અમદાવાદ: 'ડૂબતા' જોશીમઠની સેટેલાઇટ તસવીરોએ દર્શાવે છે કે કેવી રીતે જમીન ધસી જવાને કારણે નગર ધીમે ધીમે ડૂબી રહ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર દ્વારા બહાર પાડવામાં આવેલી તસવીરો એ પણ જણાવે છે કે 27 ડિસેમ્બર, 2022 અને 8 જાન્યુઆરી, 2023 વચ્ચે 12 દિવસમાં 5.4cmનો ઝડપી ઘટાડો નોંધવામાં આવ્યો છે. એપ્રિલ 2022 અને નવેમ્બર 2022 વચ્ચે 12-દિવસનો જોશીમઠ વધુ ગતિથી ડૂબ્યું હતું. આ દરમિયાન જોશીમઠમાં 9 સેમીનો ધીમો ઘટાડો જોવા મળ્યો. જોશીમઠ, બદ્રીનાથ અને હેમકુંડ સાહિબ અને આંતરરાષ્ટ્રીય સ્કીઇંગ ગંતવ્ય ઓલી જેવા પ્રસિદ્ધ તીર્થસ્થાનોનું પ્રવેશદ્વાર, જમીનના ઘટાડાને કારણે એક મોટા પડકારનો સામનો કરી રહ્યું છે.
આ પણ વાંચો Joshimath Hotel Demolition: બંને હોટલ તોડવાની કાર્યવાહી શરૂ, દેખાવકારોને સ્થળ પરથી હટાવાયા
લોકોનું કરાયું સ્થળાંતરણ: નગરમાં રહેતા કુલ 169 પરિવારોને અત્યાર સુધીમાં રાહત શિબિરમાં ખસેડવામાં આવ્યા છે કારણ કે ભૂસ્ખલન અને અન્ય સંબંધિત પરિબળોને કારણે જોશીમઠમાં કેટલાંક ઘરોની દિવાલોમાં મોટી તિરાડો પડી ગઈ છે. કેટલાક બાંધકામો પહેલેથી જ તૂટી ગયા છે, જ્યારે અન્ય તંત્ર દ્વારા તોડી પાડવાની પ્રક્રિયામાં છે. દરમિયાન, શુક્રવારે ઉત્તરાખંડના જોશીમઠ શહેરમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ટીમોએ 'અસુરક્ષિત' તરીકે ચિહ્નિત થયેલી અથવા લગભગ ભાંગી પડેલી હોટલોને તોડી પાડવાનું શરૂ કર્યું. ગુરુવારે શરૂ થયેલી બે દિવસીય પ્રક્રિયાનું સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI) દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી હતી. વહીવટીતંત્ર અને મિલકત માલિકો વચ્ચેના કરાર બાદ ડિમોલિશન શરૂ થયું હતું.
આ પણ વાંચો IED Blast in Chaibasa: ચાઈબાસામાં સતત બીજા દિવસે IED બ્લાસ્ટ, ત્રણ જવાન ઘાયલ
ઉત્તરાખંડ હાઈકોર્ટેની ટકોર: ગુરુવારે ઉત્તરાખંડ હાઈકોર્ટે રાજ્ય સરકારને જોશીમઠ નગર માટે એક નક્કર યોજના ઘડવાનું કહ્યું હતું. કટોકટી પર PILની સુનાવણી કરતા ચીફ જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ આલોક કુમાર વર્માની ડિવિઝન બેન્ચે સરકારને આ બાબતની તપાસ કરવા માટે સ્વતંત્ર નિષ્ણાતોની એક સમિતિ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે સમિતિમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સીઈઓ પીયૂષ રૌતેલા અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, સ્પેસ એપ્લિકેશન સેન્ટર, એમપીએસ બિષ્ટનો સમાવેશ થવો જોઈએ. બેંચે જણાવ્યું હતું કે, સમિતિ બે મહિનામાં સીલબંધ પરબિડીયુંમાં કોર્ટને પોતાનો અહેવાલ સુપરત કરશે. કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે જોશીમઠની આસપાસના વિસ્તારોમાં બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકતો આદેશ તાત્કાલિક પસાર કરવામાં આવે.