ETV Bharat / bharat

પ્રસાર ભારતીના પૂર્વ CEO જવાહર સરકારે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા - મુખ્યપ્રધાન મમતા બેનરજી

પ્રસાર ભારતીના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી અને તૃણમુલ કોંગ્રેસ (TMC)ના નેતા જવાહર સરકારે (Jawahar Sircar) આજે (બુધવારે) રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. જવાહર સરકારે (Jawahar Sircar) બંગાળી ભાષામાં શપથ લીધા હતા. તો સભ્યો પણ ટેબલ થપથપાવીને તેમનું સ્વાગત કર્યું હતું. તેમણે સભ્યોના રજિસ્ટરમાં સહી કરી હતી. આ સાથે જ સભાપતિ એમ વૈંકેયા નાયડુએ પણ સરકારના રાજ્યસભાના સભ્ય બનવા બદલ સ્વાગત કર્યું હતું.

પ્રસાર ભારતીના પૂર્વ CEO જવાહર સરકારે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા

author img

By

Published : Aug 4, 2021, 3:10 PM IST

  • પ્રસાર ભારતી (Prasar Bharti)ના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી અને TMCના નેતા જવાહર સરકાર (Jawahar Sircar) રાજ્યસભાના સભ્ય બન્યા
  • જવાહર સરકારે (Jawahar Sircar) આજે (બુધવારે) બંગાળી ભાષામાં રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા
  • રાજ્યસભાના સભ્યોએ પણ ટેબલ થપથપાવીને જવાહર સરકાર (Jawahar Sircar)નું સ્વાગત કર્યુંં

નવી દિલ્હીઃ પ્રસાર ભારતીના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી અને TMC નેતા જવાહર સરકારે (Jawahar Sircar) બુધવારે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. જવાહર સરકારે (jawahar Sirkar) બંગાળીમાં શપથ લીધા હતા. તો રાજ્યસભાના સભ્યોએ પણ તેમનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં તૃણમુલ સાંસદ દિનેશ ત્રિવેદીના રાજીનામા પછી પશ્ચિમ બંગાળથી રાજ્યસભાની એક બેઠક ખાલી થઈ હતી. ત્રિવેદી પછી ભાજપમાં જોડાયા હતા.

આ પણ વાંચોઃ Basavaraj Bommai એ કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા

ભાજપે આ બેઠક પર કોઈ ઉમેદવાર ન ઉતાર્યો

પશ્ચિમ બંગાળની રાજ્યસભા બેઠક (Rajya Sabha seat of West Bengal) માટે પેટાચૂંટણી 9 ઓગસ્ટને નિર્ધારિત હતો, પરંતુ ભાજપે આ બેઠક પર કોઈ ઉમેદવાર ન ઉતારવાનો નિર્ણય કર્યો હતો. કોલકાતાની એશિયાટિક સોસાયટી (Asiatic Society of Kolkata) (1,774માં બનેલી)એ ઈતિહાસ અને રાજનીતિના અભ્યાસને લોકપ્રિય બનાવવામાં પોતાના યોગદાન માટે તેમને પોતાના વિમાન બિહારી મેમોરિયલનો એવોર્ડ આપ્યો છે.

આ પણ વાંચોઃ કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે બસવરાજ બોમ્મઈની વરણી, કાલે શપથ ગ્રહણ કરશે

જવાહર સરકારને સમયથી પહેલા રાજીનામું આપવું પડ્યું હતું

લોકતંત્રમાં પણ જવાહર સરકાર (Jawahar Sircar)ની કારકિર્દી સારી રહી છે. તેમણે વર્ષ 2008થી ફેબ્રુઆરી 2012 સુધી ભારતના સાંસ્કૃતિક મંત્રાલયનું નેતૃત્વ કર્યું છે, જે કોઈ પણ સચિવનો સૌથી લાંબો સમયગાળો હતો. તેઓ ભારતના સાર્વજનિક પ્રસારક, (2012-2016)ના CEO હતા અને પારદર્શકતા અને નિષ્પક્ષતા માટે તેઓ ઉભા હતા, જેના કારણે તેમને સમયથી પહેલા રાજીનામું આપવું પડ્યું હતું.

TMCએ ટ્વિટ કરી જવાહર સરકારના કર્યા વખાણ

જવાહર સરકારની પસંદગી કરવા અંગે TMCએ એક ટ્વિટ કરી કહ્યું હતું કે, સરકારે લગભગ 42 વર્ષ સાર્વજનિક સેવામાં પસાર કર્યા છે અને પ્રસાર ભારતીના પૂર્વ CEO પણ હતા. સાર્વજનિક સેવામાં તેમનું અમૂલ્ય યોગદાન પોતાના દેશની સારી સેવા કરવામાં મદદ કરશે. જવાહર સરકારનું નોમિનેશન આશ્ચર્યજનક ઘટનાક્રમ ઉપરાંત મુખ્યપ્રધાન મમતા બેનરજી (Chief Minister Mamata Banerjee) દ્વારા માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, TMC તેમની બુદ્ધિ અને તેમના 41 વર્ષના નોકરશાહીનો ઉપયોગ ઉચ્ચ સદનમાં કરવાનો પ્રયાસ કરશે. જવાહર સરકાર કેન્દ્રની ભાજપ સરકારના મુખ્ય ટિકાકાર રહ્યા છે.

જવાહર સરકાર એક નિવૃત્ત IAS ઓફિસર છે

આપને જણાવી દઈએ કે, જવાહર સરકારને TMCએ 24 જુલાઈએ રાજ્યસભાના સભ્ય તરીકે પસંદ કર્યા હતા. સરકાર ભારતીય વહીવટી સેવા (IAS)ના સેવાનિવૃત્ત અધિકારી છે. સરકારે કોલકાતા, પ્રેસીડેન્સી, કેમ્બ્રિજ અને સસેક્સની યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. તેમ જ ઈતિહાસ અને સમાજશાસ્ત્રમાં 2 માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. સરકારે અનેક વર્ષો સુધી પુસ્તકોમાં સાંસ્કૃતિક, ઐતિહાસિક અને માનવશાસ્ત્રીય વિષયો પર અનેક લેખ પ્રકાશિત કર્યા છે. આ સાથે જ પ્રસિદ્ધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પત્રિકાઓ અને સમાચારપત્રોમાં પણ લખ્યું છે. તેમણે ઈતિહાસ, ધર્મ, સમકાલીન મામલાઓ અને ધર્મ તેમ જ નૃવિજ્ઞાનની વચ્ચે અંતરના વિષયો પણ ઘણી વાર્તા કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.