થઇ ગયો હતો. જે બાદ કેન્દ્ર સરકારના આદેશને કારણે તેમનું પેન્શન બંધ કરી દેવામાં આવ્યું હતું. આનું કારણ આપવામાં આવ્યું ન હતું. આ પછી પીડિતાએ કાયદાની લડાઈ શરૂ કરી, તેની પાસે આવકનો કોઈ સ્ત્રોત નહોતો, ત્યારથી તે કાનૂની લડાઈ લડતી રહી છે. કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કહ્યું કે તેમનું પેન્શન ખોટી રીતે અટકાવવામાં આવ્યું છે. સુનાવણી દરમિયાન ખુદ કેન્દ્ર સરકારે સ્વીકાર્યું હતું કે યોગ્ય માહિતીના અભાવે તેમનું પેન્શન અટકાવી દેવામાં આવ્યું હતું, અને કોઈનો ઈરાદો એવો નહોતો.

આ પણ વાંચો - બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારની સભામાં એક વ્યક્તિએ ફટાકડો ફોડી કરી ટીખળ

Last Updated : Apr 13, 2022, 9:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.