જૂનાગઢ:નેત્રમ પ્રોજેક્ટ(Netram Project)અંતર્ગત, શહેરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરા લોકોની મુસીબતને દૂર કરવામાં, પણ મદદરૂપ બની રહ્યા છે. આજે નેત્રમ શાખા, B ડિવિઝન પોલીસ અને સમગ્ર જિલ્લા પોલીસ ટીમ દ્વારા,(Junagadh Police)મધ્યમ વર્ગીય પરિવારની મરણ મુડી સમાન, 62 હજાર કરતાં વધુ રોકડ સીસીટીવી મારફતે પરત અપાવી હતી. જૂનાગઢમાં રહેતા મધ્યમ વર્ગીય વ્યક્તિ,સુશીલ કુમાર એટીએમમાં 62,000 કરતાં વધુની રોકડ રકમ ભૂલીને (Forgot more than 62,000 cash in the ATM)ઘરે ચાલ્યા આવ્યા હતા.
મહેનતના પૈસા:સુશીલ કુમારને આ દરમિયાન પૈસાની યાદ આવતા તે ફરીથી એટીએમમાં પહોંચ્યા, પરંતુ અહીંથી આ રકમ ગુમ થઈ ગયેલી જોવા મળતા, તેમણે જુનાગઢ પોલીસનો સંપર્ક કર્યો હતો.પોલીસે ગુમ થયેલા પૈસાની તપાસ હાથ ધરી હતી. રકમને શોધી કાઢવા માટે, નેત્રમ શાખા, બી ડિવિઝન પોલીસ મથક અને સમગ્ર જુનાગઢ પોલીસની ટીમે કામગીરી શરૂ કરી હતી.પોલીસની સરાહનીય કામગીરીના લીધે એક મધ્યમ વર્ગીય પરિવારને તેના મહેનતના પૈસા પાછા મળ્યા હતા.
સીસીટીવી દ્વારા મામલો ઉકેલાયો:એટીએમમાં ભૂલથી રહી ગયેલા રૂપિયા, જુનાગઢ ની કોઈ યુવતીને મળ્યા હતા. જુનાગઢ શહેરમાં લગાવવામાં આવેલા, સીસીટીવી માં સ્પષ્ટ દેખાય આવી હતી. જેને પોલીસે તપાસ કરતા, યુવતીને આ રૂપિયા એટીએમ બુથમાંથી મળ્યા હતા, તેવી કેફીયત આપી હતી. ત્યારબાદ યુવતીએ, રૂપિયાના સાચા માલિક સુશીલ કુમારને, સમગ્ર પોલીસ સ્ટાફની હાજરીમાં પરત કર્યા હતા. આજના જમાનામાં, લોકો નાની રકમ પણ પરત આપવા માટે આનાકાની કરતા હોય છે, ત્યારે મધ્યમ વર્ગીય પરિવારની મરણ મૂડી સમાન, 62 હજાર રૂપિયા યુવતીએ મૂળ માલિક સુનિલ કુમારને, પોલીસની હાજરીમાં પરત કરીને ઈમાનદારીનું ઉદાહરણ(An example of honesty)પણ પૂરું પાડ્યું હતું.